Tuesday, June 25, 2024
More
  હોમપેજરાજકારણઅમિત શાહ જંગી બહુમતીથી જીત તરફ, રૂપાલા-પાટીલ પણ લાખોની લીડથી જીતશે: 1...

  અમિત શાહ જંગી બહુમતીથી જીત તરફ, રૂપાલા-પાટીલ પણ લાખોની લીડથી જીતશે: 1 બેઠકો પર 10 હજારથી ઓછી લીડ સાથે કોંગ્રેસ આગળ

  12:55 વાગ્યા સુધીની ઈલેકશન કમીશનની આધિકારિક માહિતી અનુસાર ગુજરાતમાં ભાજપ 25 બેઠકો સાથે બહુમતીથી આગળ વધી રહ્યું છે જયારે કોંગ્રેસના ખાતામાં એક જ સીટ દેખાઈ રહી છે.

  - Advertisement -

  સાવરથી આખા દેશની નજર લોકસભા ચૂંટણીના મત ગણતરી પર છે. અત્યાર સુધીના આંકડામાં ભાજપ 242 બેઠકો સાથે સહુથી આગળ ચાલી રહ્યું છે, તો NDA પણ 291-92 બેઠકો સાથે બહુમત દર્શાવી રહ્યું છે. બીજી તરફ INDI ગઠબંધન 235 બેઠકો તો કોંગ્રેસ 94 સીટો જીતતું નજરે પડી રહ્યું છે. જોકે આ કોઈ ફાઈનલ આંકડો નથી, ગણતરીના અંતે જ અસલ પરિણામો સામે આવશે. ગુજરાતની વાત કરીએ તો 12:55 વાગ્યા સુધીની ઈલેકશન કમીશનની આધિકારિક માહિતી અનુસાર ગુજરાતમાં ભાજપ 25 બેઠકો સાથે બહુમતીથી આગળ વધી રહ્યું છે જયારે કોંગ્રેસના ખાતામાં એક જ સીટ દેખાઈ રહી છે.

  આંકડાની વાત કરીએ તો પ્રથમ નજર કરીએ રાજકોટ લોકસભા બેઠક પર. ક્ષત્રીય સંકલન સમિતિના આંદોલનને લઈને ચર્ચામાં રહેલી આ સીટ પર ભાજપના પરશોત્તમ રૂપાલા 352262 જંગી મતોથી આગળ છે. તેમને 12:55 વાગ્યા સુધી 597214 મત મળ્યા છે, તો પરેશ ધાનાણીને 244952 મત જ મળ્યા છે.

  આગળ વાત કરીએ ભાવનગર બેઠકની તો અહીં ભાજપ તરફે નીમુબેન બાંભણીયા લડી રહ્યા છે. બીજી તરફ અહીં INDI ગઠબંધન તરફે આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણાને મેદાને ઉતારવામાં આવ્યા છે. ચૂંટણી પંચની વેબસાઈટના 12:55ના આંકડા મુજબ ભાજપ અહીં 253383 મતોથી આગળ છે.

  - Advertisement -

  ભરૂચ લોકસભા બેઠકની વાત કરીએ તો અહીં પણ INDI ગઠબંધને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને મેદાને ઉતર્યા છે, તો ભાજપ તરફે મનસુખ વસાવા લોકસભા લડી રહ્યા છે. ભરૂચ બેઠક પર પણ ભાજપ 93356 મતોથી આગળ ચાલી રહ્યું છે.

  હવે વાત કરીએ ગાંધીનગર લોકસભા બેઠકની, તો અહીં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ લોકસભા લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસના સોનલ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. અત્યાર સુધી ગુજરાતમાં ભાજપને સહુથી વધુ લીડ આપી રહી હોય તો તે આ જ સીટ છે. આ બેઠક પર ભાજપ 482006 મતોથી આગળ છે.

  હવે વાત કરીએ નવસારી લોકસભા બેઠકની, અહીંથી સીઆર પાટીલ લોકસભા લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસના નરેશ દેસાઈ ચૂંટણી લડી રહ્યા છે. અહીં પણ ભાજપ 467799 જેટલા જંગી મતોથી આગળ છે.

  આણંદ બેઠકની વાત કરીએ તો અહીં ભાજપે મિતેશ પટેલ અને કોંગ્રેસે અમિત ચાવડાને ચૂંટણીના મેદાને ઉતર્યા હતા. અહીં પણ ભાજપ 63885 મતોથી આગળ છે.

  ગુજરાતમાં ચર્ચિત બેઠકોમાં એક નામ બનાસકાંઠાનું પણ હતું. અહીં ભાજપે ડૉ. રેખા ચૌધરીને ઉમેદવાર બનાવ્યા હતા. તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ચૂંટણીના જંગમાં ઉતર્યા હતા. 12:55ના આંકડા મુજબ અહીં પણ ભાજપના રેખા ચૌધરી ગેનીબેન કરતા 1758 મતોથી આગળ છે.

  છેલ્લે વાત કરીએ પાટણની તો આ એક માત્ર બેઠક એવી છે જ્યાં કોંગ્રેસ ભાજપને ટક્કર આપી રહ્યું છે. અહીં ભાજપે ભરતસિંહ ડાભીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. તો કોંગ્રેસ તરફે ચંદનજી ઠાકોર લોકસભા લડી રહ્યા છે. આ એક માત્ર બેઠક પર કોંગ્રેસ 11920 મતોથી આગળ છે.

  ઉલ્લેખનીય છે કે ઉપર દર્શાવેલા આંકડા ઈલેકશન કમિશને પોતાની આધિકારિક વેબસાઈટ પર 12:55 વાગ્યે મુકેલા આંકડા છે. અંતિમ પરિણામો આવવાના બાકી છે. હાલ ગુજરાતમાં 25 બેઠકો પર ભાજપ અને માત્ર 1 બેઠક પર કોંગ્રેસ આગળ જોવા મળી રહ્યું છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં