Friday, May 3, 2024
More
    હોમપેજદેશનેશનલ મેડિકલ કમિશનના નવા લૉગોમાં ભગવાન ધન્વંતરિની રંગીન તસવીર, ‘INDIA’ને સ્થાને ‘BHARAT’:...

    નેશનલ મેડિકલ કમિશનના નવા લૉગોમાં ભગવાન ધન્વંતરિની રંગીન તસવીર, ‘INDIA’ને સ્થાને ‘BHARAT’: અમુકનું ‘સેક્યુલરિઝ્મ’ જોખમાયું, અનેક લોકોએ કર્યું સ્વાગત

    હેલાં લૉગોમાં ઉપરની તરફ અંગ્રેજીમાં નેશનલ મેડિકલ કમિશન બાદ તેની નીચે વચ્ચેના ભાગમાં દેશનું નામ અંગ્રેજીમાં INDIA લખવામાં આવતું હતું. ત્યાં હવે ભાષા અંગ્રેજી જ રહેવા દીધી છે પરંતુ INDIAના સ્થાને BHARAT લખવામાં આવ્યું છે.

    - Advertisement -

    તાજેતરમાં નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા પોતાના લૉગોમાં ફેરફાર કરવામાં આવ્યો. અગાઉ લૉગોમાં INDIA લખવામાં આવ્યું હતું, તેના સ્થાને હવે ત્યાં ‘BHARAT’ લખવામાં આવશે. વધુમાં ભગવાન ધન્વંતરિની તસવીર જે પહેલાં બ્લેક&વ્હાઈટ હતી તેને રંગીન સ્વરૂપ આપવામાં આવ્યું છે. પરંતુ NMCના લૉગોમાં થયેલો આ ફેરફાર અમુકને પસંદ આવ્યો નથી અને સોશિયલ મીડિયા પર ઉપાડો લીધો છે. 

    ફેરફારની વાત કરવામાં આવે તો પહેલાં લૉગોમાં ઉપરની તરફ અંગ્રેજીમાં નેશનલ મેડિકલ કમિશન બાદ તેની નીચે વચ્ચેના ભાગમાં દેશનું નામ અંગ્રેજીમાં INDIA લખવામાં આવતું હતું. ત્યાં હવે ભાષા અંગ્રેજી જ રહેવા દીધી છે પરંતુ INDIAના સ્થાને BHARAT લખવામાં આવ્યું છે. વધુમાં લૉગોના મધ્યભાગમાં ભગવાન ધન્વંતરિની બ્લેક&વ્હાઈટ તસવીર મૂકવામાં આવી હતી, જેને હવે રંગીન સ્વરૂપ આપવામાં આવ્યું છે. બાકીનું બધું જેમનું તેમ છે. ઉલ્લેખનીય છે કે ભગવાન ધન્વંતરિને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે, જેઓ આયુર્વેદના દેવતા મનાય છે.

    આ નવા લૉગોએ નેશનલ મેડિકલ કમિશનની અધિકારિક વેબસાઈટ ઉપર પણ સ્થાન લઇ લીધું છે. 

    - Advertisement -
    NMC વેબસાઈટ

    NMCના લૉગોમાં આ નવા ફેરફાર બાદ ચર્ચા પણ ઠીકઠાક થઈ રહી છે. કમિશનના કેરળ ચેપ્ટરે એક પત્ર લખીને તેનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે, આ નવો લૉગો મેડિકલ ફેટરનિટી માટે અસ્વીકાર્ય છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, “નવો લૉગો ખોટો સંદેશ આપે છે અને કમિશનના વૈજ્ઞાનિક અને પંથનિરપેક્ષ (સેક્યુલર) ચરિત્રને અસર કરશે. આ અસ્વીકાર્ય પગલાં સામે અનેક લોકો પહેલેથી જ અવાજ ઉઠાવી ચૂક્યા છે અને અમે પણ આ નિર્ણયનો કડક શબ્દોમાં વિરોધ કરીને તાત્કાલિક એક્શન લેવામાં આવે તેવી માંગ કરીએ છીએ.”

    ‘ડૉક્ટર હુસૈન’ હેન્ડલ ધરાવતા એક યુઝરે લૉગોનો ફોટો પોસ્ટ કરીને લખ્યું કે, NMCએ લૉગો બદલીને અશોકચક્રના સ્થાને વિષ્ણુ અવતાર અને આયુર્વેદના દેવતા ધન્વંતરિનો ફોટો મૂક્યો છે. ત્યારબાદ કટાક્ષ કરીને લખ્યું કે, મોર્ડન મેડિસિનને એક હજાર વર્ષ પાછળ લઇ જવા બદલ NMCને અભિનંદન.

    અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, NMCનો લૉગો ધાર્મિક ન હોય શકે અને ડૉક્ટર હોવું એટલે કોઇ પણ ધર્મથી અલગ હોવું થાય. આ લૉગો અસ્વીકાર્ય છે. 

    અન્ય ઘણાએ આ ફેરફારનો વિરોધ કર્યો હતો. 

    એક વ્યક્તિએ લખ્યું કે, આ નવો લૉગો અમુક ગંભીર પ્રશ્નો સર્જે છે. સાથે લખ્યું કે, શું NMC ખરેખર મોર્ડન મેડિસિનની રેગ્યુલેટરી બોડી છે? NMCના લૉગોમાં ધન્વંતરિનો ફોટો રાખવાનો કોઇ અર્થ નીકળતો નથી.

    ઘણાને સેક્યુલરિઝ્મ દેખાયું અને કહ્યું કે, શું NMC માત્ર હિંદુ ડૉક્ટરોનું જ પ્રતિનિધિત્વ કરે છે?

    જોકે, બીજી તરફ ઘણા લોકો એવા હતા, જેમણે સ્વાગત પણ કર્યું. ડૉ. મનોજ નેસારીએ લખ્યું કે, આ કોલોનિયલ (ઉપનિવેશવાદ) માનસિકતાથી અલગ થવાની દિશામાં વધુ એક પગલું છે. આ હિંદુત્વ કરતાં પણ આપણી સંસ્કૃતિ અને જ્ઞાન પ્રણાલીનું સન્માન કરવાની અને તેનો ગર્વ લેવાની વાત છે. 

    અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, “દેશના કથિત સેક્યુલરોને ગ્રીક ગોડના સ્ટેચ્યૂથી ક્યારેય વાંધો પડ્યો નથી પરંતુ આજે તેઓ ભારતીય આયુર્વેદ દેવતાને NMCના લૉગોમાં જોઈને રડારોળ કરી રહ્યા છે.

    અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, ‘NMC ભારતના લૉગોમાં ધન્વંતરિ ભગવાનને લાવીને સારું કામ કર્યું છે. હિંદુવિરોધીઓને ધ્યાને ન લઈને હવે આમ જ રાખવું જોઈએ. બહુ સારું કામ કરવામાં આવ્યું.”

    અહીં નોંધવું જોઈએ કે ભગવાન ધન્વંતરિની તસવીર હાલ મૂકવામાં આવી હોય તેમ નથી. તે પહેલાં પણ લૉગોમાં હતી જ પરંતુ આઉટલાઈન સ્વરૂપે બ્લેક&વ્હાઈટ હતી, જેને માત્ર રંગીન સ્વરૂપ આપવામાં આવ્યું છે. બીજો બદલાવ INDIA અને ભારતનો છે, જે તાજેતરમાં સરકારી સ્તરે ઘણી વાર જોવા મળી ચૂક્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં