Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતવડોદરા બોટ દુર્ઘટના: 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોનાં મોત, NDRFની ટીમ ઘટનાસ્થળે;...

    વડોદરા બોટ દુર્ઘટના: 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોનાં મોત, NDRFની ટીમ ઘટનાસ્થળે; CM બરોડા જવા રવાના

    હરણી તળાવની દુર્ઘટનાને લઈને ખૂબ વ્યથિત છું. કાળ જ્યારે માસૂમ બાળકોને માતાપિતા પાસેથી છીનવી લે ત્યારે તેમના હૃદય પર શું વીતે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તંત્ર સાથે સતત સંકલનમાં છું અને અન્ય કાર્યક્રમ સ્થગિત કરીને વડોદરા જવા નીકળી રહ્યો છું: CM

    - Advertisement -

    વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલા એક તળાવમાં બોટિંગ દરમિયાન હોડી પલટી જતાં પિકનીક મનાવવા આવેલાં બાળકો ડૂબી ગયાં હતાં. જેમાંથી 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોનાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બાકીનાને બચાવી લેવામાં આવ્યાં છે. બોટમાં કુલ 27 લોકો સવાર હતા. 

    જ્યારે ઘટના બની ત્યારે બોટમાં કુલ 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો સવાર હતા. બોટ અચાનક પલટી જતાં તમામ ડૂબ્યા હતા. જેમાંથી 11ને બચાવી લેવામાં આવ્યાં હતા. આ 11મનથી 7 વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ સાથે 2 શિક્ષકોને પણ બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો ન બચી શક્યા. દેશગુજરાતના રિપોર્ટ અનુસાર, સયાજી હોસ્પિટલમાં 3 જ્યારે જાનવી હોસ્પિટલમાં 9 વિદ્યાર્થીઓનાં મોતની પુષ્ટિ કરવામાં આવી છે. 

    હાલ NDRFની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને બચાવકાર્ય ચાલી રહ્યું છે. બીજી તરફ, કલેક્ટરથી માંડીને ઉચ્ચ અધિકારીઓ અને સાંસદ સહિતના વ્યક્તિઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બીજી તરફ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના તમામ કાર્યક્રમો સ્થગિત કરીને વડોદરા જવા માટે રવાના થઈ રહ્યા છે. 

    - Advertisement -

    X પર એક પોસ્ટ કરતાં CM પટેલે લખ્યું કે, ‘હરણી તળાવની દુર્ઘટનાને લઈને ખૂબ વ્યથિત છું. કાળ જ્યારે માસૂમ બાળકોને માતાપિતા પાસેથી છીનવી લે ત્યારે તેમના હૃદય પર શું વીતે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તંત્ર સાથે સતત સંકલનમાં છું અને અન્ય કાર્યક્રમ સ્થગિત કરીને વડોદરા જવા નીકળી રહ્યો છું. હાલ તંત્ર દ્વારા તાકીદે રાહત-બચાવ અને સારવારની કામગીરી ચાલુ છે. વધુને વધુ જીવન બચાવી શકાય તેવી આપણા સૌની લાગણી અને પ્રાર્થના છે.’

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમના કાર્યાલયે એક પોસ્ટમાં જણાવ્યું કે, PM આ ઘટનાથી વ્યથિત છે અને આ કપરા સમયમાં પીડિત પરિવારોને સંવેદના પાઠવે છે. વડાપ્રધાન કાર્યાલયે PMNRFમાંથી મૃતકોના પરિજનોને ₹2 લાખ અને ઇજાગ્રસ્તોને ₹50,000 આર્થિક સહાય આપવાની ઘોષણા કરી છે. 

    આ ઘટના હરણીના મોટનાથ તળાવમાં બની હતી. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલનાં બાળકો તળાવની મુલાકાતે ગયાં હતાં અને બોટિંગ કરી રહ્યાં હતાં, ત્યારે આ દુર્ઘટના બની હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બોટમાં ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડવામાં આવ્યાં હતાં. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં