Tuesday, June 18, 2024
More
  હોમપેજગુજરાત‘નવાં સપનાં, સંકલ્પો અને સિદ્ધિઓને સાકાર કરવાનું મહત્વપૂર્ણ માધ્યમ બનશે આ સમિટ’:...

  ‘નવાં સપનાં, સંકલ્પો અને સિદ્ધિઓને સાકાર કરવાનું મહત્વપૂર્ણ માધ્યમ બનશે આ સમિટ’: 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો PM મોદીએ શુભારંભ કરાવ્યો

  બુધવારે (10 જાન્યુઆરી) ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. વિશ્વના અનેક ઔદ્યોગિક જૂથો આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમિયાન PM મોદીએ સંબોધન પણ કર્યું હતું.

  - Advertisement -

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (10 જાન્યુઆરી, 2023) વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નો શુભારંભ કરાવ્યો હતો. આ સમિટમાં વિશ્વના ઘણા દેશો અને અગ્રણી ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો. આ સાથે ભારતના ઘણા મોટા બિઝનેસ ગ્રુપ્સ અને અગ્રણી લોકોએ તેમાં ભાગ લીધો હતો અને ગુજરાતમાં રોકાણ કરવાની જાહેરાત પણ કરી હતી. આ સમિટને સંબોધતા PM મોદીએ કહ્યું હતું કે, ભારતના દરેક ખૂણે તમારા માટે તકો છે. આ સાથે જ તેમણે વર્લ્ડ ઓર્ડરમાં વિશ્વમિત્ર તરીકેની ભૂમિકામાં ભારત કઈ રીતે અગ્રેસર છે, તેના વિશે પણ વાત કરી હતી. તેમણે આગામી 25 વર્ષમાં દેશને વિકસિત બનાવવાના લક્ષ્ય વિશે કહ્યું હતું. એ ઉપરાંત તેમણે ભારતના અર્થતંત્ર અને વિશ્વમાં ભારતની સ્થિતિ અંગેની પણ માહિતી આપી હતી.

  બુધવારે (10 જાન્યુઆરી) ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. વિશ્વના અનેક ઔદ્યોગિક જૂથો આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમિયાન PM મોદીએ સંબોધન પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમૃત કાળમાં આ પહેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ છે. એટલા માટે તે ભારત માટે ખૂબ મહત્વની ગણાય છે. ભારત વિશ્વ માટે આશાના નવા કિરણ તરીકે ઊભરી આવ્યું છે. આ ઉપરાંત તેમણે UAEના રાષ્ટ્રપતિને મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાને ભારત અને UAEના મજબૂત આત્મીય સંબંધોનું પ્રતિક ગણાવ્યું હતું.

  ‘ભારત વિશ્વમિત્રની ભૂમિકામાં આગળ વધી રહ્યું છે’

  PM મોદીએ સમિટને સંબોધિત કરતી વખતે કહ્યું કે, “ઝડપથી બદલાતા વર્લ્ડ ઓર્ડરમાં ભારત વિશ્વમિત્રની ભૂમિકામાં આગળ વધી રહ્યું છે. આજે ભારતે દુનિયાને એ વિશ્વાસ અપાવ્યો છે કે, આપણે સમાન લક્ષ્ય નક્કી કરી શકીએ છીએ અને પોતાના લક્ષ્યને પ્રાપ્ત પણ કરી શકીએ છીએ.” તેમણે વધુમાં કહ્યું કે, “વિશ્વ કલ્યાણ માટે ભારતની પ્રતિબદ્ધતા, ભારતની નિષ્ઠા, ભારતના પ્રયાસો અને ભારતનો પરિશ્રમ આજની દુનિયાને વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બનાવી રહ્યો છે. ઝડપથી બદલાતા વર્લ્ડ ઓર્ડરમાં ભારત વિશ્વમિત્રની ભૂમિકામાં અગ્રેસર છે.”

  - Advertisement -

  PM મોદીએ સંબોધન દરમિયાન વધુમાં કહ્યું કે, “ભારતની સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂર્ણ થયા છે અને હવે ભારત આગામી 25 વર્ષોના લક્ષ્ય પર કામ કરી રહ્યું છે. જ્યારે ભારત પોતાની આઝાદીના 100 વર્ષ મનાવશે ત્યાર સુધીમાં અમે ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ 25 વર્ષનો કાર્યકાળ ભારતનો અમૃતકાળ છે. આ અમૃતકાળમાં આ પહેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઇ રહી છે. એટલા માટે જ તે ભારત માટે ખૂબ મહત્વની ગણાય છે.” વડાપ્રધાને આ સાથે ઉમેર્યું હતું કે, અમૃતકાળની આ પ્રથમ વાઇબ્રન્ટ સમિટ નવાં સપનાં, સંકલ્પ અને સિદ્ધિઓને સાકાર કરવાનું મહત્ત્વપૂર્ણ માધ્યમ બની રહેશે.

  આ ઉપરાંત તેમણે કહ્યું કે, “વિશ્વ ભારતને સ્થિરતાના એક મહત્વપૂર્ણ સ્તંભ તરીકે જુએ છે. એક મિત્ર જેના પર વિશ્વાસ કરી શકાય, એક સાથી જે જન-કેન્દ્રિત વિકાસમાં વિશ્વાસ કરે છે, એક અવાજ જે વૈશ્વિક કલ્યાણમાં વિશ્વાસ કરે છે, ગ્લોબલ સાઉથનો અવાજ, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં વિકાસનું એક એન્જિન, સમાધાન શોધવા માટેનું એક તકનીકી હબ, પ્રતિભાશાળી યુવાનોનું પાવરહાઉસ.” આ ઉપરાંત તેમણે કહ્યું કે, ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં