Tuesday, September 10, 2024
More
    હોમપેજક્રાઈમસુરત: સગીરાની છેડતીના CCTV ફૂટેજ વાયરલ કરવા મામલે વધુ એક 'પત્રકાર'ની ધરપકડ,...

    સુરત: સગીરાની છેડતીના CCTV ફૂટેજ વાયરલ કરવા મામલે વધુ એક ‘પત્રકાર’ની ધરપકડ, એકે મેળવ્યા બાદ બીજાએ વિડીયો શૅર કર્યો હતો

    તપાસમાં સામે આવ્યું હતું કે CCTV ફૂટેજનો વિડીયો તુષાર બસિયાએ વાયરલ કર્યો છે, પરંતુ તેને આ વિડીયો આપનાર વ્યક્તિ અન્ય કોઈ છે. દરમ્યાન, પોલીસ તપાસમાં સુરતમાં એક ન્યૂઝ ચેનલ ચલાવતા વંદન ભાદાણીનું નામ સામે આવ્યું હતું.

    - Advertisement -

    ગત જાન્યુઆરીમાં સુરતના સિંગણપોરમાં એક 12 વર્ષીય બાળકીની છેડતીની ઘટના સામે આવી હતી, જેના CCTV ફૂટેજનો વિડીયો ફરતો થઈ ગયો હતો. ધોળા દિવસે રોડ પર જઈ રહેલી બાળકી સાથે એક ઇસમ છેડતી કરતો જોવા મળે છે. આ મામલે પોલીસે આરોપી તેમજ આ વિડીયો વાયરલ કરવા બદલ એક ‘પત્રકાર’ સામે ગુનો દાખલ કર્યો હતો. હવે આ પત્રકારને વિડીયો આપનાર સુરતના એક અન્ય ‘પત્રકાર’ની ધરપકડ કરવામાં આવી છે. જેની ઓળખ વંદન ભાદાણી તરીકે થઈ છે.

    બાળકીના માતાપિતાએ પહેલાં આ મામલે ફરિયાદ નહોતી નોંધાવી. પરંતુ વિડીયો વાયરલ થયો અને પોલીસના ધ્યાને આવ્યો ત્યારબાદ પોલીસે બાળકીના વાલીને બોલાવીને ફરિયાદ લીધી હતી. ફરિયાદ બાદ પોલીસે આરોપી શ્રમિકને રાજસ્થાનથી પકડીને જેલહવાલે કરી દીધો હતો. બીજી તરફ સોશિયલ મીડિયામાં સગીર વયની બાળકીની ઓળખ છતી થાય તેવો વિડીયો વાયરલ કરવા મામલે પોલીસે તુષાર બસિયા નામના વ્યક્તિની અટકાયત કરી હતી અને પૂછપરછ કરી હતી. તુષાર બસિયા એક ખાનગી ન્યૂઝ ચેનલમાં કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

    આ દરમિયાન સામે આવ્યું હતું કે CCTV ફૂટેજનો વિડીયો તુષાર બસિયાએ વાયરલ કર્યો છે, પરંતુ તેને આ વિડીયો આપનાર વ્યક્તિ અન્ય કોઈ છે. દરમિયાન, પોલીસ તપાસમાં સુરતમાં એક ન્યૂઝ ચેનલ ચલાવતા વંદન ભાદાણીનું નામ સામે આવ્યું હતું. પોલીસે વંદનને પૂછપરછ માટે બોલાવી તપાસ કરતાં તમામ હકીકત સામે આવી હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરીને જેલમાં ધકેલાયો હતો.

    - Advertisement -

    શું હતી આખી ઘટના

    ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં સુરતના સિંગણપોર ખાતે રહેતી મહારાષ્ટ્રના પરિવારની દીકરી શાળાએથી છૂટીને ઘરે જઈ રહી હતી. આ દરમિયાન નજીકની સોસાયટીમાં કન્ટ્રકશન કામ ચાલી રહ્યું હતું, અહીં કામ કરતા એક મજૂરે રસ્તે જઈ રહેલી આ બાળકી સાથે જાહેરમાં શારીરિક અડપલું કર્યું હતું. બાળકીએ ઘરે જઈને તેના માતાપિતાને આ વિશે જાણ કરતાં તેમણે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી લખવી હતી.

    અરજી દાખલ થયાના થોડા સમય બાદ જ આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા. વાયરલ થયેલા આ વિડીયોમાં બાળકી સ્પષ્ટ દેખાતી હતી અને તેની ઓળખ છતી થઈ હતી. વિડીયો વાયરલ થયા બાદ સુરતની સિંગણપોર પોલીસે બાળકીના માતાપિતાને બોલાવીને FIR નોંધી છેડતી કરનાર આરોપીની ધરપકડ કરી હતી. આ દરમિયાન CCTV ફૂટેજ વાયરલ કરનાર લોકો વિરુદ્ધ પણ ગુનો નોંધાયો હતો. નોંધવું જોઈએ કે કાયદા અનુસાર કોઇ પણ છેડતી કે બળાત્કાર પીડિત મહિલા કે તેનાં પરિજનોની ઓળખ અને અન્ય વિગતો સાર્વજનિક કરી શકાતી નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં