Saturday, May 4, 2024
More
    હોમપેજક્રાઈમરાંદેર-ભેસ્તાન પોલીસનો બાતમીદાર મોબિન શા જ નીકળ્યો MD ડ્રગ્સનો મોટો પેડલર: સુરત...

    રાંદેર-ભેસ્તાન પોલીસનો બાતમીદાર મોબિન શા જ નીકળ્યો MD ડ્રગ્સનો મોટો પેડલર: સુરત પોલીસે મહારાષ્ટ્ર જઈને કરી ધરપકડ, અગાઉ હોમગાર્ડ તરીકે કરતો હતો કામ

    આ જ મોબિન શા ભૂતકાળમાં સુરતના સચિન વિસ્તારમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતો હતો અને ACBના એક કેસમાં સંડોવાતા નોકરી પરથી ફરજમુકત કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સુરતના ભેસ્તાનમાં આવેલી આવાસમાંથી આશરે 4 મહિના પહેલા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ₹35 લાખનું MD ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું. જે મામલે મુખ્ય આરોપી ફરાર હતો, ત્યારે શહેરમાં MD ડ્રગ્સનો ધંધો કરતા વોન્ટેડ આરોપી મોબિન શાને સુરત પોલીસે મહારાષ્ટ્રના મુંબઈથી ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલ આરોપી પોલીસનો જ બાતમીદાર છે, જે પહેલાં ગેરકાનૂની કામોની પોલીસને બાતમી આપતો હતો, અને આ પહેલાં શહેરમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો.

    આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, ચાર મહિના પહેલાં આ જ કેસમાં મોહમ્મદ સઈદ અન્સારી અને ઝાકિર પટેલ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં આરોપીઓ પાસેથી ₹35 લાખની કિંમતનું 341.650 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. આ બંને આરોપીઓને પકડવા માટે પાડવામાં આવેલા દરોડામાં ક્રાઈમ બ્રાંચે આરોપી પાસેથી એક રિવોલ્વર પણ કબજે કરી હતી. તપાસમાં અન્ય આરોપી અંજુમ રીઝવાન મેમણ અને ફિરોઝ ખાન પઠાણને પણ પોલીસે ઝડપી પડ્યા હતા. પરંતુ આ જ કેસનો મુખ્ય આરોપી ભેસ્તાન આવાસમાં રહેતો મોબિન મહેમુદ શા પોલીસની પકડમાં ન આવતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો.

    સુરત પોલીસે જણાવ્યું કે, MD ડ્રગ્સ મામલે આરોપી મોબિન શા ચાર મહિનાથી ફરાર હતો અને ગુજરાત બહાર મહારાષ્ટ્રમાં જઈને રહેતો હતો. આ જ મોબિન શા ભૂતકાળમાં સુરતના સચિન વિસ્તારમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતો હતો અને ACBના એક કેસમાં સંડોવાતા નોકરી પરથી ફરજમુકત કરવામાં આવ્યો હતો. ભૂતકાળમાં મોબિન શા પોલીસને આવા ગેરકાનૂની ધંધાઓની બાતમી આપતો હતો. જે પછી MD ડ્રગ્સના વેચાણ મામલે તેને વોન્ટેડ જાહેર કરાયો હતો. પોલીસને ભાગતા ફરતા મોબિન શા વિશેની બાતમી મળી હતી, જેના આધારે સુરત પોલીસે MD ડ્રગ્સનો ધંધો કરનાર આરોપી મોબિન શાની ધરપકડ કરી લીધી છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે થોડા સમય આગાઉ સુરતના રાંદેરમાં ડ્રગ્સ વેચતા મિયાં-બીવી ઝડપાયા હતા. પેડલર યુગલને ઝડપી લેવા રાંદેર પોલીસે ખાસ વેશપલટો કરીને ‘મુસ્લિમ’ બનવું પડ્યુ હતુ. પોલીસે વોચ રાખીને સમીર મનફ મલિક અને તેની બીવી સાનિયા મલિકને મેફેડ્રોન ડ્રગ્સ (MD) સાથે દબોચી લીધા હતા. આ પેડલર યુગલ પાસેથી પોલીસે ડ્રગ્સ ઉપરાંત ત્રણ જેટલા મોબાઈલ ફોન, એક મોપેડ સ્કુટર સહિત ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં