Monday, June 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતનાં 80 હજાર મુસ્લિમ બાળકોનો અભ્યાસ મદરેસામાં, 7 હજાર લઇ રહ્યાં છે...

    ગુજરાતનાં 80 હજાર મુસ્લિમ બાળકોનો અભ્યાસ મદરેસામાં, 7 હજાર લઇ રહ્યાં છે માત્ર મઝહબી શિક્ષણ; ભાવનગર ટોપ પર: રિપોર્ટ

    7000 બાળકો માત્ર મઝહબી શિક્ષણ મેળવી રહ્યા છે, તેમાં 4700 વિદ્યાર્થીઓ છે અને 2300 વિદ્યાર્થીઓ છે. અમદાવાદ શહેરમાં 200 બાળકો એવા છે, જે માત્ર મઝહબી શિક્ષણ સાથે જોડાયેલા છે. તે સાથે ભાવનગરમાં 1400 અને બનાસકાંઠામાં 11 વિદ્યાર્થીઓ પણ માત્ર મદરેસાનું શિક્ષણ લઈ રહ્યા છે.

    - Advertisement -

    રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) દ્વારા નિર્દેશો અપાયા બાદ શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતભરની મદરેસાઓમાં સરવે હાથ ધરવામાં આવ્યો હતો. મે મહિનાના બીજા અઠવાડિયામાં શરૂ કરવામાં આવેલો સરવે એક સપ્તાહ સુધી ચાલ્યો. આ દરમિયાન મદરેસામાં કેટલાં બાળકો અભ્યાસ કરે છે, તેમાંથી બિનમુસ્લિમ બાળકો છે કે કેમ, તેની સાથે મદરેસાને મળી રહેલા ફંડિંગ, ટીચર્સ અને ઇન્ફ્રાસ્ટ્રકચર વિશે પણ માહિતી મેળવવામાં આવી હતી. આ સરવે દરમિયાન અનેક વિગતો સામે આવી છે. સામે આવેલા આંકડાઓ અનુસાર, રાજ્યભરના 80 હજાર બાળકો મદરેસામાં ભણે અને તેમાંના 7000 બાળકો તો માત્ર મઝહબી શિક્ષણ જ લઈ રહ્યાં છે.

    અખબાર દિવ્ય ભાસ્કરના રિપોર્ટમાં આ બાબતો જણાવવામાં આવી છે. ગુજરાતના 1300થી વધુ મદરેસાઓમાં સરવે કરવામાં આવ્યો હતો. સરવે દ્વારા જાણવા મળ્યું કે, રાજ્યભરનાં 80 હજાર બાળકો મદરેસામાં શિક્ષણ લઈ રહ્યાં છે. આ 80 હજાર બાળકોમાંથી એવા બાળકો પણ ઘણાં છે, જે માત્ર મદરેસામાં જઈને મઝહબી શિક્ષણ જ મેળવી રહ્યાં છે. તેઓ સામાન્ય શિક્ષણ મેળવી રહ્યાં નથી. શાળાએ ન જઈને માત્ર મદરેસાઓમાં જ જતાં હોય તેવાં બાળકોની સંખ્યા ભાવનગર અને બનાસકાંઠા જિલ્લાઓમાં વધુ હોય તેમ જાણવા મળ્યું છે.

    અમદાવાદમાં 200, ભાવનગરમાં 1400 બાળકો નથી લઈ રહ્યા સામાન્ય શિક્ષણ

    1300 મદરેસાઓના સરવે અનુસાર, રાજ્યના 80 હજાર બાળકો મદરેસામાં અભ્યાસ કરે છે. તેમાંથી 73,000 બાળકો મઝહબી શિક્ષણની સાથે સામાન્ય શિક્ષણ પણ મેળવી રહ્યાં છે. જ્યારે અન્ય 7000 બાળકો માત્ર મઝહબી શિક્ષણ મેળવે છે. સરકાર હવે તે અંગે કાર્યવાહી હાથ ધરશે અને તે બાળકોને સામાન્ય શિક્ષણ પણ મળી રહે તે માટેની વ્યવસ્થા કરશે. તે તમામ બાળકોને રેગ્યુલર શિક્ષણ તરફ વાળવા માટે શાળા પ્રવેશોત્સવ દ્વારા પ્રયાસ કરવામાં આવશે.

    - Advertisement -

    જે 7000 બાળકો માત્ર મઝહબી શિક્ષણ મેળવી રહ્યાં છે, તેમાં 4700 વિદ્યાર્થીઓ છે અને 2300 વિદ્યાર્થિનીઓ છે. અમદાવાદ શહેરમાં 200 બાળકો એવાં છે, જે માત્ર મઝહબી શિક્ષણ સાથે જોડાયેલા છે. દિવ્ય ભાસ્કર અનુસાર, ભાવનગરમાં સૌથી વધારે 1400 બાળકો સામાન્ય શિક્ષણ લઈ રહ્યાં નથી. જ્યારે બીજા નંબર પર બનાસકાંઠામાં પણ 1100 બાળકો માત્ર મદરેસાનું શિક્ષણ લઈ રહ્યાં છે.

    એવું માનવામાં આવી રહ્યું છે કે, આ બાળકો માટે શિક્ષણ અને શાળા પણ જરૂરી છે. જેથી મોટા થઈને તેઓ સમાજના પ્રવાહમાં ભળી શકે અને કોઈપણ અસામાજિક તત્વોના કહેવામાં આવીને કોઈપણ પ્રકારની અનિચ્છનિય પ્રવૃતિમાં ન જોડાય. આ ઉપરાંત સમાજમાં ભળવા માટે સામાન્ય શિક્ષણ પણ ખૂબ જરૂરી માનવામાં આવી રહ્યું છે.

    સરેરાશ 6થી 15 વર્ષનાં બાળકો સામાન્ય શિક્ષણ નથી લઈ રહ્યાં

    જે 7 હજાર બાળકો માત્ર અને માત્ર મઝહબી શિક્ષણ જ પ્રાપ્ત કરી રહ્યાં છે. તેમની સરેરાશ ઉંમર 6થી 15 વર્ષની જ છે. 15 વર્ષ પછી જ્યારે તે બાળક સમાજમાં ભળે છે, તો તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નોકરી-વ્યવસાય અને અન્ય શિક્ષણ આધારિત કાર્યોમાં તેઓ સેટ થઈ શકતા નથી. આજીવિકાના સ્ત્રોતના અભાવે આ બાળકો મોટા થઈને ગરીબી તરફ પણ ધકેલાઇ શકે છે. આ બધી પરિસ્થતિ બાદ અસામાજિક પ્રવૃતિ તરફ તેઓ ઝૂકી શકે તે વાતને નકારી શકાય નહીં. આ બધી બાબતોને ધ્યાને લઈને સરકાર દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

    અ બાળકો સમાજમાં સરળતાથી ભળી શકે, મઝહબી શિક્ષણની સાથે દુન્યવી શિક્ષણ પણ મેળવે અને સમાજની મુખ્ય ધારામાં ભળે તે માટે સરકાર હવે પ્રવેશોત્સવમાં વિશેષ ધ્યાન આપશે અને આ બાળકોને સામાન્ય શિક્ષણ તરફ પણ વાળશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં