Saturday, July 27, 2024
More
    હોમપેજગુજરાત‘ગૂગલ કહે છે- મરી જા’: સુરતમાં મોબાઈલની લતના કારણે યુવતીએ આપઘાત કર્યાના...

    ‘ગૂગલ કહે છે- મરી જા’: સુરતમાં મોબાઈલની લતના કારણે યુવતીએ આપઘાત કર્યાના અહેવાલ, માનસિક બીમારીની સારવાર ચાલતી હતી

    અહેવાલોમાં જણાવાયું છે કે, મૃતક યુવતી વધુ પડતાં મોબાઈલના ઉપયોગના કારણે માનસિક અસ્વસ્થ બની ગઈ હતી. તેને ઉઠતાં-બેસતા ગમે ત્યાં મોબાઈલ અને ગુગલ જ દેખાતા હતા. તે ગુગલને એક જીવિત વ્યક્તિ માની બેઠી હતી અને તેની સાથે વાતો પણ કરવા લાગી હતી.

    - Advertisement -

    ટેકનોલોજી માણસ માટે જેટલી ઉપયોગી છે, તેટલા જ તેના ગેરફાયદા પણ છે. તેના દુરુપયોગ અને વ્યસનથી તે શાપરૂપ પણ બની શકે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો સુરતથી સામે આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, સુરત શહેરના ગોતીપુરા વિસ્તારમાં આવેલ મોટી છીપવાડ ખાતે રહેતા અને જરી કામ કરતાં રાણા પરિવારની 20 વર્ષીય યુવતીએ મોબાઈલના લતના કારણે આપઘાત કરી લીધો છે. મૃતક વિશાખાના પરિવારે મીડિયાને જણાવ્યું હતું કે, “તે કહેતી હતી કે, મને ગૂગલ દેખાય છે, ગૂગલ ખાવાની ના પાડી છે, ગૂગલ કહે છે, તું મરી જા.” પરિવારે કહ્યું કે, તેને મંદિર લઈને જતાં તો ત્યાં પણ તેને મોબાઈલ જ દેખતો હતો.

    માહિતી અનુસાર, સુરત શહેરના ગોતીપુરા વિસ્તારમાં રહેતા પરિવારની 20 વર્ષીય પુત્રીએ પોતાના જ ઘરમાં ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પરિવારના જણાવ્યા અનુસાર, “20 વર્ષીય વિશાખા ઘણા સમયથી મોબાઈલનું વ્યસન ધરાવતી હતી. તે કહ્યા કરતી હતી કે, ગુગલે ખાવાની ના પાડી છે અને મરવાનું કહ્યું છે. તે મોબાઈલમાં ગૂગલ પર ફેસ એક્સરસાઈઝ કરતી રહેતી હતી, જેથી તેનું મોં વળી જતાં તેને ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યાં તેની સારવાર ચાલી રહી હતી, પરંતુ સ્વાસ્થ્યમાં કોઈ સુધાર ન આવતા તેની માનસિક વિભાગના તબીબ પાસે સારવાર શરૂ કરવામાં આવી હતી. છેલ્લા એક માસથી તેની પાસેથી મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યો હતો. જે દરમિયાન ઘરમાં તે એકલી હતી ત્યારે તેણે ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.” યુવતીએ આપઘાત કરી લેતા પરિવારજનોમાં પણ શોક વ્યાપી ગયો હતો.

    અહેવાલોમાં જણાવાયું છે કે, મૃતક યુવતી વધુ પડતાં મોબાઈલના ઉપયોગના કારણે માનસિક અસ્વસ્થ બની ગઈ હતી. તેને ઉઠતાં-બેસતા ગમે ત્યાં મોબાઈલ અને ગૂગલ જ દેખાતાં હતાં. તે ગૂગલને એક જીવિત વ્યક્તિ માની બેઠી હતી અને તેની સાથે વાતો પણ કરવા લાગી હતી. આ દરમિયાન તે એવું કહેતી કે, ગૂગલ તેને જે પણ કરવાનું કહેશે, તે તે પોતે કરશે. જે બાદ તે ઘણા સમયથી પરિવારમાં એવું કહી રહી હતી કે, ગૂગલ તેને ખાવાની ના પાડે છે અને કહે છે કે, ‘મરી જા’. જે બાદ અચાનક જ યુવતીનો મૃતદેહ મળી આવે છે.

    - Advertisement -

    આ મામલે સુરતની અઠવા પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે. યુવતીના આપઘાત કેસ મામલે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે યુવતીના આપઘાત કેસ મામલે પરિવારજનોના નિવેદન નોંધ્યા છે અને જરૂરી તપાસ પણ કરવામાં આવી રહી

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં