Sunday, April 28, 2024
More
    હોમપેજરાજકારણજે જમીન દિલ્હી હાઈકોર્ટની, તેના પર બની ગયું AAPનું કાર્યાલય: સુપ્રીમ કોર્ટેમાં...

    જે જમીન દિલ્હી હાઈકોર્ટની, તેના પર બની ગયું AAPનું કાર્યાલય: સુપ્રીમ કોર્ટેમાં પહોંચ્યો મામલો તો CJI પણ દંગ રહી ગયા, કહ્યું- પરત કરો ભૂભાગ

    સુપ્રીમ કોર્ટે કહ્યું, દિલ્હી હાઈકોર્ટની જમીન પર એક રાજકીય પક્ષનું કાર્યાલય ચાલી રહ્યું છે તે આશ્ચર્યજનક છે. સાથે કોર્ટે કહ્યું કે, આ જમીન દિલ્હી હાઈકોર્ટની છે અને તેને પરત કરવામાં આવે.

    - Advertisement -

    દિલ્હી હાઈકોર્ટને ફાળવવામાં આવેલી જમીન પર AAPએ કાર્યાલય ઊભું કરી દીધું હોવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ અંગે સુપ્રીમ કોર્ટે મંગળવારે (13 ફેબ્રુઆરી, 2024) કહ્યું કે, દિલ્હીના રાઉઝ એવન્યુ ખાતે આવેલું આમ આદમી પાર્ટીનું (AAP) રાજકીય કાર્યાલય કબજે કરેલી જમીન પર બનાવવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે, જે જમીન પર આ રાજકીય કાર્યાલય બનાવી દેવામાં આવ્યું છે, તે જમીન દિલ્હી હાઈકોર્ટને ફાળવવામાં આવી છે. સાથે જ કોર્ટે આમ આદમી પાર્ટીને હાઈકોર્ટની જમીન પરત કરવા માટે પણ કહ્યું છે.

    સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દિલ્હી હાઈકોર્ટની જમીન પર એક રાજકીય પક્ષનું કાર્યાલય ચાલી રહ્યું છે તે આશ્ચર્યજનક છે. સાથે કોર્ટે કહ્યું કે, આ જમીન દિલ્હી હાઈકોર્ટની છે અને તેને પરત કરવામાં આવે. કોર્ટે નિર્દેશ આપતાં કહ્યું કે, દિલ્હી સરકારના મુખ્ય સચિવ, PWD સચિવ અને નાણાં સચિવે આગામી તારીખ પહેલાં જ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ સાથે બેઠક યોજવી જોઈએ અને આ મામલાને તાત્કાલિક ધોરણે ઉકેલવો જોઈએ. AAPએ હાઈકોર્ટની જમીન પર બનાવેલું કાર્યાલય ખાલી કરી દેવું જોઈએ.

    ‘કોઈ રાજકીય દળ તેના પર કઈ રીતે બેસી શકે?’- SC

    સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે, કોઈપણ વ્યક્તિ કાયદાને પોતાના હાથમાં ના લઈ શકે. તેમણે સવાલ કર્યો કે, “કોઈ રાજકીય પક્ષના તેના પર કઈ રીતે બેસી શકે છે? હાઈકોર્ટને કબજો આપી દેવામાં આવવો જોઈએ. હાઈકોર્ટ તેનો ઉપયોગ કોના માટે કરશે? માત્ર જનતા અને નાગરિકો માટે જ કરશે.”

    - Advertisement -

    CJIએ વધુમાં કહ્યું કે, તમામ અતિક્રમણ દૂર કરવામાં આવશે અને આગળના દિશાનિર્દેશો માટે સોમવારે (19 ફેબ્રુઆરી, 2024) આ મામલાની સુનાવણી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે દેશભરમાં ન્યાયિક માળખાને લગતા કેસનો નિકાલ કરતી વખતે આ મુદ્દાની નોંધ લીધી અને આ બાબતો કહી હતી.

    ‘આ જમીન હાઈકોર્ટને પરત કરવી પડશે’

    નોંધનીય છે કે, CJI ચંદ્રચૂડના નેતૃત્વવાળી ન્યાયાધીશ જેબી પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની બેન્ચને મગળવારે (13 ફેબ્રુઆરી) એમિક્સ ક્યુરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાઈકોર્ટના અધિકારીઓ ફાળવવામાં આવેલી પોતાની જમીન પર કબજો કરવા માટે ગયા હતા, પરંતુ ત્યાં એક રાજકીય દળનું કાર્યાલય ઊભું કરી દેવામાં આવ્યું છે. તેથી અધિકારીઓ તે જમીનનો કબજો લઈ શક્યા નહીં. દિલ્હી સરકારના કાયદા સચિવ ભરત પરાશરે પણ કોર્ટને જણાવ્યું હતું કે, આ જમીન 2016થી આમ આદમી પાર્ટી પાસે છે. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે આ જમીન દિલ્હી હાઈકોર્ટને પરત કરવી પડશે. આ માટે કોર્ટે દિલ્હી સરકારના મુખ્ય સચિવ, PWD સેક્રેટરી અને નાણાં સચિવને બેઠક યોજીને ઉકેલ શોધવા માટે કહ્યું છે.

    ઉલ્લેખનીય છે કે, અગાઉની સુનાવણીમાં, સુપ્રીમ કોર્ટે દિલ્હી જિલ્લા ન્યાયતંત્રમાં માળખાકીય સુવિધાઓ માટે ભંડોળ પૂરું પાડવા પ્રત્યેના ઉદાસીન વલણ માટે દિલ્હી સરકારની ટીકા કરી હતી. તે સમયે CJIએ કહ્યું હતું કે, માર્ચ 2021 સુધીમાં ચારમાંથી ત્રણ પ્રોજેક્ટ માટે મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ આ પ્રોજેક્ટ્સ માટે ભંડોળ બહાર પાડવામાં આવ્યું ન હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં