Sunday, May 19, 2024
More
  હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિકેવી રીતે અને ક્યાં જોશો આપણા રામલલાની પ્રાણપ્રતિષ્ઠા લાઈવ?: જાણીએ ક્યાં ક્યાં...

  કેવી રીતે અને ક્યાં જોશો આપણા રામલલાની પ્રાણપ્રતિષ્ઠા લાઈવ?: જાણીએ ક્યાં ક્યાં થશે જીવંત પ્રસારણ

  દુરદર્શન ઉપરાંત મોટાભાગની સેટેલાઈટ ન્યુઝ ચેનલો દ્વારા પણ અયોધ્યાથી સતત જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ મોટાભાગની ચેનલો દુરદર્શન દ્વારા આપવામાં આવેલી ફીડ પરથી જ પ્રસારણ કરવાની છે. આ સિવાય યૂ-ટ્યુબ ચેનલો પર પણ આ પ્રસારણ કરવામાં આવશે.

  - Advertisement -

  આજે ભારતના ઇષ્ટ ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં 10 વાગ્યે મંગલધ્વનિનું ભવ્ય વાદન થશે. સમગ્ર અયોધ્યા આ પવિત્ર ધ્વનિનું સાક્ષી બનશે. બપોરે 2:20 વાગ્યે પ્રાણપ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ કરવામાં આવશે. તે પહેલાં તમામ દેવી-દેવતાઓનું આહ્વાન કરવામાં આવશે. ચારે વેદોના મંત્રો અને ઋચાઓથી આકાશ ગુંજી ઉથશે. આ આખી અલૌકિક પ્રક્રિયા અને અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા લાઈવ સ્ટ્રીમિંગ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

  લોકો ઘરે બેસીને રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા લાઈવ જોઈ શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના માટે DD ન્યૂઝ અને DD નેશનલ ચેનલ પર સતત લાઈવ પ્રસારણ કરવામાં આવશે જેથી આપ પ્રાણપ્રતિષ્ઠા સમારોહના એક એક દ્રશ્યો જોઈ શકો. દૂરદર્શન અન્ય ન્યૂઝ એજન્સીઓ સાથે આ ફીડ શેર કરશે. ઉપરાંત દૂરદર્શનની ઓફિસીયલ યૂ-ટ્યુબ ચેનલ પર પણ તમામ અનુષ્ઠાનો અને પૂજાઓ લાઈવ નિહાળી શકાશે.

  દુરદર્શન દ્વારા ભવ્ય રામ મંદિરના પરિસરમાં તેમજ અન્ય સ્થળોએ 40થી વધુ કેમેરાઓનું ઈંસ્ટોલેશન કરવામાં આવ્યું છે. દુરદર્શનની યૂ-ટ્યુબ ચેનલ પર લાઈવ સ્ટ્રીમ શરૂ પણ કરી દેવામાં આવી છે. મળતી માહિતી નુસર વિશ્વભરમાં આવેલા ભારતીય દુતાવાસોમાં પણ અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા લાઈવ પ્રસારણ દર્શાવવામાં આવશે. ભગવાન રામના ભક્તો ઘરે બેઠા પ્રભુની પ્રાણપ્રતિષ્ઠા જોઈ શકે તે માટે ખાસ વ્યવસ્થાઓ લાંબા સમય પહેલા જ કરી દેવામાં આવી હતી.

  - Advertisement -

  દુરદર્શન ઉપરાંત મોટાભાગની સેટેલાઈટ ન્યુઝ ચેનલો દ્વારા પણ અયોધ્યાથી સતત જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ મોટાભાગની ચેનલો દુરદર્શન દ્વારા આપવામાં આવેલી ફીડ પરથી જ પ્રસારણ કરવાની છે. આ સિવાય યૂ-ટ્યુબ ચેનલો પર પણ આ પ્રસારણ કરવામાં આવશે. નીચે દુરદર્શનની લાઈવ સ્ટ્રીમની લિંક છે જ્યાંથી આપ આ લાઈવ પ્રસારણ જોઈ શકશો.

  12:20 વાગ્યે શરૂ થશે પ્રાણપ્રતિષ્ઠાની મુખ્ય વિધિ, માત્ર 84 સેકન્ડનું જ મુહૂર્ત

  રામલલની પ્રાણપ્રતિષ્ઠાની મુખ્ય અને અંતિમ વિધિ 12:20 વાગ્યાના સમયે શરૂ કરવામાં આવશે. આ પૂજા અને વિગ્રહ અનુષ્ઠાન અભિજિત મુહૂર્તમાં શરૂ થશે. આ તિથિ અને મુહૂર્ત કાશીના વિદ્વાન અને વૈદિક શાસ્ત્રોના પારંગત ગણેશ્વર શાસ્ત્રી દ્રાવિડે કાઢ્યું છે. શુભ મુહૂર્ત દિવસના 12 વાગ્યેને 29 મિનિટે અને 08 સેકન્ડથી 12 વાગ્યેને 30 મિનિટ અને 32 સેકન્ડનું રહેશે. એટલે કે આ પવિત્ર કાર્યનું મુહૂર્ત માત્ર 84 સેકન્ડનું જ છે.

  શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું છે કે, પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો સંપૂર્ણ કાર્યક્રમ બપોરે 1 વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ જશે. તમામ અનુષ્ઠાનો પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સંઘ પ્રમુખ મોહન ભાગવત સંબોધન કરશે. આ ઉપરાંત પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થયા બાદ સાંજે રામ જ્યોતિ પ્રજજ્વલિત કરીને દિવાળી પણ મનાવવામાં આવશે. સાથે સમગ્ર દેશમાં પણ દીપ પ્રજજ્વલિત કરવામાં આવશે. દેશના કરોડો લોકો આજના આ ઐતિહાસિક દિવસને યાદગાર બનાવવા માટે રામના રંગે રંગાશે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં