Monday, October 7, 2024
More
    હોમપેજગુજરાતહિંદુઓના તહેવારમાં મુસ્લિમોને 'No Entry': વડોદરાના માડોધર અને કાયાવરોહણ ખાતે યોજાતા શિવરાત્રીના...

    હિંદુઓના તહેવારમાં મુસ્લિમોને ‘No Entry’: વડોદરાના માડોધર અને કાયાવરોહણ ખાતે યોજાતા શિવરાત્રીના મેળાને લઈને કલેકટરને આપવામાં આવ્યું આવેદન

    આ આવેદન પત્રમાં હિંદુ સંગઠનોએ હરિયાણાના મેવાત, નૂંહ ખાતે શિવજીની શોભાયાત્રા પર થયેલા હુમલાની ઘટના તેમજ વડોદરાની ધાર્મિક યાત્રાઓ પર થયેલા હુમલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    આગામી 8 માર્ચે હિંદુઓનું મહાપર્વ શિવરાત્રી છે. તેવામાં આખા ગુજરાતમાં અનેક શિવ મંદિરોમાં ભવ્ય ધાર્મિક મેળાવડા યોજાશે. આ મહાપર્વને લઈને અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પૈકી વડોદરાના વાઘોડીયા તાલુકામાં આવેલા માડોધર ગામના પૌરાણિક મહારુદ્ર મહાદેવ મંદિરે પણ દર વર્ષની જેમ મેળો યોજાવાનો છે. તેવામાં શિવરાત્રી મહાપર્વ પહેલા વડોદરા ગ્રામ્ય વિશ્વ હિંદુ પરિષદ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યો છે. આ પત્રમાં માંગ કરવામાં આવી છે કે માડોધર અને કાયાવરોહણ ખાતે યોજાતા મહાદેવના મેળામાં મુસ્લિમોને પ્રવેશ નહીં આપવામાં આવે.

    વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે, હિંદુઓના તહેવારોની ભવ્ય ઉજવણીઓમાં બિનહિંદુ, લારી, ગલ્લા, કે ચકડોળ તથા અન્ય સ્ટોલવાળાઓને પ્રવેશ ન આપવામાં આવે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના માડોધર ગમે આવેલા મહારુદ્ર મહાદેવ મંદિર તેમજ ડભોઇ તાલુકામાં આવેલા કાયાવરોહણ ગામે આવેલા પૌરાણિક શિવાલયોમાં શિવરાત્રીના મહાપર્વને લઈને ભવ્ય મેળા યોજાશે. આ મેળામાં કોઈ પણ બિન-હિંદુઓને સ્ટોલ-દુકાનો, પાથરણાવાળા કે પછી ચકડોળવાળાઓને પરવાનગી ન આપવામાં આવે.”

    માડોધરનું પૌરાણિક મહારુદ્ર મહાદેવ મંદિર

    આ આવેદનપત્રમાં હિંદુ સંગઠનોએ હરિયાણાના મેવાત, નૂંહ ખાતે શિવજીની શોભાયાત્રા પર થયેલા હુમલાની ઘટના તેમજ વડોદરાની ધાર્મિક યાત્રાઓ પર થયેલા હુમલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સંગઠને જિલ્લા કલેકટરને આ પત્ર પાઠવીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને તેની નકલ રવાના કરી હતી.

    - Advertisement -

    મેળામાં મુસ્લિમોને પ્રવેશ નહીં આપવા બાબતે વધુ માહિતી મેળવવા ઑપઇન્ડિયાએ વડોદરા ગ્રામ્યના વિશ્વ હિંદુ પરિષદના નેતા વિનોદસિંહ પરમાર સાથે વાત કરી હતી. તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “8 માર્ચ શિવરાત્રીનું મહા પર્વ છે. આ મહાપર્વને ધ્યાનમાં રાખીને આ આવેદન આપવામાં આવ્યું છે. વડોદરા જિલ્લામાં મહાદેવજીના મુખ્ય અને પ્રાચીન 2 મંદિર છે, જેમાં પ્રથમ વાઘોડિયા તાલુકાના માડોધર ખાતે આવેલું મહારુદ્ર મહાદેવ મંદિર અને ડભોઇ તાલુકાનું કાયાવરોહણ શિવાલયનો સમાવેશ થાય છે. આ બંને મંદિરો બહુ જ પ્રાચીન છે અને દર શિવરાત્રીના મહાપર્વે અહીં ભવ્ય લોકમેળો યોજાય છે.”

    મહારુદ્ર મહાદેવ- માડોધર

    તેમણે જણાવ્યું કે, “આ મેળામાં મોટી સંખ્યામાં હિંદુ શ્રદ્ધાળુઓ ભાગ લે છે. મોટી સંખ્યામાં બહેન-દીકરીઓ આ મેળાને મ્હાલવા આવે છે. તેવામાં છેલ્લા કેટલાક સમયથી અમારા ધ્યાને આવી રહ્યું હતું કે આ મેળાઓમાં મોટી સંખ્યામાં મુસ્લિમો લારી, ગલ્લા, પાથરણા અને ચકડોળ તેમજ સ્ટોલ લગાવે છે. છેલ્લા કેટલાક સમયથી હિંદુઓના મહાપર્વોએ શોભાયાત્રાઓ અને ઉજવણીઓમાં અનેક જગ્યાએ કટ્ટરવાદી મુસ્લિમોએ હુમલાઓ કર્યા છે. તો આ મેળાઓમાં આવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમે આવેદનપત્ર આપ્યું છે.”

    આવેદનની જરૂરિયાત શા માટે પડી તેના પર તેમણે જણાવ્યું કે, “તાજેતરમાં જ ગુજરાતથી અયોધ્યા જઈ રહેલી આસ્થા ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વડોદરામાં જ અનેક એવા બનાવો બન્યા છે જેમાં હિંદુઓની શોભાયાત્રાઓ કે ધાર્મિક મેળાવડા પર હુમલા કરવામાં આવ્યા હોય. દેશનો એક પણ એવો ખૂણો બાકી નથી જ્યાં હિંદુઓના તહેવારોમાં કોઈ નવાજુની ન થઈ હોય. એટલા માટે જ આગામી શિવરાત્રી શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે પૂર્વ સાવચેતીના ભાગરૂપે આ પ્રકારનું આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. પ્રશાસન અને સરકારને અમારી માંગ છે કે અમારી રજૂઆતન ધ્યાને લેવામાં આવે. બાકી વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ પોતાની રીતે હિંદુ સમાજની રક્ષા કરવા સક્ષમ છે. આ બંને મેળામાં અમારા કાર્યકર્તાઓ હાજર રહેશે અને તમામ લોકો પર ચાંપતી નજર રાખશે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં