Monday, April 29, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિસુરતના વેપારીએ હીરાના હારમાં સમાવી સંપૂર્ણ રામાયણ: 5 હજાર અમેરિકન ડાયમંડ અને...

    સુરતના વેપારીએ હીરાના હારમાં સમાવી સંપૂર્ણ રામાયણ: 5 હજાર અમેરિકન ડાયમંડ અને 2 કિલો ચાંદીથી અયોધ્યા રામ મંદિર થીમ પર બનાવ્યો આકર્ષક નેકલેસ

    40 કારીગરોની 30 દિવસની મહેનત બાદ આ હાર તૈયાર કરવામાં આવ્યો છે. જેનું વજન અંદાજે 2 કિલો છે. એ ઉપરાંત હારમાં જે લટકણ મૂકવામાં આવ્યા છે તેમાં નકશીકામથી રામાયણના અધ્યાય દર્શાવવામાં આવ્યા છે. જે સંપૂર્ણ રામાયણનો સાર પૂરો પાડે છે.

    - Advertisement -

    22 જાન્યુઆરીના શુભ દિવસે અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જેની ઉજવણી દેશભરમાં કરવામાં આવશે. સાધુ-સંતોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેશે. દેશના કરોડો લોકો તે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે નવનિર્મિત ઐતિહાસિક શ્રીરામ મંદિર માટે અને આરાધ્ય પ્રભુ શ્રીરામ માટે દેશભરના લોકો ભેટ અર્પણ કરવા આતુર છે. ત્યારે સુરતના એક વેપારીએ પણ ભગવાન રામને ભેટ આપવાનું નક્કી કર્યું છે. તેમણે રામ મંદિર થીમ પર આકર્ષક નેકલેસ તૈયાર કર્યો છે. વેપારી દ્વારા માત્ર નેકલેસ જ નહીં પરંતુ રામ મંદિર સાથે સમગ્ર રામ દરબાર પણ તૈયાર કરવામાં આવ્યો છે.

    સુરતના જ્વેલર્સ વેપારીએ રામ મંદિર થીમ પર અનોખો અને આકર્ષક નેકલેસ તૈયાર કર્યો છે. 40 જેટલા કારીગરોની 30 દિવસની મહેનત બાદ આ નેકલેસ તૈયાર થયો છે. તેમાં રામ દરબારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત તો તે છે કે, આખા હાર પર સંપૂર્ણ રામાયણના અધ્યાયો કંડારવામાં આવ્યા છે. આ નેકલેસને 5 હજાર અમેરિકન ડાયમંડ અને 2 કિલો ચાંદીથી બનાવવામાં આવ્યો છે. નેકલેસ સાથેના આ રામ દરબારને રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સાથે અયોધ્યામાં ભેટ આપવામાં આવશે.

    અદભૂત નકશીકામ કામ કરી તૈયાર કરાયો નેકલેસ

    સુરતમાં રસેલ જ્વેલર્સના વેપારીએ નેકલેસ પર રામ મંદિર સાથે રામ દરબાર પણ તૈયાર કર્યો છે. આ અદભૂત નેકલેસને સુરતના સરસાણા ડોમ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી દ્વારા યોજાયેલા રૂઝટ એક્સપો એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યો છે. જેમાં વેપારીએ અયોધ્યામાં નિર્માણ પામેલા રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ, રામ-લક્ષ્મણ અને સીતા માતાની પ્રતિમા, સોનાના હરણ અને હાર પર સંપૂર્ણ રામાયણના અધ્યાય દર્શાવતા નકશીકામ સાથેના ચિત્ર બનાવી તૈયાર કર્યા છે. સુરતના વેપારીએ તૈયાર કરેલો આ નેકલેસ હાલ ખૂબ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.

    - Advertisement -

    અયોધ્યામાં ભેટ સ્વરૂપે અર્પણ કરાશે નેકલેસ

    હાર બનાવનાર વેપારી રોનક ધોડિયાએ જણાવ્યું કે, “અયોધ્યામાં જે રામ મંદિર બનાવવામાં આવ્યું છે તેનાથી પ્રેરિત થઈને આ હાર બનાવવાનું અમે નક્કી કર્યું હતું.” તેમણે વધુમાં કહ્યું, “ત્યારબાદ અમે ત્રણ પાર્ટનરે મળીને રામ મંદિર સાથે રામ દરબારનો સેટ બનાવ્યો હતો.” આ ઉપરાંત તેમણે ઉમેર્યું કે, “આ રામ મંદિરનો નેકલેસ અમે લોકોને વેચવા કે પ્રદર્શિત કરવા માટે નથી બનાવ્યો. રામ મંદિર બન્યા બાદ સમગ્ર દેશમાંથી લોકોએ કોઈક ને કોઈક રીતે પોતાનું યોગદાન આપ્યું છે. ત્યારે અમે પણ રામ મંદિરમાં અલગ અને કંઈક વિશેષ યોગદાન આપવા ઈચ્છતા હતા. જે માટે અમે રામ મંદિર સાથેનો હાર તૈયાર કર્યો છે.”

    રામ મંદિર થીમ પર નેકલેસ તૈયાર કરનાર વેપારી અને તેમના પાર્ટનર (ફોટો: ભાસ્કર)

    નોંધનીય છે કે 40 કારીગરોની 30 દિવસની મહેનત બાદ આ હાર તૈયાર કરવામાં આવ્યો છે. જેનું વજન અંદાજે 2 કિલો છે. એ ઉપરાંત હારમાં જે લટકણ મૂકવામાં આવ્યા છે તેમાં નકશીકામથી રામાયણના અધ્યાય દર્શાવવામાં આવ્યા છે. જે સંપૂર્ણ રામાયણનો સાર પૂરો પાડે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં