Wednesday, September 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘મસ્જિદ તોડીને બનાવાયેલા મંદિરમાં મારા રામ ન વસી શકે’: અયોધ્યામાં રામલલાના દર્શને...

    ‘મસ્જિદ તોડીને બનાવાયેલા મંદિરમાં મારા રામ ન વસી શકે’: અયોધ્યામાં રામલલાના દર્શને પહોંચ્યા કેજરીવાલ તો લોકોએ નાનીની યાદ અપાવી

    રામ મંદિરે દર્શન કરવા જવાની કેજરીવાલની જાહેરાત બાદથી જ લોકોએ સોશિયલ મીડિયામાં તેમને ટાર્ગેટ કરવાના શરૂ કરી દીધા હતા. જ્યારે દર્શન કર્યા બાદ તો લોકોએ કેજરીવાલને તેમની નાનીની યાદ પણ અપાવી દીધી છે.

    - Advertisement -

    સોમવારે (12 ફેબ્રુઆરી, 2024) દિલ્હીના મુખ્યમંત્રી અને AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તેમના પરિવાર સાથે રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચ્યા હતા. બંને નેતા પરિવાર સાથે રામ મંદિર પહોંચ્યા અને ભગવાન રામલલાના દર્શન કર્યા. અહીં સવા કલાક સુધી તેઓ મંદિરમાં રહ્યા હતા. ત્યારપછી મીડિયા સાથે વાત કરતી વખતે અરવિંદ કેજરીવાલે રામ મંદિરની ભવ્યતાની પ્રશંસા કરી હતી. પરંતુ આ સમય દરમિયાન સોશિયલ મીડિયામાં સક્રિય લોકો કેજરીવાલનાં જૂનાં નિવેદન ન ભૂલ્યા. લોકોએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે, કેજરીવાલના નાની કહેતાં હતાં કે, મસ્જિદ તોડીને મંદિર બનાવ્યું છે ત્યાં ભગવાન રામનો વાસ ના થઈ શકે. તો પછી કેજરીવાલ ત્યાં શા માટે ગયા છે?

    સોમવારે (12 ફેબ્રુઆરી) અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન પોતાના પરિવાર સાથે રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને તેમણે રામ મંદિરની ભવ્યતાની પ્રશંસા કરી હતી. સાથે કહ્યું હતું કે, “અમને લોકોને ભગવાન રામના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. રામલલાના દર્શન કરવાથી એક અસીમ શાંતિનો અનુભવ થયો, ખૂબ સારું લાગ્યું. તેનું વર્ણન કરી શકાય તેમ નથી.” તેમણે કહ્યું કે, “આખા દેશ માટે, આખા સમાજ માટે અને આખા વિશ્વ માટે સૌભાગ્યની વાત છે કે, આટલું ભવ્ય અને સુંદર મંદિર બનીને તૈયાર થયું છે.” જ્યારે બીજી તરફ સોશિયલ મીડિયામાં અરવિંદ કેજરીવાલના નાનીને યાદ કરવામાં આવી રહ્યા છે. નેટિઝન્સ પોસ્ટ કરીને પૂછી રહ્યા છે કે, ત્યાં રામ વસ્યા જ નથી તો દર્શન કરવા કેમ ગયા?

    નેટિઝન્સે યાદ કરાવી નાની

    માર્ચ 2014માં અરવિંદ કેજરીવાલે એક રેલીને સંબોધીને કહ્યું હતું કે, “જ્યારે બાબરી મસ્જિદ ધ્વસ્ત થઈ ત્યારે મેં મારી નાનીને પૂછ્યું હતું કે, નાની તમે તો ખૂબ ખુશ હશો? હવે તો તમારા ભગવાન રામનું મંદિર બનશે. નાનીએ જવાબ આપ્યો- ના બેટા, મારો રામ કોઈની મસ્જિદ તોડીને આમ મંદિરમાં ના વસી શકે.” જ્યારે હવે અરવિંદ કેજરીવાલ સ્વયં રામ મંદિર પહોંચ્યા છે ત્યારે નેટિઝન્સે તેમને જૂની વાતો યાદ કરાવી છે.

    - Advertisement -

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અરવિંદ કેજરીવાલને તેમના નાની વિશે યાદ કરાવતા નેટિઝન્સ ઝાટકણી કાઢી રહ્યા છે. ‘The Skin Doctor’ નામના X હેન્ડલે અરવિંદ કેજરીવાલના માર્ચ 2014ના નિવેદનની ક્લિપ શેર કરી છે. સાથે લખ્યું છે કે, “પણ તેમના હિસાબે તો મંદિરમાં રામ વસી જ નથી શકતા. તો તેમને શાંતિ ક્યાંથી મહેસૂસ થઈ ગઈ?”

    આ સિવાય પણ લોકોએ કેજરીવાલને તેમની નાની વિશે યાદ કરાવ્યું હતું.

    આ ઉપરાંત અનેક X યુઝરોએ અરવિંદ કેજરીવાલને નાનીની યાદ અપાવી છે. કેટલાક લોકોએ તો કહ્યું પણ છે કે, તેમણે તેમનાં નાનીની વાત પણ માની નહીં. અન્ય ઘણા લોકોએ રામ ભગવાનને પ્રાર્થના કરી છે કે, અરવિંદ કેજરીવાલને સદબુદ્ધિ મળે. એક યુઝરે લખ્યું કે, “જે પોતાની નાનીને જ બદનામ કરી નાખે તે કેજરીવાલ.”

    ઘણા લોકોએ પોતાની ભાવનાઓ વ્યક્ત કરવા માટે મીમ્સનો પણ સહારો લીધો.

    એક યુઝરે કેજરીવાલના જૂના ભાષણની ક્લિપ અને હાલની તસવીર એકસાથે પોસ્ટ કરીને વ્યંગ કરતાં લખ્યું કે, કેજરીવાલની નાનીની આખા ભારત તરફથી માફી માગીએ છીએ.

    સાથે ઘણા લોકોએ તો અરવિંદ કેજરીવાલને સલાહ પણ આપી છે કે, તેમના હિસાબે ત્યાં રામ વસ્યા નથી તો તેમણે દર્શન કરવા જવું જ ના જોઈએ. રામ મંદિરે દર્શન કરવા જવાની કેજરીવાલની જાહેરાત બાદથી જ લોકોએ સોશિયલ મીડિયામાં તેમને ટાર્ગેટ કરવાના શરૂ કરી દીધા હતા. દર્શન કર્યા બાદ પણ અરવિંદ કેજરીવાલને લોકોએ તેમની નાનીની યાદ અપાવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં