ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં એક સત્સંગ દરમિયાન થયેલી ભાગદોડમાં લગભગ 130 લોકોના મોત નીપજ્યા છે. ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. મૃતકોમાં મહિલાઓ અને નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. ભાગદોડનું પ્રાથમિક કારણ કથાકારના કાફલાને રસ્તો આપવા ભીડને એક તરફ રોકવાનું કહેવામાં આવી રહ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સીએમ યોગી આદિત્યનાથે ઘટનાને લઈને દુઃખ જતાવ્યું છે. તેમણે પ્રદેશના સચિવ અને ડીજીપીને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવકાર્યમાં ઝડપ લાવવા નિર્દેશ આપ્યા છે.
દૈનિક જાગરણના અહેવાલ અનુસાર, આ ઘટના હાથરસના સિકંદરારાઉ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. મંગળવારે (2 જુલાઈ, 2024) અહીંના એટા રોડના ફૂલરાય ગામમાં એક મોટા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હજારો લોકો હાજર રહ્યા હતા. સત્સંગ પૂરો થયા પછી ટોળું પોતપોતાના ઘેર જવા નીકળી રહ્યું હતું. આ દરમિયાન કથાકાર પણ બહાર આવવા લાગ્યા હતા. તેમને રસ્તો આપવા માટે એક તરફના ટોળાને રોકવામાં આવ્યું હતું. જે તરફ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો તે બાજુ પાછળથી લોકોના ધક્કા આગળ ઉભેલા ભક્તો પર વધવા લાગ્યા હતા.
हाथरस से बहुत बड़ी घटना की खबर आ रही हे
— Samira (@Logical_Girll) July 2, 2024
भगदड़ में कुछ लोगो की जान चली गई है।
दोषियों को सख्त सजा मिलनी चाहिए
भगवान उनकी आत्मा को शांति दे 🙏#hathras #हाथरसpic.twitter.com/eTGFPowsOJ
જણાવવામાં આવી રહ્યું છે કે થોડી જ વારમાં ત્યાં ભાગદોડમાં મચી ગઈ હતી. હજારો લોકોની ભીડને ત્યાં હાજર પ્રશાસન અને સુરક્ષા તંત્ર પણ સંભાળી શકી ન હતી. ભીડમાં રહેલા લોકો એકબીજાને કચડવા લાગ્યા. આ ભાગદોડના કારણે સ્થળ પર ગુંગળામણ અને બફારો વધી ગયો હતો. ખાસ કરીને મહિલાઓ અને બાળકો આ ભાગદોડનો પહેલો શિકાર બન્યા હતા. પરિસ્થિતિને સંભાળવા માટે વહીવટીતંત્ર ભારે ફોર્સ સાથે પહોંચ્યું હતું. જો કે ત્યાં સુધીમાં લગભગ 100 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જો કે સત્તાવાર રીતે અત્યાર સુધીમાં 60 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
जनपद हाथरस की दुर्भाग्यपूर्ण दुर्घटना में हुई जनहानि अत्यंत दुःखद एवं हृदय विदारक है।
— Yogi Adityanath (@myogiadityanath) July 2, 2024
मेरी संवेदनाएं शोक संतप्त परिजनों के साथ हैं।
संबंधित अधिकारियों को राहत एवं बचाव कार्यों के युद्ध स्तर पर संचालन और घायलों के समुचित उपचार हेतु निर्देश दिए हैं।
उत्तर प्रदेश सरकार में मा.…
આ સત્સંગ દરમિયાન થયેલી ભાગદોડમાં સેંકડો લોકો ઘાયલ પણ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં અનેકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મુખ્ય સચિવ મનોજ સિંહ અને ડીજીપી પ્રશાંત કુમારને નિર્દેશ આપ્યો છે કે તેઓ તાત્કાલિક હાથરસ પહોંચે અને રાહત અને બચાવ કામગીરીની દેખરેખ રાખે. ઘટનાની તપાસ માટે એડીજી આગ્રા અને અલીગઢ વિભાગના કમિશનરને નિયુક્ત કરવામાં આવ્યા છે. તપાસ રિપોર્ટ 24 કલાકમાં રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.