Tuesday, October 8, 2024
More
    હોમપેજગુજરાતવર્લ્ડ કપ ફાઇનલ દરમિયાન 'ફ્રી પેલેસ્ટાઇન' લખેલ ટીશર્ટ પહેરીને ગ્રાઉન્ડમાં ઘૂસી જનારા...

    વર્લ્ડ કપ ફાઇનલ દરમિયાન ‘ફ્રી પેલેસ્ટાઇન’ લખેલ ટીશર્ટ પહેરીને ગ્રાઉન્ડમાં ઘૂસી જનારા યુવક સામે નોંધાઈ FIR: પોલીસે જણાવ્યું શું બન્યું હતું

    FIRમાં જણાવ્યું કે, બપોરના લગભગ 3.30 વાગ્યે ગેલેરીમાં બેઠેલા એક દર્શકે બેરિકેડ કૂદવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પોલીસ સ્ટાફે તેને રોકવાનો પ્રયાસ કર્યો તો તેણે સ્ટાફને ધક્કો મારી દીધો અને તે બેરિકેડ કૂદીને જમીન પર પડી ગયો. આ બધું ત્યારે બન્યું હતું જ્યારે ભારતીય ટીમ બેટિંગ કરી રહી હતી.

    - Advertisement -

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાઈ રહી હતી. તે સમયે ચાલુ મેચ દરમિયાન જ ટીશર્ટ પર ‘ફ્રી પેલેસ્ટાઇન’ લખેલો એક યુવક મેદાનમાં ઘૂસી ગયો હતો. યુવકે પોલીસના સ્ટાફને ધક્કો મારીને ગેરકાયદેસર રીતે મેદાનમાં પ્રવેશ કર્યો હતો. તે છેક વિરાટ કોહલી સુધી પહોંચી ગયો હતો. તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. જેમાં જોઈ શકાય છે કે એક પેલેસ્ટાઇન સમર્થક દોડીને વિરાટ કોહલીની પાસે જતો રહે છે. જે બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી તેને ધક્કો મારતા પણ જોવા મળ્યા છે. ત્યારબાદ આ યુવકની અમદાવાદ પોલીસે અટકાયત કરી હતી. હવે એ જાણવા મળી રહ્યું છે કે આ ઓસ્ટ્રેલિયન યુવક સામે FIR નોંધવામાં આવી છે.

    ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ દરમિયાન મેદાન પરની જાળી કૂદીને ગ્રાઉન્ડમાં ઘૂસી જનાર ઓસ્ટ્રેલિયન યુવકનું નામ વેન જોહન્સન હોવાનું સામે આવ્યું છે. તેણે ‘ફ્રી પેલેસ્ટાઇન’ લખેલું ટીશર્ટ પહેર્યું હતું. ચાંદખેડા પોલીસે તેની વિરુદ્ધ FIR દાખલ કરી છે. PSI ટી.આર. અકબરીએ નોંધેલી ફરિયાદના આધારે જોહન્સન સામે IPCની કલમ 332 અને 447 અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. FIRમાં જણાવવામાં આવ્યું છે કે, બપોરના લગભગ 3.30 વાગ્યે ગેલેરીમાં બેઠેલા એક દર્શકે બેરિકેડ કૂદવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પોલીસ સ્ટાફે તેને રોકવાનો પ્રયાસ કર્યો તો તેણે સ્ટાફને ધક્કો મારી દીધો અને તે બેરિકેડ કૂદીને જમીન પર પડી ગયો. આ બધું ત્યારે બન્યું હતું જ્યારે ભારતીય ટીમ બેટિંગ કરી રહી હતી.

    PSI અકબરીએ ફરિયાદમાં જણાવ્યું કે, જ્યારે તે યુવકને સુરક્ષાકર્મીઓએ પકડ્યો અને પૂછ્યું કે આવું શા માટે કર્યું, તો તેણે કહ્યું કે, “હું વિરાટ કોહલીનો મોટો ફેન છું.” પોલીસ અનુસાર, ઇન્સ્પેકટર વિરાજસિંહ જનકસિંહ જાડેજાને સમગ્ર કેસ સોંપવામાં આવ્યો છે.

    - Advertisement -

    ‘ફ્રી પેલેસ્ટાઇન’ ટીશર્ટવાળા યુવકને ઈનામ આપશે ખાલિસ્તાની પન્નુ

    ખાલિસ્તાની આતંકી અને ‘શીખ ફોર જસ્ટિસ’ના વડા ગુરપતવંત સિંઘ પન્નુએ વર્લ્ડ કપ દરમિયાન ‘ફ્રી પેલેસ્ટાઇન’ લખેલી ટીશર્ટ પહેરી મેદાનમાં ઘૂસી જનાર યુવકને ઈનામ આપવાની જાહેરાત કરી છે. તેણે વિડીયો બનાવીને કહ્યું છે કે તે ઓસ્ટ્રેલિયન યુવકને 10 હજાર ડોલર એટલે કે 8 લાખ 33 હજાર રૂપિયા આપશે. જે બાદ આતંકી પન્નુએ વિડિયોમાં ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કર્યું હતું. તેણે ગુજરાતના રમખાણો અને શીખ નરસંહારનો ઉલ્લેખ કર્યો હતો.

    નોંધનીય છે કે ખાલિસ્તાની આતંકી પન્નુએ લગભગ ત્રણ વાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપી હતી. ક્રિકેટ મેચ દરમિયાન ધમકીઓ આપી તેમ છતાં લાખોની ભીડ મેચ જોવા પહોંચી હતી અને સૌ જાણે પણ છે કે મેચમાં કોઈપણ પ્રકારની અઘટિત ઘટના નહોતી બની. ખાલિસ્તાની આતંકી પન્નુ આવી ધમકી વારંવાર આપતો રહે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં