Saturday, May 4, 2024
More
    હોમપેજવગેરે...રખોપા જેને રામના…: સુરતના કતારગામમાં ફટાકડા ફોડતા બાળક પર ગાડી ફરી વળી,...

    રખોપા જેને રામના…: સુરતના કતારગામમાં ફટાકડા ફોડતા બાળક પર ગાડી ફરી વળી, સામાન્ય ઈજાઓ સાથે આબાદ બચાવ, CCTV વિડીયો વાયરલ

    વાયરલ થયેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે આ બાળક પોતાના ઘરની બહાર ફટાકડા ફોડી રહ્યો છે. બાળક જમીન પર બેસીને ફટાકડો સળગાવી રહ્યો છે, આ દરમિયાન એક કાળા રંગની વોલ્વો કાર અચાનક ત્યાં આવી ચઢે છે. આ ગાડીના તોતિંગ ટાયર બાળકના શરીર પર ફરીવળે છે, આ સમગ્ર ઘટનાથી અજાણ કાર ચાલક પુરપાટ ગાડી હંકારી મુકે છે અને બાળક ત્યાં જ ઢળી પડે છે.

    - Advertisement -

    પદ્મશ્રી કવિ દુલાભાયા કાગ એટલે કે આપણા કાગ બાપુની એક રચનાની પંક્તિ, “એના ખાંભા રે હજી કોઈથી નથી ખેહવાણા, રખોપા જેને રામના રે..” અર્થાત જેને ભગવાન રામના રખોપા/રક્ષણ છે તે વ્યક્તિનું ક્યારેય કોઈ અહિત નથી કરી શકતું. આ પંક્તિ સાર્થક કરતી એક ઘટના સુરતમાં બનવા પામી હતી. સુરતના કતારગામમાં પોતાના ઘરની બહાર ફટાકડા ફોડતા બાળક પર ગાડી ફરી વળી હતી. જોકે આ દુર્ઘટનામાં સદનસીબે બાળકનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

    ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારને આખા દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો. ભગવાન રામના વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા પરત આવવાના આ તહેવારમાં લોકોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ફટાકડા ફોડીને ઉજવ્યો. આવી જ રીતે સુરતમાં એક 7 વર્ષનો બાળક પોતાના ઘરની બહાર ફટાકડા ફોડી રહ્યો હતો. પરંતુ જે સમયે બાળક ફટાકડા ફોડી રહ્યો હતો તે દરમિયાન જ એક કાળા રંગની ગાડી કાળ બનીને આ બાળકને કચડીને ચાલી ગઈ હતી. આ ઘટના ઘરની નજીક લાગેલા એક CCTV કેમેરામાં કેદ થઇ હતી.

    કતારગામમાં બાળક પર ગાડી ફરી વળવાનો વાયરલ થયેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે આ બાળક પોતાના ઘરની બહાર ફટાકડા ફોડી રહ્યો છે. બાળક જમીન પર બેસીને ફટાકડો સળગાવી રહ્યો છે, આ દરમિયાન એક કાળા રંગની વોલ્વો કાર અચાનક ત્યાં આવી ચઢે છે. આ ગાડીના તોતિંગ ટાયર બાળકના શરીર પર ફરી વળે છે. આ સમગ્ર ઘટનાથી અજાણ કાર ચાલક પુરપાટ ગાડી હંકારી મુકે છે અને બાળક ત્યાં જ ઢળી પડે છે.

    - Advertisement -

    ઘટના બાદ બાળકના માતાપિતા પણ દોડી આવ્યા હતા અને તાત્કાલિક તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોવામાં વિચલિત કરનારી આ ઘટનામાં સુખદ અને રાહત આપનારી બાબત તે છે કે જે બાળક પર ગાડી ફરી વળી, તે બાળક આ જીવલેણ અકસ્માતમાં આબાદ રીતે બચી ગયો છે. બાળકને હાથ અને માથાના ભાગે સામાન્ય ઈજાઓ તો પહોંચી છે, પરંતુ ભગવાન શ્રી રામના પર્વની ઉજવણી કરતા આ બાળકને મોત પણ ન આંબી શક્યું. માત્ર સામાન્ય ઈજાઓ સાથે સુરતના આ બાળક માથેથી મોટી ઘાત ટળી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં