Friday, May 3, 2024
More
    હોમપેજદેશ'બ્રિટીશ કે મુઘલોએ પણ પરવાનગી આપી ન હતી': તાજ મહેલમાં શાહજહાંના ઉર્સ...

    ‘બ્રિટીશ કે મુઘલોએ પણ પરવાનગી આપી ન હતી’: તાજ મહેલમાં શાહજહાંના ઉર્સ પર રોક લગાવવાની માંગ, અખિલ ભારત હિંદુ મહાસભાએ કોર્ટમાં દાખલ કરી અરજી

    આ અંગે ABHMના પ્રવક્તા સંજય જાટે જણાવ્યું કે, સંસ્થાએ RTIના જવાબના આધારે આ અરજી દાખલ કરી છે, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, તાજ મહેલની અંદર મુગલો કે અંગ્રેજો, કોઈએ ઉર્સનું આયોજન કરવાની પરવાનગી આપી ન હતી.

    - Advertisement -

    આગ્રાના પ્રસિદ્ધ તાજ મહેલમાં થતા શાહજહાંના ઉર્સ (મૃત્યુ તિથિ પર થતું આયોજન) પર રોક લગાવવાની માંગ સાથે શુક્રવારે (02 જાન્યુઆરી, 2024) અખિલ ભારત હિંદુ મહાસભાએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ સાથે જ તેમણે ઉર્સ માટે તાજમહેલમાં નિઃશુલ્ક પ્રવેશને પણ પડકાર્યો છે. કોર્ટે અરજી સ્વીકારીને સુનાવણીની તારીખ 4 માર્ચ, 2024 નક્કી કરી છે. આ સાથે કોર્ટે ત્રણ દિવસીય ઉર્સનું આયોજન કરનાર કમિટીના અધ્યક્ષ ઈબ્રાહીમ હુસૈન જૈદીને નોટિસ મોકલવાનો હુકમ કર્યો હતો. મુગલ આક્રાંતા શાહજહાંનો ત્રણ દિવસીય ‘ઉર્સ’ આ વર્ષે 6 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર છે.

    ઉલ્લેખનીય છે કે, ઘણાં વર્ષોથી તાજમહેલના અસ્તિત્વને લઈને વિવાદ ચાલી રહ્યો છે. અખિલ ભારત હિંદુ મહાસભા સાથે ઘણાં હિંદુ સંગઠનો દાવો કરતાં રહ્યાં છે કે ‘તાજ મહેલ’ એ ‘તેજો મહાલ’ નામનું શિવમંદિર છે. આ પહેલાં આ જ મુદે થયેલી અરજી આગ્રાની કોર્ટમાં પેન્ડિંગ છે.  

    આ અંગે ABHMના વકીલ અનિલકુમાર તિવારીએ જણાવ્યું કે, “ABHMએ તેના મંડળ પ્રમુખ મીના દિવાકર અને જિલ્લા પ્રમુખ સૌરભ શર્મા દ્વારા શુક્રવારે આગ્રાની સિવિલ કોર્ટ સંકુલમાં અરજી દાખલ કરી છે. તેમણે ઉર્સની ઉજવણી કરતી સમિતિ સામે કાયમી મનાઈ હુકમની વિનંતી કરી છે. અરજદારે ઉર્સ માટે તાજમહેલમાં મફત પ્રવેશ આપવા સામે પણ વાંધો ઉઠાવ્યો છે.”

    - Advertisement -

    આ અંગે ABHMના પ્રવક્તા સંજય જાટે જણાવ્યું કે, સંસ્થાએ RTIના જવાબના આધારે આ અરજી દાખલ કરી છે, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, તાજ મહેલની અંદર મુગલો કે અંગ્રેજો, કોઈએ ઉર્સનું આયોજન કરવાની પરવાનગી આપી ન હતી.

    આ ઉપરાંત તેમણે કહ્યું કે, “આ અરજી આગ્રા શહેરના ઈતિહાસકાર રાજ કિશોર રાજે દ્વારા દાખલ કરાયેલી આરટીઆઈના આધારે દાખલ કરવામાં આવી છે. આરટીઆઈમાં તેમણે ASIને પૂછ્યું હતું કે, તાજમહેલ સંકુલમાં ઉર્સ મનાવવા અને નમાજ અદા કરવાની મંજૂરી કોણે આપી? ત્યારે ASIએ જવાબ આપ્યો હતો કે, મુગલો કે બ્રિટિશ સરકાર કે ભારત સરકારે કયારેય તાજમહેલમાં ઉર્સ ઉજવવાની પરવાનગી આપી ન હતી. આ માહિતીના આધારે અમે સૈયદ ઇબ્રાહિમ ઝૈદીની આગેવાની હેઠળની શાહજહાં ઉર્સ ઉત્સવ સમિતિનાં આયોજકોને તાજ મહાલમાં ઉર્સની ઉજવણી ન યોજવા માટેની અરજી દાખલ કરી છે.”

    આ પહેલાં વર્ષ 2015માં 7 લોકોના સમૂહે આગ્રાની સિવિલ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી, જેમાં તેમણે દાવો કર્યો હતો કે, તાજ મહેલ એક હિંદુ શૈવ મંદિર છે જે પહેલાં તેજો મહાલય હતું, જેથી ત્યાં હિંદુઓને પૂજા કરવાનો અધિકાર મળે. આ સાથે ત્યાં બંધ 22 રૂમોને ખોલી તેમાં સંશોધન કરવાની પણ માંગ કરવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં