Sunday, October 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરત: કારમાંથી મળી આવેલા 75 લાખ રૂપિયા મામલે સામે આવ્યું કોંગ્રેસ કનેક્શન,...

    સુરત: કારમાંથી મળી આવેલા 75 લાખ રૂપિયા મામલે સામે આવ્યું કોંગ્રેસ કનેક્શન, પૈસા લેવા પહોંચેલા પાર્ટીના વરિષ્ઠ નેતા CCTVમાં ભાગતા દેખાયા

    બી. એમ સંદીપ સુરતમાં મહિધરપુરા વિસ્તારમાં આંગડિયા પેઢી પાસેથી 75 લાખ રોકડા લેવા માટે પહોંચ્યા હતા. પરંતુ ત્યારે જ ત્યાં પોલીસ પણ આવી પહોંચતાં ત્યાંથી ભાગી છૂટ્યા હતા.

    - Advertisement -

    ચૂંટણી પહેલાં પૈસાની હેરફેર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, તેવામાં તાજેતરમાં સુરતમાં એક કારમાંથી 75 લાખ રૂપિયા મળી આવ્યા હતા. હવે આ કેસના તાર કોંગ્રેસ સાથે જોડાતા હોય તેમ જાણવા મળી રહ્યું છે. આ મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ બી. એમ સંદીપ અને રાજસ્થાન યુથ કોંગ્રેસના નેતાનું નામ ખૂલ્યું છે, જેમાંથી એકની ધરપકડ પણ કરી લેવાઈ છે. 

    કોંગ્રેસ સચિવ બી. એમ સંદીપ સુરતમાં મહિધરપુરા વિસ્તારમાં આંગડિયા પેઢી પાસેથી 75 લાખ રોકડા લેવા માટે પહોંચ્યા હતા. પરંતુ ત્યારે જ ત્યાં પોલીસ પણ આવી પહોંચતાં ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ દરમિયાન તેઓ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. હવે, આ મામલે સ્થાનિક પોલીસ અને ઇન્કમ ટેક્સ વિભાગે તપાસ શરૂ કરી છે. 

    બી. એમ સંદીપ કર્ણાટકના ચિકમંગલુરુના રહેવાસી છે અને કોંગ્રેસ પાર્ટીના સચિવ તરીકે ફરજ બજાવે છે. ઉપરાંત, પાર્ટીએ તેમને ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે પણ જવાબદારી સોંપી છે. જે કાર જપ્ત કરવામાં આવી તેમાંથી તેમનો આધાર કાર્ડ પણ મળી આવ્યો હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. 

    - Advertisement -

    ચૂંટણી નજીક હોવાથી રૂટિન ચેકીંગ દરમિયાન પોલીસ અને ચૂંટણી પંચની ટીમને મહિધરપુરા વિસ્તારની એક કારમાંથી 74.80 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. મહારાષ્ટ્ર RTOના પાસિંગની આ કાર સાથે બે યુવાનો પણ પકડાયા હતા, જ્યારે કોંગ્રેસ નેતા બી. એમ સંદીપ ભાગી છૂટ્યા હતા. કારમાંથી રાહુલ ગાંધીની સભાના VVIP પાસ પણ મળી આવ્યા હતા. 

    સ્થળ પરથી પકડાયેલા બે આરોપીઓ પૈકીના એક ઉદય ગુર્જરના સોશિયલ મીડિયા અકાઉન્ટ અનુસાર, તે રાજસ્થાન યુથ કોંગ્રેસનો પ્રદેશ સચિવ છે. તેની કેટલીક તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે, જેમાં તે અશોક ગેહલોત સહિતના કોંગ્રેસી નેતાઓ સાથે જોવા મળે છે. આ ઉપરાંત, અન્ય એક આરોપીની ઓળખ મોહમ્મદ ફૈઝ તરીકે થઇ છે. જે સુરતનો જ રહેવાસી છે. 

    પોલીસે પૂછપરછ કરતાં પકડાયેલા ઈસમોએ જણાવ્યું હતું કે, આ પૈસા શ્રીરામ આંગડિયા પેઢી મારફતે મહિધરપુરા મોકલવામાં આવ્યા હતા અને ત્યાંથી પૈસા મેળવી લેવાના હતા. ત્યારબાદ કોના સુધી પહોંચાડવા તે અંગે ફોન પર વાતચીત થનાર હતી. 

    બીજી તરફ, સુરત કોંગ્રેસના નેતા નૈષધ દેસાઈએ આ મામલે કોંગ્રેસ પાર્ટીને કશું લાગતું-વળગતું ન હોવાનું જણાવ્યું છે અને એમ પણ કહ્યું કે, આ પાર્ટીને બદનામ કરવાનું કાવતરું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં