Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રા પૂર્ણ, કોંગ્રેસમાં ભંગાણ શરૂ: પોરબંદરમાં 350થી વધુનાં રાજીનામાં,...

    ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રા પૂર્ણ, કોંગ્રેસમાં ભંગાણ શરૂ: પોરબંદરમાં 350થી વધુનાં રાજીનામાં, દાહોદમાં 400થી વધુ કાર્યકરોના કેસરિયા

    રાહુલ ગાંધી જેવા યાત્રા પૂર્ણ કરીને ગુજરાત બહાર ગયા કે, તરત જ રાજીનામાંનો દોર ચાલુ થઈ ગયો. દાહોદ કોંગ્રેસમાં ધાનપુર તાલુકાના પ્રમુખ દીપસિંહ ભૂરિયા સાથે 400થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. એ ઉપરાંત પોરબંદરમાં 350થી વધુ રાજીનામાં પડી ગયા છે.

    - Advertisement -

    રાહુલ ગાંધીની ન્યાય યાત્રા હજુ ગુજરાતમાંથી માંડ-માંડ પસાર જ થઈ છે, ત્યાં જ ગુજરાત કોંગ્રેસમાં રાજીનામાં પાડવાની શરૂઆત થઈ ગઈ છે. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી તે પહેલાં જ વિવાદ શરૂ થઈ ગયો હતો. જ્યારે હવે તેમની યાત્રા પૂર્ણ થઈ કે, તરત જ કોંગ્રેસમાં તિરાડ પડવાની શરૂ થઈ ગઈ. જાણવા મળી રહ્યું છે કે, દાહોદ કોંગ્રેસમાંથી એકસાથે 400થી વધુ કાર્યકરો રાજીનામાં આપીને ભાજપમાં જોડાયા છે. એ ઉપરાંત પોરબંદરમાં પણ કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. 350થી વધુ કાર્યકર્તાઓ એકસાથે પાર્ટીના તમામ પદો પરથી રાજીનામાં આપી દીધા છે.

    રાહુલ ગાંધી જેવા યાત્રા પૂર્ણ કરીને ગુજરાત બહાર ગયા કે તરત જ રાજીનામાંનો દોર ચાલુ થઈ ગયો. દાહોદ કોંગ્રેસમાં ધાનપુર તાલુકાના પ્રમુખ દીપસિંહ ભૂરિયા સાથે 400થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. આ ઉપરાંત તેમના સાથે આમ આદમી પાર્ટીના પણ અનેક કાર્યકર્તાઓએ કેસરિયા કરી લીધા છે. આ અગાઉ પણ દાહોદ જિલ્લા કોંગ્રેસમાં એકસાથે અનેક નેતાઓએ રાજીનામાં ધરી દીધા હતા. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા બાદ તરત જ કોંગ્રેસ પાર્ટીના સંગઠન મંત્રી વસંતલાલ પારગી, જીગ્નેશ પારગી, જિલ્લા યૂથ કોંગ્રેસના મંત્રી અર્જુન તાવીયાડે સહિતના અનેક મોટા નેતાઓએ પાર્ટીને રામ રામ કહી દીધા હતા.

    પોરબંદરમાં કોંગ્રેસના સુપડા સાફ

    આ સાથે જ પોરબંદરમાં પણ રાજીનામાં પડવાનો દોર સતત ચાલુ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા રહી ચૂકેલા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ છોડીને ભગવો ધારણ કર્યાના થોડા જ દિવસોમાં પોરબંદર કોંગ્રેસના જિલ્લા અને શહેર પ્રમુખ સહિત 350થી વધુ કાર્યકરોએ રાજીનામાં આપી દીધા છે. હવે પોરબંદર જિલ્લા કોંગ્રેસ પાસે કાર્યકર્તા જેવુ કશું બચ્યું જ નથી. ટૂંક સમયમાં જ કોંગ્રેસને અલવિદા કહેનારા તમામ કાર્યકર્તાઓ ભાજપનો ભગવો ધારણ કરશે.

    - Advertisement -

    પોરબંદરમાં સમીકરણો બદલાવાનું એક કારણ એ પણ છે કે, કોંગ્રેસે અર્જુન મોઢવાડિયાના નાના ભાઈ રામદેવ મોઢવાડીયાને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. રામદેવ મોઢવાડીયાને પક્ષમાંથી બરતરફ કર્યાના ગણતરીના કલાકોમાં જ પોરબંદર જિલ્લામાંથી ધડાધડ રાજીનામાંનો દોર ચાલુ થઈ ગયો હતો. જે બાદ હવે આ તમામ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈને કેસરિયો ખેસ ધારણ કરશે.

    નોંધવ જેવું છે કે, ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા રવિવારે (10 માર્ચ) જ પૂર્ણ થઈ છે. તેમની યાત્રા પૂર્ણ થયા બાદ અચાનક જ રાજીનામાં પડવાનું શરૂ થઈ ગયું છે. ગુજરાત કોંગ્રેસના અમુક નેતાઓ માનતા હતા કે, રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા બાદ પાર્ટી સ્થાયી થશે અને રાજીનામાંનો દોર બંધ થશે. પરંતુ અહીં તો આખું વાતાવરણ જ અલગ જોવા મળી રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં