Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ'સોમનાથની પ્રાણપ્રતિષ્ઠા વખતે કેમ નહોતા બોલ્યા?': રામ મંદિર મહોત્સવનો વિરોધ કરતાં વિપક્ષોને...

    ‘સોમનાથની પ્રાણપ્રતિષ્ઠા વખતે કેમ નહોતા બોલ્યા?’: રામ મંદિર મહોત્સવનો વિરોધ કરતાં વિપક્ષોને ઇન્દ્રભારતી બાપુનો સવાલ, કહ્યું- ક્યા મોઢે કોંગ્રેસ આપી રહી છે નિવેદનો?

    રાજકોટમાં ઇન્દ્રભારતી બાપુએ કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. બાપુનો કોંગ્રેસને સવાલ છે કે, કોંગ્રેસ ક્યા મોઢે રામ મંદિર પર નિવેદનો આપી રહી છે?

    - Advertisement -

    રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે. રામલલાને ગર્ભગૃહમાં વિરાજિત કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેવા સમયે પણ કોંગ્રેસ સહિતના અન્ય વિપક્ષી નેતાઓ રાવણ જેવુ કૃત્ય કરીને રામ મંદિરના પવિત્ર રામકાજમાં અડચણો ઊભી કરી રહ્યા છે. આ સમયે કરોડો રામભક્તો પ્રભુ શ્રીરામના આગમનથી ખુશ છે, તેવામાં વિપક્ષી પાર્ટીઓ રામ મંદિર અને પ્રભુ શ્રીરામ પર વિવાદાસ્પદ નિવેદનો આપી રહી છે. આ વચ્ચે રાજકોટમાં ઇન્દ્રભારતી બાપુએ કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. બાપુનો કોંગ્રેસને સવાલ છે કે, કોંગ્રેસ ક્યા મોઢે રામ મંદિર પર નિવેદનો આપી રહી છે?

    રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં કોંગ્રેસ સહિતના અન્ય વિપક્ષી નેતાઓએ રામ મંદિરને લઈને વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. તે વચ્ચે હવે રાજકોટમાં ઇન્દ્રભારતી બાપુએ પણ કોંગ્રેસને આડેહાથ લીધી છે. કોંગ્રેસને બાપુનો સવાલ છે કે, કોંગ્રેસ ક્યા મોઢે રામ મંદિર પર નિવેદનો આપે છે? રામ મંદિર અંગે વાત કરતાં ઇન્દ્રભારતી બાપુએ કહ્યું કે, “ક્યા લખ્યું છે કે, મંદિર પૂર્ણ બન્યા બાદ જ પ્રાણપ્રતિષ્ઠા કરી શકાય? અગાઉ સોમનાથમાં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રાણપ્રતિષ્ઠા કર્યા બાદ વર્ષો પછી મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું.” તેમણે વધુમાં કહ્યું કે, “કોંગ્રેસ ક્યા મોઢે રામ મંદિર પર નિવેદનો આપી રહી છે?”

    ‘સોમનાથની પ્રાણપ્રતિષ્ઠા વખતે કેમ નહોતા બોલ્યા?’

    રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનો વિરોધ કરી રહેલા સનાતનીઓ અને વિપક્ષી પાર્ટીઓને ઇન્દ્રભારતી બાપુએ કહ્યું કે, “જે સનાતનીઓ અને અન્યો એમ કહેતા હોય કે મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ જ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થઈ શકે. તેમને હું પૂછવા માંગુ છું કે, તેઓ સોમનાથની પ્રાણપ્રતિષ્ઠા વખતે કેમ નહોતા બોલ્યા? અત્યારે કોના કહેવા પર વિરોધ કરવા નીકળ્યા છો?”

    - Advertisement -

    તેમણે વધુમાં કહ્યું કે, “આ દરેક સનાતનીઓ માટે આનંદ અને ઉત્સાહના દિવસો છે. જેમાં જેમને જે સમજવું હોય એ સમજે, કોઈ ફેર પડતો નથી. આ હિંદુઓ માટે ઉત્સવનો સમય છે. જેનાથી સૌ કોઈએ ખુશ થવાની જરૂર છે.” નોંધનીય છે કે, સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે અર્ધનિર્મિત મંદિરમાં કરી હતી. માત્ર ગર્ભગૃહ બન્યા બાદ તેમાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. જે બાદ અંદાજિત 15 વર્ષ બાદ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં