Monday, May 6, 2024
More
    હોમપેજગુજરાત₹26.33 લાખ કરોડના રોકાણ માટે MoU, અનેક નવા પ્રોજેક્ટ: સફળ રહી વાઈબ્રન્ટ...

    ₹26.33 લાખ કરોડના રોકાણ માટે MoU, અનેક નવા પ્રોજેક્ટ: સફળ રહી વાઈબ્રન્ટ સમિટ, ગૃહમંત્રી શાહે કહ્યું- ઉત્પાદન અને રોકાણ માટે પ્રથમ પસંદગી બન્યું ગુજરાત

    સમાપન પ્રસંગે હાજર રહેલા ગૃહમંત્રી શાહે આ ઉપલબ્ધિઓ બદલ રાજ્ય સરકારને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે, આ સમિટ યુગ પરિવર્તનની શરૂઆત છે અને આજે ઉત્પાદન અને રોકાણ માટે વિશ્વમાં ભારત અને ભારતમાં ગુજરાત પ્રથમ પસંદગી બન્યું છે. 

    - Advertisement -

    પાટનગર ગાંધીનગરમાં યોજાયેલ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નું સમાપન થયું છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. આ સમિટમાં 41,299 પરિયોજનાઓમાં કુલ ₹26.33 લાખ કરોડના રોકાણ માટે MoU કરવામાં આવ્યા છે. 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે X પર એક પોસ્ટ કરતાં કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024એ એક નવો કીર્તિમાન રચ્યો છે. વર્ષ 2022માં કોરોના મહામારીના કારણે સ્થગિત વાઈબ્રન્ટ સમિટમાં 57,241 પ્રોજેક્ટમાં 18.87 લાખ કરોડ રૂપિયાના MoU થયા હતા. જ્યારે જાન્યુઆરી, 2024માં આયોજિત વાઈબ્રન્ટ સમિતના 10મા સંસ્કરણમાં 41,299 પરિયોજનોમાં 26.33 લાખ કરોડના રોકાણ માટે MoU કરવામાં આવ્યા છે. આ રીતે ગુજરાતી કુલ 98,540 પરિયોજનાઓ માત્ર 45 લાખ કરોડથી વધુના રોકાણ માટે MoUની ઐતિહાસિક ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે.’

    સમાપન પ્રસંગે હાજર રહેલા ગૃહમંત્રી શાહે આ ઉપલબ્ધિઓ બદલ રાજ્ય સરકારને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે, આ સમિટ યુગ પરિવર્તનની શરૂઆત છે અને આજે ઉત્પાદન અને રોકાણ માટે વિશ્વમાં ભારત અને ભારતમાં ગુજરાત પ્રથમ પસંદગી બન્યું છે. 

    - Advertisement -

    ગૃહમંત્રીએ ઉમેર્યું કે, PM મોદીએ દેશનું સુકાન સંભાળ્યું ત્યારે અર્થવ્યવસ્થામાં ભારત 11મા ક્રમે હતું અને આજે ભારત વિશ્વમાં પાંચમા ક્રમે છે. આગામી સમયમાં ભારત ટોપ 3માં સ્થાન પામશે એ નિશ્ચિત છે. ભારતની અધ્યક્ષતામાં G-20 યોજાઈ, તેમાં ‘વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર’નો મંત્ર હતો. વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે ભારત વિશ્વમિત્ર તરીકે ઊભરી રહ્યું છે, એ આપણા સૌ માટે ગૌરવની વાત છે, એમ તેમણે ઉમેર્યું હતું. 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં સંપન્ન થયેલી સમિટને સફળ ગણાવતા તેમણે ઉમેર્યું કે, “આ સમિટના પગલે વિકસિત ભારતનો ગેટ-વે ગુજરાત બન્યું છે. 4 રાજ્યોના હેડ, 100 દેશોના પ્રતિનિધિઓ અને 16 કન્ટ્રી પાર્ટનર્સની ભાગીદારી એ સ્વયં એક સફળ ગાથા છે. PM મોદીએ વર્ષ 2007માં ગિફ્ટ સિટીનો મૂકેલો વિચાર આજે વટ વૃક્ષ બન્યો છે, એ જ રીતે ધોલેરા SIRની શરૂઆત થઈ ત્યારે ટીકાકારો ટીકા કરતા હતા પરંતુ આજે પરિણામ આપણી સામે છે. માંડલ બેચરાજી આજે ઓટો હબ તરીકે ઉભર્યું છે તો દહેજમાં પેટ્રોકેમિકલ, ભરૂચમાં બલ્ક ડ્રગ પાર્ક, વડોદરામાં બાયો ટેકનોલોજી પાર્કના નિર્માણના પગલે ગુજરાતમાં રોકાણોની સંભાવના વધી છે.”

    ગૃહમંત્રીએ કહ્યું કે, ફ્યુચરિસ્ટિક ઇકોનોમીમાં દેશ આજે અગ્રેસર છે. સેમિકન્ડક્ટર, ગ્રીન ટેકનોલોજી, બાયોફ્યુઅલ જેવાં નવાં ઊભરતાં ક્ષેત્રોમાં ભારત આજે  પાયોનિયર બન્યું છે. ગુજરાતમાં આ પોલિસીને પરિણામલક્ષી અને જમીન પર ઉતારવાનું શ્રેય ગુજરાતની રાજ્ય સરકારને જાય છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં