Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅહમદનગરના શૌચાલયમાં 'નામર્દની ઓલાદ ઔરંગઝેબ'ના પોસ્ટર: અરમાન શેખ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ...

    અહમદનગરના શૌચાલયમાં ‘નામર્દની ઓલાદ ઔરંગઝેબ’ના પોસ્ટર: અરમાન શેખ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ પર કરાયેલી વિવાદિત ટિપ્પણી બાદ હિંદુઓ ભડક્યા

    અરમાન શેખ દ્વારા કરાયેલી વિવાદિત ટિપ્પણીના વિરોધમાં સકલ હિંદુસમાજ વતી જન આક્રોશ મોરચો પણ કાઢવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા સમજી પોલીસે તાત્કાલિક ધોરણે અરમાન શેખની ધરપકડ પણ કરી લીધી હતી.

    - Advertisement -

    મહારાષ્ટ્રના અહમદનગરમાં છત્રપતિ શિવાજી મહારાજ વિરુદ્ધ કરાયેલા અપશબ્દોના કથિત ઉપયોગના વિરોધનો અનોખો કિસ્સો સામે આવી રહ્યો છે. અહેમદનગરમાં એક જાહેર શૌચાલયમાં ઔરંગઝેબના પોસ્ટર જોવા મળ્યા છે. આ પોસ્ટર છત્રપતિ શિવાજી મહારાજ વિરુદ્ધ અરમાને કહેલા અપશબ્દોના વિરોધને લઈને લગાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સાથે જ આ પોસ્ટર પર લખાયું છે ‘નામર્દની ઓલાદ ઔરંગઝેબ’. જો કે પોલીસે એ પોસ્ટર હટાવીને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.

    TV9ના અહેવાલ અનુસાર અરમાન શેખ નામના મુસ્લિમ વ્યક્તિએ છત્રપતિ શિવાજી મહારાજ વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, “જો તમે ઔરંગઝેબ વિરુદ્ધ બોલશો તો અમે પણ શિવાજી વિરુદ્ધ બોલશું.” જે બાદ આ મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજ પર અરમાન શેખ દ્વારા કરાયેલી આવી વિવાદિત ટિપ્પણીને લઈને હિંદુસમાજમાં રોષ ઉભો થયો હતો.

    હિંદુસમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. અરમાન શેખ દ્વારા કરાયેલી વિવાદિત ટિપ્પણીના વિરોધમાં સકલ હિંદુસમાજ વતી જન આક્રોશ મોરચો પણ કાઢવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા સમજી પોલીસે તાત્કાલિક ધોરણે અરમાન શેખની ધરપકડ પણ કરી લીધી હતી. આરોપીની ધરપકડ કર્યા બાદ પણ આ મામલો શાંત થયો નથી. ધરપકડ બાદ અહમદનગરમાં વિરોધ પ્રદર્શન અને રેલી યોજાઈ હતી અને બાદમાં શૌચાલયમાં ઔરંગઝેબના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને પોસ્ટર હટાવ્યા હતા અને લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી. જો કે પોસ્ટર કોણે લગાવ્યું છે તેની જાણ હજુ સુધી પોલીસ વિભાગને થઈ નથી.

    - Advertisement -

    આ પહેલા પણ શાંતિ ડોળવાના પ્રયાસો થઈ ચૂક્યા છે

    ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર કોલ્હાપુરમાં 6 જૂન, 2023 ને મંગળવારના રોજ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના દિવસે કેટલાક મુસ્લિમોએ વોટ્સએપ સ્ટેટસમાં ઔરંગઝેબ અને ટીપુ સુલતાનના ચિત્રો મૂક્યા હતા. જેને પગલે બે સમૂહો વચ્ચે તંગદિલી પેદા થઈ હતી. આ વોટ્સએપ સ્ટેટસ વાયરલ થયા બાદ વિવાદ વધી ગયો હતો. આ મામલે પોલીસે કાર્યવાહી કરીને કુલ 36 લોકોની ધરપકડ કરી હતી. આ ઉપરાંત ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી કલમ 144 પણ લગાવવાના આવી હતી.

    એ સિવાય પણ અહમદનગરમાં રવિવાર(4 જૂન, 2023)ના રોજ મુસ્લિમ સમાજ દ્વારા જુલૂસ કાઢવામાં આવ્યું હતું, જેમાં ચાર લોકો ઔરંગઝેબનું પોસ્ટર લઈને આગળ ચાલી રહ્યા હતા. આ જુલૂસનો વિડીયો વાયરલ થયા બાદ ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નારાજગી વ્યક્ત કરી હતી. તો 4 વ્યક્તિ સામે ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં