Friday, May 10, 2024
More
    હોમપેજક્રાઈમપ્રાંતિજમાં પૈસાની લેવડદેવડ મામલે હિંદુ પરિવાર પર હુમલો, ખેંચી લઇ જઇને હથિયારો...

    પ્રાંતિજમાં પૈસાની લેવડદેવડ મામલે હિંદુ પરિવાર પર હુમલો, ખેંચી લઇ જઇને હથિયારો વડે માર મારતાં એકનું મોત: અયાઝ-મુનાફ સહિત 17 સામે નામજોગ, 30ના ટોળા સામે ગુનો

    બોલાચાલી બાદ મામલો વધુ ઉગ્ર બનતાં ટોળાએ ઉશ્કેરાઈ જઈને ઘર પાસે રાખવામાં આવેલી કારમાં તોડફોડ શરૂ કરી દીધી હતી અને ત્યારબાદ હિંદુ પરિવારના જ સભ્ય રાજુ ભોઈને ખેંચી લઇ જઈને મારા મારવાનો શરૂ કરી દીધો હતો.

    - Advertisement -

    સાબરકાંઠાના પ્રાંતિજમાં બુધવારે (14 ફેબ્રુઆરી, 2024) મુસ્લિમ શખ્સોના એક ટોળાંએ એક હિંદુ પરિવાર પર હુમલો કરતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ રાજુ ભોઈ તરીકે થઈ છે. મામલો પૈસાની લેવડદેવડનો હોવાનું કહેવાય છે. પોલીસે આ મામલે 17 સામે નામજોગ અને બાકીના ટોળા સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. 

    ઘટનાની વધુ વિગતો એવી છે કે, પ્રાંતિજના ખોડીયાર કૂવા મોટા માઢ વિસ્તારમાં બુધવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ મુસ્લિમ શખ્સોનું ટોળું લાકડીઓ, લોખંડના પાઇપ સહિતનાં હથિયારો લઈને મયુરભાઈ નામના એક વ્યક્તિના ઘરે પહોંચી ગયું હતું અને પૈસાની લેવડદેવડ બાબતે ઝઘડો કર્યો હતો. 

    બોલાચાલી બાદ મામલો વધુ ઉગ્ર બનતાં ટોળાએ ઉશ્કેરાઈ જઈને ઘર પાસે રાખવામાં આવેલી કારમાં તોડફોડ શરૂ કરી દીધી હતી અને ત્યારબાદ હિંદુ પરિવારના જ સભ્ય રાજુ ભોઈને ખેંચી લઇ જઈને મારા મારવાનો શરૂ કરી દીધો હતો. તેમને માથાના ભાગે લોખંડનો પાઇપ મારવામાં આવ્યો અને આડેધડ મારવામાં આવતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. 

    - Advertisement -

    ઇજાગ્રસ્ત હાલતમાં રાજુને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત થઈ ચૂક્યું હતું. બીજી તરફ, બનાવને લઈને પ્રાંતિજ પોલીસને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. પછીથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. 

    મૃતકના પુત્રએ પછીથી આ મામલે ફરિયાદ નોંધાવતાં પ્રાંતિજ પોલીસે 17 મુસ્લિમ વ્યક્તિઓ અને બાકીના ટોળા વિરુદ્ધ IPCની કલમ 302, 323, 143, 147, 148, 149, 504, 506(2), 427 અને GPAની કલમ 135 હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. 

    આ આરોપીઓ વિરુદ્ધ નોંધાયો ગુનો: 

    1. અયાઝ કુરેશી 
    2. મુનાફ કુરેશી 
    3. અયુબ કુરેશી 
    4. રાશીદ મિયાં 
    5. ઇમરાન મિયાં કુરેશી 
    6. મકબૂલ મિયાં કુરેશી 
    7. જાની કમરૂદ્દીન 
    8. રઈસ મિયાં મહેબૂબ ખાન 
    9. મલેક 
    10. સમીર 
    11. મનાન હારુન 
    12. નિસારનો ભાઈ 
    13. રફીક ભટ્ટી
    14. નિસાર મિયાં 
    15. બાબુ અકબર 
    16. યુનુસ મિયાં 
    17. ફિરોજ મિયાં 

    આ 17 સામે નામજોગ જ્યારે બાકીના 30ના ટોળા સામે ફરિયાદ દાખલ કરીને પ્રાંતિજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ જાણકારી મેળવવા ઑપઇન્ડિયાએ પ્રાંતિજ પોલીસનો સંપર્ક કર્યો હતો, પરંતુ સ્થાપિત થઈ ન શક્યો. પ્રત્યુત્તર મળ્યે અપડેટ કરી દેવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં