બિનહિંદુઓ દોરા-ધાગા અને ઝાડફૂંકના નામે લોકોને ભરમાવતા હોય તેવી અનેક ઘટનાઓ પહેલાં પણ સામે આવી છે અને તાજેતરમાં સુરતમાં આવો એક બનાવ જોવા મળ્યો. સુરતના અમરોલીમાં એક શખ્સે ઝાડફૂંકના નામે યુવતીઓ સાથે અભદ્રતા કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીની ઓળખ ઈમરાન તરીકે થઈ છે. આ ઘટનાનો એક વિડીયો સામે પણ સામે આવ્યો છે. આ વિડીયોમાં તે યુવતીઓને માર મારતો તેમજ ગાળો ભાંડતો પણ જોવા મળી રહ્યો છે. પોલીસના ધ્યાને મામલો આવતાં તેના ઘરે જઈને શોધ્યો હતો, પરંતુ તાળું મારીને ફરાર થઈ ગયો. હાલ પોલીસ તેને શોધી રહી છે.
છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં કેટલીક યુવતીઓ નજરે પડી રહી છે. તેમની સાથે એક લીલી ટોપીવાળો વ્યક્તિ પણ નજરે પડી રહ્યો છે જે અગરબત્તી અને ધૂપ કરીને યુવતીઓ સામે રાખી રહ્યો છે. આ વિડીયોમાં તે યુવતીઓને ગાળો ભાંડીને તેમની સાથે અભદ્ર વર્તન કરતો પણ નજરે પડે છે. વિડીયોમાં નજરે પડતા ઇસમનું નામ ઈમરાન ઉર્ફે જોલિયો હોવાનું સામે આવ્યું છે.
આરોપ છે કે ઇમરાન ભૂત-પ્રેત અને વળગાડ દૂર કરવાના નામે મહિલાઓ સાથે અભદ્રતા કરતો હતો. તેની આ હરકતોનો વિડીયો વાયરલ થતાં જ અમરોલી પોલીસે તેના પર સંજ્ઞાન લીધું હતું. જોકે પોલીસ તેના ઘરે પહોંચે તે પહેલાં જ ઈમરાન ઘરને તાળું મારીને ભાગી છૂટ્યો હતો. મહત્વનું છે કે ઇમરાન પર અગાઉ પણ બળાત્કાર જેવા ગંભીર આરોપો લાગી ચૂક્યા છે. હાલ પોલીસ તેને શોધી રહી છે.
આ સમગ્ર મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ સુરતની અમરોલી પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યાંથી જણાવવામાં આવ્યું હતું કે, હાલ કોઈએ પોલીસ ફરિયાદ નથી આપી. પોલીસ પોતે જ સંજ્ઞાન લઈને ઇમરાનને ઝડપી લેવા કાર્યવાહી કરી રહી છે.
આરોપી ઈમરાન, પણ મીડિયાએ લખ્યું- ભૂવો
અહીં આરોપી ઈમરાન નામનો મુસ્લિમ વ્યક્તિ હોવા છતાં મીડિયા તેને ‘ભૂવો’ ગણાવી રહ્યું છે. સામાન્ય રીતે ‘ભૂવો’, ‘તાંત્રિક’ વગેરે શબ્દો હિંદુઓ માટે વપરાતા રહ્યા છે. મુસ્લિમ વ્યક્તિઓ માટે ‘ફકીર’ કે ‘એલમી’ આ શબ્દો લખી શકાય. પરંતુ મીડિયા ક્યારેય આવા બધામાં પડ્યા વગર આરોપીનો ધર્મ ગમે તે હોય, શબ્દો એ જ વાપરે છે, જે હિંદુઓ માટે વપરાતા રહ્યા છે.
સુરતમાં ભૂવાના ઢોંગ ધતિંગના વીડિયો વાયરલ
— News18Gujarati (@News18Guj) May 15, 2024
વળગાડ દૂર કરવાના નામે ભૂવાના ધતિંગ#News18Gujarati #GujaratiNews #BREAKINGNEWS #NewsUpdate pic.twitter.com/m6MWczPXnZ
અહીં આ કિસ્સામાં અનેક મીડિયા ચેનલોએ આરોપીને ‘ભૂવો’ ગણાવ્યો છે. મોટાભાગનાની હેડલાઈનમાં પણ ચોખવટ કરવામાં આવી નથી. આ કિસ્સામાં વાચકને લાગ્યા વગર રહે નહીં કે આરોપી ચોક્કસ હિંદુ જ હશે, પરંતુ અહીં એવું નથી.