Monday, May 6, 2024
More
    હોમપેજરાજકારણAAP બાદ ગુજરાતમાં કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ખંભાતના MLA ચિરાગ પટેલ આપ્યું...

    AAP બાદ ગુજરાતમાં કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ખંભાતના MLA ચિરાગ પટેલ આપ્યું રાજીનામું: પાટનગરની મુલાકાતથી સેવાઈ રહી હતી શંકાઓ

    કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ પટેલના રાજીનામા બાદ ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસનું સંખ્યાબળ જે માત્ર 17 હતું એ ઘટીને 16 ગયું છે.

    - Advertisement -

    ગુજરાતમાં આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. મળતી માહિતી પ્રમાણે ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રસના ધારાસભ્ય ચિરાગ પટેલ મંગળવારે (19 ડિસેમ્બર 2023) વિધાનસભના અધ્યક્ષને પોતાનું રાજીનામું આપ્યું છે. આપનેતા અને વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી બાદ હવે કોંગ્રેસના પણ એક ચાલુ ધારાસભ્ય રાજીનામું આપતાથી ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી સામેની વિપક્ષની મોટી પાર્ટીઓમાંથી આમ એક પછી એક ધારાસભ્યોના રાજીનામાંથી વિપક્ષની હાલત ખરાબ થઇ ગઈ છે.

    મળતી માહિતી પ્રમાણે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ 2022માં યોજાયેલી ચુંટણીમાં ખંભાત બેઠક પર કોંગેસની ટીકીટ પરથી લડ્યા હતા અને ભાજપાના ઉમેદવાર મહેશ રાવલ સામે 3711 મતોથી જીત્યા હતા.

    અહેવાલો પ્રમાણે તેઓ મંગળવારે સવારે વિધાનસભા પરિસરમાં પહોચી ગયા હતા અને વિધાનસભાનાં અધ્યક્ષને મળીને રાજીનામું આપી દીધું છે. ચિરાગ પટેલ યુવા ધારાસભ્ય છે અને સાથે વાસણાના પૂર્વ સરપંચ પણ રહી ચૂક્યા છે. પાટીદાર સમાજમાં વર્ચસ્વ ધરાવતા ચિરાગ પટેલ ચરોતર વિસ્તારમાં ખાસો પ્રભાવ ધરાવે છે.

    - Advertisement -

    કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ પટેલના રાજીનામા બાદ ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસનું સંખ્યાબળ જે માત્ર 17 હતું એ ઘટીને 16 ગયું છે. હમણાં સુધી કોંગ્રેસ પાસે મધ્ય ગુજરાતમાં ફક્ત 2 બેઠક હતી. એમાંથી પણ એક ચાલુ ધારાસભ્યનું રાજીનામું પડી જતા હવે તો કોંગ્રેસ પાસે ફક્ત એક જ બેઠક બચી છે. આમ કોંગ્રેસ પાસે હવે ગણીને 16 બેઠકો રહેવા પામી છે.

    એકબાજુ જ્યાં એક પછી એક વિપક્ષના ધારાસભ્યોના રાજીનામાં પડી રહ્યા છે ત્યાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં મજબુત થઇ રહી છે. ગુજરાતમાં ધારાસભ્યોના રાજીનામાંની સીઝન ચાલી રહી છે. કોંગ્રેસ પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું સોપ્યું હતું. ભૂપત ભાયાણી વિસાવદરની બેઠક પરથી જીતેલા ધારાસભ્ય હતા. જેઓ તારીખ 13 ડિસેમ્બર 2023ના રોજ વિધાનસભામાં રાજીનામું આપ્યું હતું. આમ આદમી પાર્ટીમાં જોડતા પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીના એક સભ્ય હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં