Saturday, April 27, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિસુરતમાં સંપન્ન થયા રામમય લગ્ન: હીરા વેપારીના પુત્રએ ભગવાન રામના વેશમાં કર્યા...

    સુરતમાં સંપન્ન થયા રામમય લગ્ન: હીરા વેપારીના પુત્રએ ભગવાન રામના વેશમાં કર્યા વિવાહ, તો નવવધુ પણ માતા સીતાના રંગમાં રંગાઈ

    વરરાજાના પિતા દિનેશ મોણપરાએ જણાવ્યું હતું કે, "8 મહિના અગાઉ 22મી જાન્યુઆરીના દિવસે મારા દીકરાના લગ્ન નક્કી કર્યા હતા. પરંતુ જ્યારે 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિર માટેની રામલલાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તારીખ જાહેર થઈ ત્યારે અમે સૌ કોઈ ખુશ થઈ ગયા હતા."

    - Advertisement -

    22 જાન્યુઆરી અયોધ્યા રામ મંદિરમાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહ અને ઉમંગ દેખાઈ રહ્યા હતા. આખો દેશ રામમય થઈ ગયો હતો. દરેક વ્યક્તિ આ ક્ષણને માણી લેવા માટે આતુર હતા. ત્યારે સુરતના એક હીરા વેપારીના પુત્રના લગ્ન પણ 22 જાન્યુઆરીએ જ થવા જઈ રહ્યા હતા. જેને લઈને પરિવારમાં પણ આનંદનું મોજું ફરી વળ્યું હતું. હીરા વેપારીના પુત્રએ લગ્નને યાદગાર બનાવવા માટે અનોખી રીતે લગ્ન કર્યા હતા. તેમણે ભગવાન રામના વેશમાં લગ્ન વિધિ પૂર્ણ કરી હતી. સાથે નવવધુએ પણ માતા સીતાનો વેશ ધારણ કર્યો હતો.

    22 જાન્યુઆરીએ સુરતના એક હીરા વેપારીના પુત્રએ ભગવાન રામના વેશમાં લગ્ન વિધિ પૂર્ણ કરી હતી. વરરાજા જ્યારે ભગવાન રામનું રૂપ ધારણ કરીને લગ્ન મંડપમાં પહોંચ્યા તો ત્યાં હાજર સૌ કોઈ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા અને ‘જય શ્રીરામ’ના નારા લગાવવા લાગ્યા હતા. આ અનોખા લગ્નએ સ્થાનિક લોકોની સાથે આખા સુરતમાં આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત વરરાજાની સાથે નવવધુ પણ માતા સીતાના રંગમાં રંગાઈ હતી. માતા સીતાનો વેશ ધારણ કરીને નવવધુને લગ્ન મંડપમાં લાવવામાં આવી હતી.

    પિતાની ઈચ્છા પુત્રએ પૂર્ણ કરી

    સુરતમાં આવેલા શુભમ જેમ્સના માલિક દિનેશ મોણપરાની એવી ઈચ્છા હતી કે તેમનો પુત્ર ભગવાન રામના વેશમાં લગ્ન કરે. જ્યારે તેમના પુત્ર રાજ મોણપરાએ તેમના પિતાની આ ઈચ્છાને પૂર્ણ કરી હતી. દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન એક એવી ક્ષણ હોય છે જેને લોકો મીઠું સંભારણું બનાવવા માંગતા હોય છે. ત્યારે રાજ મોણપરાના લગ્ન 22 જાન્યુઆરીના શુભ દિવસે નક્કી થયા હતા. તેમનો પરિવાર આર્થિક રીતે ઘણો સમૃદ્ધ છે, તેમ છતાં તેમણે ભગવાન શ્રીરામના વેશમાં આવીને લગ્ન વિધિ પૂર્ણ કરી હતી. તેમણે પોતે જ સનાતન સંસ્કૃતિને આગળ વધારવા માટે આ નિર્ણય લીધો હતો.

    - Advertisement -

    વરરાજાના પિતા દિનેશ મોણપરાએ જણાવ્યું હતું કે, “8 મહિના અગાઉ 22મી જાન્યુઆરીના દિવસે મારા દીકરાના લગ્ન નક્કી કર્યા હતા. પરંતુ જ્યારે 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિર માટેની રામલલાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તારીખ જાહેર થઈ ત્યારે અમે સૌ કોઈ ખુશ થઈ ગયા હતા. મારા દીકરાના લગ્ન ખૂબ જ સારા દિવસે લેવાયા હોવાનો અલગ જ આનંદ થયો હતો. લગ્નના દિવસે પહેરવા માટે મારા દીકરાએ કપડાં પહેલાં જ નક્કી કરી લીધા હતા.”

    દિનેશ મોણપરાએ વધુમાં જણાવ્યું કે, “પરંતુ અંતિમ બે-ત્રણ દિવસ દરમિયાન જે પ્રકારનો દેશભરની અંદર ભગવાન રામ પ્રત્યેનો આદરભાવ જોવા મળ્યો હતો અને આખું વાતાવરણ રામમય બની ગયું હતું, ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે મારો પુત્ર જો રામ બનીને લગ્ન વિધિમાં જોડાશે તો સરસ લાગશે. જ્યારે મે તેને આ વિશે જણાવ્યું તો તેણે તરત જ તૈયારી દર્શાવી. ડિઝાઇનર કપડાંને બાજુમાં રાખીને મારા દીકરાએ રામના વેશમાં લગ્ન મંડપમાં આવી વિધિ પૂર્ણ કરી હતી.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં