Tuesday, April 23, 2024
More
    હોમપેજદેશ'આ ધરતી પર મારા જીવનનો હેતુ પૂરો થયો': મહિલા ભિખારીએ જીવનભરમાં ભેગા...

    ‘આ ધરતી પર મારા જીવનનો હેતુ પૂરો થયો’: મહિલા ભિખારીએ જીવનભરમાં ભેગા કરેલ 1 લાખ રૂપિયા ઓડિશાના ફુલબનીના જગન્નાથ મંદિરમાં કર્યા દાન

    મહિલા તુલા બેહેરાએ કહ્યું, "મેં લાંબા સમયથી ભગવાન જગન્નાથને મારી જાતને સમર્પિત કરી દીધી છે. મારે વધુ કંઈ જોઈતું નથી. તે મને આટલે સુધી લાવ્યા છે, મને ખાતરી છે કે તે મારી સંભાળ રાખશે."

    - Advertisement -

    એક દુર્લભ કિસ્સામાં, ઓડિશાના ફુલબની શહેરમાં જગન્નાથ મંદિરની બહાર બેઠેલા 70 વર્ષીય મહિલા ભિખારીએ વર્ષોથી બચાવેલા 1 લાખ રૂપિયા મંદિરની વ્યવસ્થાપન સમિતિને દાનમાં આપ્યા છે. તેમણે મંદિર પ્રબંધન સમિતિના પ્રમુખ સુનાસીર મહાપાત્રા અને અન્ય સભ્યોને પૈસા સોંપ્યા છે. મહિલા ભિખારીનું મંદિરને 1 લાખનું દાન હાલ ચર્ચામાં છે.

    અહેવાલો અનુસાર, ફુલબનીના વતની તુલા બેહેરા નામની મહિલાએ શુક્રવારે ધનુ સંક્રાંતિના અવસર પર મંદિરને 1 લાખ રૂપિયા આપ્યા હતા. મંદિર પ્રશાસન સમિતિએ તેમના આ ઉષ્માભર્યા કાર્ય બદલ સન્માન કર્યું હતું. મંદિરના સત્તાવાળાઓ દ્વારા તેનું સન્માન કરતો એક વીડિયો ટ્વિટર પર વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યો છે.

    સ્થાનિક મીડિયા અનુસાર, મહિલા વર્ષોથી ઓડિશાના કંધમાલ જિલ્લાના મુખ્ય મથક ફુલબનીની શેરીઓમાં મદદ માટે ભીખ માંગી રહી છે. તેમના શારીરિક રીતે વિકલાંગ પતિ પ્રફુલ્લ બેહેરા સાથે, જેનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું, તે શરૂઆતમાં ઘરે-ઘરે ભીખ માંગતી હતી.

    - Advertisement -

    તેમના પતિના મૃત્યુ પછી, તુલાએ ફુલબની નગરમાં જગન્નાથ અને સાંઈ મંદિરો અને અન્ય મંદિરોની સામે બેસીને ભિક્ષા માંગવાનું ચાલુ રાખ્યું કારણ કે તેના ઠેકાણા વિશે પૂછવા માટે પરિવારમાં કોઈ ન હતું. તેમણે એક છોકરીને પણ દત્તક લીધી છે જે તેમને કંધમાલની શેરીઓમાં ત્યજી દેવાયેલી મળી હતી. તે બંનેને હવે ફુલબનીમાં જગન્નાથ મંદિર અને શહેરના અન્ય મંદિરોની મુલાકાત લેનારા યાત્રાળુઓ દ્વારા આપવામાં આવતી ભિક્ષા દ્વારા ટેકો મળે છે.

    ભગવાન જગન્નાથના સમર્પિત અનુયાયી તુલા ઘણા લાંબા સમયથી મંદિરમાં દાન આપવાનું વિચારી રહ્યા હતા. તેઓ ભીખ માંગીને જે કમાણી થાય છે તેમાંથી તે અમુક પૈસા પોસ્ટ ઓફિસના સેવિંગ્સ એકાઉન્ટમાં જમા કરી રહ્યા હતા. તેમણે તાજેતરમાં જ શહેરના ભગવાન જગન્નાથ મંદિરના જીર્ણોદ્ધારમાં તેના ભંડોળનું યોગદાન આપવાનો નિર્ણય લીધો હતો કારણ કે અધિકારીઓએ તેમને જાણ કરી હતી કે તેમના ખાતામાં જમા રકમ રૂ. 1 લાખ સુધી પહોંચી ગઈ હતી.

    “હું મારા અસ્તિત્વ માટે બ્રહ્માંડના ભગવાન જગન્નાથને ઋણી છું. હું મારા જીવનના છેલ્લા પાયદાન પર છું. હું પૈસાનું શું કરીશ, તેથી મેં તે સર્વશક્તિમાનને આપી દીધું,” મહિલાએ દાન આપ્યા પછી કહ્યું.

    “હું વર્ષોથી ભીખ માંગીને પૈસા બચાવતી હતો. મારે ન તો કોઈ માતા-પિતા છે કે ન તો કોઈ સંતાન. હું પણ મારા જીવનના છેલ્લા તબક્કામાં છું. મારે કોઈ પૈસાની જરૂર નથી. વાસ્તવમાં, જો હું ભગવાન જગન્નાથ માટે કોઈ સેવા કરી શકું, તો મને લાગશે કે આ પૃથ્વી પર મારા જીવનનો હેતુ પૂરો થયો છે,” 70 વર્ષના વૃદ્ધાએ OTVને કહ્યું. “મેં લાંબા સમયથી ભગવાન જગન્નાથને મારી જાતને સમર્પિત કરી દીધી છે. મારે વધુ કંઈ જોઈતું નથી. તે મને આટલે સુધી લાવ્યા છે, મને ખાતરી છે કે તે મારી સંભાળ રાખશે,” બેહેરાએ ઉમેર્યું.

    મહિલા ભિખારીનું મંદિરને દાન આપવાનું મન હતું પરંતુ શરૂઆતમાં મંદિર પ્રબંધન આવી ગરીબ વ્યક્તિ પાસેથી દાન સ્વીકારવામાં સંકોચ અનુભવતું હતું, પરંતુ વૃદ્ધાના આગ્રહ કર્યા પછી તેઓ સંમત થયા. ટેમ્પલ મેનેજમેન્ટ કમિટીના એક સભ્યએ કહ્યું, “જ્યારે તેઓએ મારો સંપર્ક કર્યો, ત્યારે હું તેમની પાસેથી પૈસા લેવા માટે અચકાયો. પરંતુ તેઓએ આગ્રહ કર્યો અને સમિતિએ આખરે ધનુ સંક્રાંતિના શુભ દિવસે તેમની પાસેથી તેનો સ્વીકાર કર્યો.”

    દરમિયાન, મંદિર પ્રબંધન સમિતિના પ્રમુખ સુનાસીર મોહંતીએ માહિતી આપી હતી કે “પૈસાનો ઉપયોગ મંદિરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે કરવામાં આવશે. અમે તુલાને મંદિરમાં આપેલા યોગદાનની માન્યતા તરીકે આજીવન પ્રસાદ આપવાનું નક્કી કર્યું છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં