Saturday, October 5, 2024
More
    હોમપેજક્રાઈમસુરત: ટ્યુશન જવાનું કહીને ઘરેથી નીકળેલી 19 વર્ષની હિંદુ યુવતી દુબઈ પહોંચી,...

    સુરત: ટ્યુશન જવાનું કહીને ઘરેથી નીકળેલી 19 વર્ષની હિંદુ યુવતી દુબઈ પહોંચી, 8 દિવસ બાદ પરત આવી; પાડોશમાં રહેતો સમીર શેખ ભગાડી લઇ ગયો હોવાનો માતા-પિતાનો આરોપ

    તપાસ કરી રહેલી અઠવા પોલીસે તેની બેનપણીની પૂછપરછ કરતાં ખ્યાલ આવ્યો હતો કે યુવતી દુબઈ પહોંચી ગઈ હતી. જોકે ઘટનાના 8 દિવસ બાદ યુવતી પરત આવી ગઈ હતી અને પોલીસ સામે હાજર થઈ ગઈ હતી.

    - Advertisement -

    સુરતથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનની હદમાં રહેતી એક 19 વર્ષીય હિંદુ યુવતી ટ્યુશન ક્લાસ જવા નીકળી અને અચાનક ગુમ થઇ ગઈ હતી. માતાપિતાએ પોલીસની મદદથી તપાસ કરતા ખ્યાલ આવ્યો કે એમની દીકરી ભારતમાં જ નથી, તે દુબઈ ચાલી ગઈ છે. અંતે 8 દિવસે યુવતી પરત આવી. બીજી તરફ માતાપિતાએ આક્ષેપ કર્યો છે કે નજીકમાં રહેતો મુસ્લિમ યુવક તેને ભગાડીને લઇ ગયો હતો. તેમણે ‘લવ જેહાદ’નો આરોપ લગાવ્યો છે. જોકે, કોઇ પોલીસ ફરિયાદ થઈ નથી.

    મળતી માહિતી અનુસાર, સુરતના રૂદરપુરા ખાતે રહેતા હિંદુ પરિવારની દીકરી બે મહિના પહેલાં ટ્યુશન ક્લાસ જવાનું કહીને ઘરેથી નીકળી ગઈ હતી. મોડે સુધી તે પરત ન ફરતાં પરિવારે તેની શોધખોળ આદરી હતી. દીકરીની કોઈ ભાળ નહોતી મળી રહી અને તેનો નંબર પણ બંધ આવતો હતો, જેથી પરિવારે અઠવા પોલીસ સ્ટેશનમાં દીકરીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન તેના ઘરના આસપાસના CCTV તપાસતાં યુવતી ક્યાંક જતી હોવાનું નજરે પડ્યું હતું.

    દરમિયાન તપાસ કરી રહેલી અઠવા પોલીસે તેની બેનપણીની પૂછપરછ કરતાં ખ્યાલ આવ્યો હતો કે યુવતી દુબઈ પહોંચી ગઈ હતી. જોકે ઘટનાના 8 દિવસ બાદ યુવતી પરત આવી ગઈ હતી અને પોલીસ સામે હાજર થઈ ગઈ હતી. પોલીસ સમક્ષ હાજર થઈને યુવતીએ પોતે જ દુબઈ ગઈ હોવાનું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે તે પોતે જ પોતાના પગ પર ઉભી થવા દુબઈ ગઈ હતી અને ત્યાં કોફી શૉપમાં નોકરી કરતી હતી. તેણે કહ્યું હતું કે, હવે તે પરત આવી ગઈ છે અને માતાપિતા સાથે રહેવા નથી માંગતી. યુવતી તેના ફોઈ સાથે જવા માંગતી હોઈ પોલીસે તેને તેના ફોઈને બોલાવી તેમની સાથે મોકલી આપી હતી.

    - Advertisement -

    માતા-પિતાએ કહ્યું- પુત્રીનું બ્રેનવૉશ કરવામાં આવ્યું

    હવે તેના માતા-પિતા સામે આવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે તેમની દીકરી લવ જેહાદનો ભોગ બની છે. તેમનો આરોપ છે કે તેમના નજીક રહેતો મુસ્લિમ યુવક સમીર શેખ પહેલાં પોતે દુબઈ ગયો અને બાદમાં તેમની દીકરીને ત્યાં બોલાવી દીધી. પરિવારે આરોપ લગાવ્યો છે કે સમીરે પ્રેમજાળમાં ફસાવીને તેમની દીકરીનું નામ બદલીને મુસ્લિમ નામ રાખી દીધું હતું. તે છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી તેને ફસાવવાના પ્રયાસ કરતો હોવાનો પણ પિતાએ આરોપ લગાવ્યો છે.

    તેમણે કહ્યું કે, તેમની પુત્રીનું બ્રેનવૉશ કરવામાં આવ્યું છે અને સાથે આરોપ લગાવ્યો કે તે તેમની દીકરીને બુરખો પહેરાવતો હતો. યુવતીના માતાપિતાએ દાવો કર્યો હતો કે તેમની વાતની સાબિતી માટે તેમની પાસે ફોટા છે જેમાં તેમની દીકરીએ બુરખો પહેર્યો છે. તેમણે કહ્યું કે હજુ પણ તે વાત માની રહી નથી અને તેમની નજરમાં હવે મા-બાપ કશું જ નથી. તેને એવી રીતે ફસાવવામાં આવી છે કે હવે બીજી કોઇ વાત સાંભળવા માટે તૈયાર નથી.

    રિપોર્ટ અનુસાર, બંને દુબઈ હોવાની જાણ થતાં જ યુવતીના પરિજનો તેને પરત મોકલવા માટે સમીરના પરિવારને દબાણ કરવા માંડ્યા હતા. આખરે દબાણના કારણે સમીરે યુવતીને પરત મોકલી દીધી હતી અને તે ત્યાં જ રોકાયો હતો. જોકે, યુવતીએ પરત આવીને એવું કોઇ નિવેદન નથી આપ્યું જેના કારણે સમીરે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં