Monday, September 9, 2024
More
    હોમપેજદેશબજેટ સત્ર પહેલાં કેન્દ્ર સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક, વર્તમાન સરકારનું છેલ્લું સત્ર:...

    બજેટ સત્ર પહેલાં કેન્દ્ર સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક, વર્તમાન સરકારનું છેલ્લું સત્ર: નાણા મંત્રી 1 ફેબ્રુઆરીએ રજુ કરશે વચગાળાનું બજેટ

    નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2024ના રોજ વચગાળાનું બજેટ રજુ કરશે. PM મોદીની આગેવાની હેઠળની સરકારનું આ બીજા કાર્યકાળનું છેલ્લું સત્ર હશે. સંસદમાં 31 જાન્યુઆરીથી શરૂ થનાર આ બજેટ સત્ર આગામી 9 ફેબ્રુઆરી સુધી ચાલશે.

    - Advertisement -

    કેન્દ્ર સરકારે મંગળવારે (30 જાન્યુઆરી 2024) સંસદમાં બજેટ સત્ર પહેલાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. કેન્દ્રના સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ આ બેઠક માટે તમામ પક્ષોના નેતાઓને આમંત્રણ આપ્યું હતું. આ સર્વપક્ષીય બેઠક દિલ્હીમાં સંસદ લાયબ્રેરી બિલ્ડીંગમાં યોજાઈ હતી. બેઠકનો સમય 11:30 વાગે નક્કી કરવામાં આવ્યો હતો. જેમાં 30 પક્ષોના 45 નેતાઓએ ભાગ લીધો હતો.

    આ સાથે બેઠક પહેલા TMC સાંસદ સુદીપ બંધોપાધ્યાય અને સુખેંદુ શેખર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને અર્જુન રામ મેઘવાલ સાથે મુલાકાત કરી હતી. આ સર્વપક્ષીય બેઠકમાં સરકાર વિપક્ષી નેતાઓને સરકારનો એજન્ડા જણાવે છે. આ ઉપરાંત ગૃહની કામગીરી સુચારુ રીતે ચલાવવા માટે વિપક્ષ પાસેથી સહકારની વિનંતી કરે છે. આ વર્ષે એપ્રિલ-મેમાં યોજાનારી ચૂંટણી પહેલા બજેટ સત્ર વર્તમાન લોકસભાનું છેલ્લું સંસદ સત્ર હશે. સત્રની શરૂઆત દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી થશે.  

    નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2024ના રોજ વચગાળાનું બજેટ રજુ કરશે. PM મોદીની આગેવાની હેઠળની સરકારનું આ બીજા કાર્યકાળનું છેલ્લું સત્ર હશે. સંસદમાં 31 જાન્યુઆરીથી શરૂ થનાર આ બજેટ સત્ર આગામી 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ વર્ષે જ લોકસભાની ચૂંટણી પણ યોજવાની છે, જેથી ચૂંટણી પછી નવી સરકાર પૂર્ણ બજેટ રજુ કરશે. માનવામાં આવી રહ્યું છે કે, આ અંતિમ બજેટમાં વર્તમાન મોદી સરકાર મહિલાઓ, યુવા, ખેડૂતો માટે મહત્વપૂર્ણ યોજનાઓની ઘોષણા કરી શકે છે.

    - Advertisement -

    આ પહેલાં ડિસેમ્બરમાં લોકસભાનું શિયાળુ સત્ર યોજાયું હતું, જેમાં સરકારે અગત્યનાં 3 ક્રિમિનલ લૉ બિલ સહિત અન્ય મહત્વપૂર્ણ બિલ પાસ કરાવ્યાં હતાં. તે પહેલાં સપ્ટેમ્બર મહિનામાં વિશેષ સત્ર પણ યોજવામાં આવ્યું હતું, જેમાં મોદી સરકાર લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં મહિલાઓ માટે અનામતની જોગવાઈ કરતું નારીશક્તિ વંદન વિધેયક લાવી હતી. આ બિલ બંને ગૃહમાં જંગી બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું હતું. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં