Thursday, September 19, 2024
More
    હોમપેજગુજરાત'પાડોશી દેશોમાં લઘુમતીઓને નહીં થવા દઈએ પ્રતાડિત': અમદાવાદમાં CAA હેઠળ 188 પાકિસ્તાની...

    ‘પાડોશી દેશોમાં લઘુમતીઓને નહીં થવા દઈએ પ્રતાડિત’: અમદાવાદમાં CAA હેઠળ 188 પાકિસ્તાની હિંદુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે આપ્યા પ્રમાણપત્ર

    પાકિસ્તાનમાં મઝહબી કટ્ટરતાનો શિકાર બનેલા 188 હિંદુ શરણાર્થીઓને નાગરિકતા આપવાના આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત હતા. તે સિવાય રાજ્ય કેબિનેટના અનેક મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગને પોતાના માટે ખૂબ ભાવુક ગણાવીને અમિત શાહે CAA ઉપલબ્ધિઓ ગણાવી હતી.

    - Advertisement -

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાત પર છે. દરમિયાન તેમણે રવિવારે (18 ઑગસ્ટ) અમદાવાદમાં 188 પાકિસ્તાની હિંદુઓને ભારતીય નાગરિકા પ્રમાણપત્ર એનાયત કર્યા છે. આ તમામ શરણાર્થી હિંદુઓને CAA હેઠળ ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ સહિતના વિપક્ષને આડેહાથ લીધું હતું. તેમણે કોંગ્રેસ પર CAA વિરુદ્ધ મુસ્લિમોને ભડકાવવાનો આરોપ પણ લગાવ્યો છે. કોંગ્રેસ પર તુષ્ટિકરણનો આરોપ લગાવીને તેમણે કહ્યું હતું કે, ધર્મના આધાર પર થયેલા વિભાજનના કારણે ઉઠેલા મુદ્દાઓ ભૂલી શકાય નહીં. અમિત શાહની સભા દરમિયાન શરણાર્થી હિંદુઓએ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા પણ લગાવ્યા હતા.

    પાકિસ્તાનમાં મઝહબી કટ્ટરતાનો શિકાર બનેલા 188 હિંદુઓને નાગરિકતા આપવાના આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત હતા. તે સિવાય રાજ્ય કેબિનેટના અનેક મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગને પોતાના માટે ખૂબ ભાવુક ગણાવીને અમિત શાહે CAA ઉપલબ્ધિઓ ગણાવી હતી. તેમણે CAAને ન્યાય અને અધિકાર આપનારો કાયદો ગણાવ્યો હતો. તેમણે તે પણ જણાવ્યું હતું કે, પહેલાંના સમયે પાકિસ્તાનમાંથી પ્રતાડિત થઈને આવતા હિંદુ, શીખ, જૈન અને બૌદ્ધોને ભારતમાં પણ હેરાન કરવામાં આવતા હતા.

    ‘વોટબેંક ખોવાના ડરે કોંગ્રેસે નહોતી આપી નાગરિકતા’- અમિત શાહ

    કેન્દ્રીય ગૃહમંત્રીએ ભારતને એકમાત્ર એવો દેશ ગણાવ્યો જેનું ધર્મના આધારે વિભાજન થયું છે. તેમણે કહ્યું કે, “ભારત આવેલા શરણાર્થીઓ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં તેમના પર થયેલા અત્યાચારને ક્યારેય ભૂલી શકતા નથી. કારણ કે તેમના પરિવારોને પણ ખતમ કરી દેવામાં આવ્યા હતા.” તેમણે વધુમાં કહ્યું કે, “રમખાણો દરમિયાન પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના હિંદુઓએ જે પીડાનો સામનો કર્યો હતો તેટલી પીડાદાયક ઘટના વિશ્વમાં બીજી કોઈ નથી.” તેમનો આરોપ છે કે, અગાઉની કોંગ્રેસ સરકારોએ શરણાર્થી હિંદુઓને તેમની વોટ બેંક ગુમાવવાના ડરથી નાગરિકતા આપી ન હતી. તેમણે આવા રાજકારણને ‘સૌથી મોટું પાપ’ ગણાવ્યું હતું.

    - Advertisement -

    અમિત શાહે આરોપ લગાવ્યો કે, “પ્રતાડિત થઈને આવેલા હિંદુ શરણાર્થીઓ સાથે અયોગ્ય વ્યવહાર થઈ રહ્યા હતા અને આ જ કોંગ્રેસ સરકારોએ કરોડો ઘૂસણખોરોને દેશમાં ઘૂસવા દીધા હતા.” CAAને કોંગ્રેસની ભૂલોનું સમાધાન ગણાવીને અમિત શાહે કહ્યું કે, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજબૂત ઈચ્છાશક્તિનો પુરાવો છે. કોંગ્રેસ પાર્ટી પર CAA વિરુદ્ધ ભ્રમ ફેલાવવાનો આરોપ લગાવતા તેમણે, કહ્યું કે મુસ્લિમોને ઉશ્કેરવામાં આવ્યા હતા. અંતમાં તેમણે કહ્યું કે CAA કોઈની નાગરિકતા છીનવી લેવાનો કાયદો નથી પરંતુ શરણાર્થીઓને નાગરિકતા આપવાનો કાયદો છે. આ સાથે જ તેમણે પાડોશી દેશોના લઘુમતીઓ પ્રત્યેની નીતિ પણ સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું કે, “CAA હેઠળ લઘુમતીઓને નાગરિકતા આપવામાં આવશે, પાડોશી દેશના લઘુમતીઓને આપણે પ્રતાડિત થવા દઇશું નહીં.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં