Monday, April 22, 2024
More
  હોમપેજગુજરાતકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે: ગાંધીનગર વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા...

  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે: ગાંધીનગર વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરશે, કેમ્પ હનુમાનજી મંદિર ખાતે આરતીમાં ભાગ લેશે

  વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલમાં ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી, દીવ અને દમણનો સમાવેશ થાય છે. આ બેઠકનું આયોજન ભારત સરકારના ગૃહમંત્રાલય હેઠળના આંતર રાજ્ય પરિષદ સચિવાલય દ્વારા ગુજરાત સરકારના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.

  - Advertisement -

  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહિનામાં બીજી વખત ગુજરાતના 2 દિવસીય પ્રવાસે આવ્યા છે. 28 ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે અમિત શાહના અધ્યક્ષ સ્થાને વેસ્ટર્ન કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા. બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે કે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને સંઘ પ્રદેશના એડમિનિસ્ટ્રેશન પ્રફુલ પટેલ હાજર રહ્યા હતા. બેઠક પૂર્ણ કર્યા બાદ ગૃહમંત્રી શાહ ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગની ખુશીમાં કેમ્પ હનુમાન મંદિર ખાતે આયોજિત આરતીમાં ભાગ લેશે.

  ગાંધીનગર ખાતે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 26મી બેઠક

  વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલમાં ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી, દીવ અને દમણનો સમાવેશ થાય છે. આ બેઠકનું આયોજન ભારત સરકારના ગૃહમંત્રાલય હેઠળના આંતર રાજ્ય પરિષદ સચિવાલય દ્વારા ગુજરાત સરકારના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.

  28 ઓગસ્ટના રોજ ગાંધીનગર સ્થિત હોટલ લીલા ખાતે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક મળી રહી છે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક દર બે વર્ષે મળતી હોય છે. કોરોનાના સમયગાળા દરમિયાન આ બેઠકનો ક્રમ જળવાઈ શક્યો નહોતો. જે પછી આ બેઠક ફરી મળવાનું શરૂ થયું છે. આ બેઠક 28 ઓગસ્ટે સવારે 10 વાગ્યે શરૂ થઈ ચૂકી છે અને બપોરે 2 કલાક સુધી બેઠક ચાલશે.

  - Advertisement -

  મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા

  વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં દરેક રાજ્યના 2-2 સિનિયર મંત્રીઓ પણ ભાગ લેવાના છે. આ બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે જેમાં સરહદી ગામોના પ્રશ્નો સહિત આંતરરાજ્યોને સ્પર્શતા મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. રમતગમત ક્ષેત્રે યુવાનોનો ઉત્સાહ વધારવા માટે રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ બેઠકમાં ઇન્ફ્રાસ્ટ્રકચર અને ખાણ-ખનીજના મુદ્દા, પાણી પુરવઠો અને પર્યાવરણના વિષય પર સંવાદ, DBT, ટેલિકોમ્યુનિકેશનના મુદ્દા પર ચર્ચા, સામાન્ય પ્રદેશના હિતના વિષયો, સરહદી ગામોના પ્રશ્નો, આંતરરાજ્યોનાં મુદ્દા, મહિલા-બાળ વિકાસના મુદ્દા પર ચર્ચા અને પોસ્ટની શાખાઓની સુવિધા પર ચર્ચા થવાની છે.

  આ ઉપરાંત અમિત શાહ વેસ્ટર્ન ઝોન કાઉન્સિલમાં ગુજરાતના વલસાડ જિલ્લાના મેઘવાલ, નગર, રાયમલ અને મધુબન એમ ચાર ગામોને સંઘ પ્રદેશોમાં જોડવા અંગે નિર્ણય લેશે. આ અંગે ચાલી રહેલી ચર્ચા વિચારણાનો અંતિમ નિર્ણય લેવાશે.

  પાંચ ઝોનલ કાઉન્સિલની સ્થાપના

  નોંધનીય છે કે રાજ્ય પુનર્ગઠન અધિનિયમ, 1956ની કલમ 15-22 હેઠળ વર્ષ 1957માં પાંચ ઝોનલ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી આ પાંચ ઝોનલ કાઉન્સિલના અધ્યક્ષ ગણાય છે, જ્યારે સંબંધિત ઝોનલ કાઉન્સિલમાં સમાવિષ્ટ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પ્રશાસક, કેન્દ્રશાસિત પ્રદેશોના લેફટનન્ટ ગવર્નર તેના સભ્યો છે. દરેક રાજ્યમાંથી વધુ બે મંત્રીઓને રાજ્યપાલ દ્વારા કાઉન્સિલના સભ્યો તરીકે નીમવામાં આવે છે.

  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા એ દરમિયાન વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક ઉપરાંત અમદાવાદના શાહીબાગમાં આવેલા કેમ્પ હનુમાન મંદિરની પણ મુલાકાત લેશે અને ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બદલ કેમ્પ હનુમાન મંદિર ખાતે આરતી કરશે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં