Sunday, April 28, 2024
More
    હોમપેજદેશપુણેની યુનિવર્સિટીમાં ભજવાયું નાટક, માતા સીતાને સિગરેટ પીતાં બતાવાયાં: વિડીયો વાયરલ થતાં...

    પુણેની યુનિવર્સિટીમાં ભજવાયું નાટક, માતા સીતાને સિગરેટ પીતાં બતાવાયાં: વિડીયો વાયરલ થતાં આક્રોશ, ABVPએ FIR દાખલ કરાવ્યા બાદ અનેકની ધરપકડ

    આ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ ભગવાન રામ અને સીતાને આમ અપમાનજનક રીતે પ્રસ્તુત કરવા પર વિરોધ નોધાવ્યો હતો. ABVPના કાર્યકર્તાઓએ આ અપમાનજનક નાટકને ચાલુમાં જ રોકી દીધું હતું, જે પછી મામલો ઉગ્ર બન્યો હતો.

    - Advertisement -

    ભગવાન રામ અને માતા સીતાની અભદ્ર રીતે મજાક ઉડાવતા નાટકના વિરોધમાં ABVPએ (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) પુણેની સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટીમાં ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. આ મામલે બંને પક્ષો તરફથી ફરિયાદ કરવામાં આવી છે. આ નાટકનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેની ઉપર આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. પોલીસે આ મામલે ફેકલ્ટી અને વિદ્યાર્થીઓની ધરપકડ કરી લીધી છે.

    માહિતી પ્રમાણે આ સમગ્ર મામલો સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટીનો (SPPU) છે. જ્યાં શુક્રવાર (1 ફેબ્રુઆરી, 2024)ના રોજ ભગવાન રામ અને માતા સીતાની મજાક ઉડાવતા એક નાટકનું આયોજન કરવામાં હતું. નાટકનું નામ ‘જબ વી મેટ’ રાખવામાં આવ્યું હતું. આ સમગ્ર નાટકનું આયોજન લલિત કલા કેન્દ્રના સ્ટેજ પર કરવામાં આવ્યું હતું. આ નાટકમાં માતા સીતાને સિગરેટ પીતાં દર્શાવવામાં આવ્યાં હતાં.

    આ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ ભગવાન રામ અને સીતાને આમ અપમાનજનક રીતે પ્રસ્તુત કરવા પર વિરોધ નોધાવ્યો હતો. ABVPના કાર્યકર્તાઓએ આ અપમાનજનક નાટકને ચાલુમાં જ રોકી દીધું હતું, જે પછી મામલો ઉગ્ર બન્યો હતો. જેમાં અમુક વિદ્યાર્થીઓને શારીરિક ઈજાઓ પણ પહોંચી હતી.

    - Advertisement -

    ABVPના કાર્યકર્તાઓએ રામાયણ, ભગવાન રામ અને સીતા માતાની મજાક ઉડાવતા નાટકના આયોજકોને સમજાવ્યું હતું કે, રામાયણ કોઈ પૌરાણિક કથા નથી, પરંતુ એક ઈતિહાસ છે. એટલે ભગવાન રામ અને માતા સીતાનું અપમાન કરવાની કોઈને છૂટ મળી શકે નહીં.

    ભગવાનની મશ્કરી કરતા આ નાટકમાં માતા સીતાનું ચરિત્ર રજૂ કરી રહેલી વિદ્યાર્થીનીને સિગરેટ પીતી દર્શાવવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ વાયરલ વિડીયો નાટકના રિહર્સલના સમયનો છે. ABVP પુણેએ વિડીયોને સોશિયલ મીડિયા X પર શૅર કરતાં લખ્યું કે, “સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટીના લલિત કલા કેન્દ્ર વિભાગ દ્વારા આયોજિત નાટકમાં પ્રભુ શ્રીરામ અને સીતા માતાને જોકરોની જેમ દર્શાવવામાં આવી રહ્યાં હતાં”.

    ABVPએ આ ઘટના વિશે જણાવતાં આગળ લખ્યું કે, “ABVP પુણે મહાનગરના કાર્યકર્તાઓએ આ નાટકને રોકી દીધું છે. ABVP પુણેએ નિશ્ચય કર્યો છે કે હિંદુ દેવી-દેવતાઓ વિશે આવી ભાષા સહન કરવામાં નહીં આવે. આ ઘટના સાથે સંબંધિત આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

    સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સીટીના સુરક્ષા વિભાગ સાથે સંકળાયેલા સુરેશ ભોંસલેએ જણાવ્યું કે, “અમને આ નાટકના આયોજનથી સંબધિત કોઈ જાણકારી આપવામાં આવી ન હતી. આ ઘટના પછી અમને જાણ થઇ હતી. હાલ આ મામલે બંને પક્ષોએ ચતુહશ્રુંગી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસને બંને પક્ષે નિવેદનો નોંધ્યાં છે. આ અંગે પોલીસે જણાવ્યું કે, તપાસ બાદ નાટકના આયોજકો સામે હિંદુઓની ધાર્મિક લાગણી દુભાવવા મામલે કાર્યવાહી કરવામાં આવશે. પછીથી જાણવા મળ્યું હતું કે પુણે પોલીસે લલિત કલા શાખાના પ્રોફેસર અને 6 વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓની ધરપકડ કરી લીધી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં