Tuesday, October 8, 2024
More
    હોમપેજગુજરાતવીજ બિલની બાકી રકમની ઉઘરાણી માટે ગઈ PGVCLની ટીમ, હુસૈન-ઈરફાન અને રફીકે...

    વીજ બિલની બાકી રકમની ઉઘરાણી માટે ગઈ PGVCLની ટીમ, હુસૈન-ઈરફાન અને રફીકે કરી દીધો હુમલો: જૂનાગઢની નાથીબુ મસ્જિદ પાસેની ઘટના, ત્રણેય પકડાયા

    જૂનાગઢ શહેરમાં માર્ચ એન્ડીંગને લઈને PGVCL દ્વારા બાકી નીકળતા બીલ ઉઘરાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન નાયબ ઈજનેર કમલસિંહ રાઠોડની આગેવાનીમાં એક ટીમ નાથીબુ મસ્જીદ પાસેની અજંતા ટોકીઝવાળી ગલીમાં આવેલા અજમેરી પાનના ગલ્લા પર બીલની રકમ લેવા માટે ગઈ હતી.

    - Advertisement -

    જૂનાગઢમાં વીજબિલનાં બાકી નાણાં ઉઘરાવવા માટે ગયેલી PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ના કર્મચારી પર હુમલાની ઘટના સામે આવી છે. માર્ચ એન્ડિંગ હોઈ સરકારી કર્મચારીઓ બિલની બાકી રકમ ઉઘરાવતા એક મુસ્લિમ પરિવારની દુકાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભરપાઈ કરવાની આનાકાની કરતાં તેમણે વીજ કનેક્શન કાપી નાખ્યું હતું. જેનાથી ઉશ્કેરાઇ ગયેલા ત્રણ ઈસમોએ કર્મચારીઓને ઘેરીને હુમલો કરી દીધો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે જૂનાગઢ A પોલીસ મથકે FIR દાખલ કરાવવામાં આવી છે.

    જૂનાગઢ શહેરમાં માર્ચ એન્ડિંગને લઈને PGVCL દ્વારા બિલની બાકી નીકળતી રકમ ઉઘરાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેના માટે અલગ-અલગ ટીમ શહેરમાં ફરી રહી છે. દરમ્યાન, નાયબ ઈજનેર કમલસિંહ રાઠોડની આગેવાનીમાં એક ટીમ નાથીબુ મસ્જિદ પાસેની અજંતા ટોકીઝવાળી ગલીમાં આવેલા અજમેરી પાનના ગલ્લા પર બિલની રકમ લેવા માટે ગઈ હતી.

    અહીં દુકાનના માલિક હુસૈનનો સંપર્ક કરતાં તેણે હજાર રૂપિયા હમણાં લઇ જાઓ, બાકીની રકમ પછી આપીશ તેમ કહેતાં કર્મચારીઓએ ના પાડી દીધી હતી અને વીજ કનેક્શન કાપી નાખ્યું હતું. જેનાથી ઉશ્કેરાયેલા એક જ પરિવારના ત્રણ જણાએ ટીમ પર હુમલો કરી દીધો હતો. ઘટના બાદ નાયબ ઈજનેર કમલ રાઠોડ દ્વારા જૂનાગઢ A ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આરોપીઓની ઓળખ હુસૈન જમાલ માલવીયા, ઈરફાન હુસૈન માલવીયા અને રફીક સતાર માલવીયા તરીકે થઈ છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.

    - Advertisement -

    જેવું વીજ કનેક્શન કાપ્યું કે તરત હુમલો કરી દીધો- નાયબ ઈજનેર કમલસિંહ રાઠોડ

    ઑપઇન્ડિયાએ કમલસિંહ રાઠોડનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, “લગભગ 8:30 વાગતાં અમે જે ગ્રાહકોનાં વીજ બિલ લેવાનાં બાકી નીકળતાં હતાં તેની ઉઘરાણી માટે અલગ-અલગ 7 ટીમ બનાવીને કામગીરી કરવા નીકળ્યા હતા. આમાંથી એક ટીમના સુપરવિઝન માટે હું પણ ગયો હતો. દરમિયાન 12:30 વાગતાં નાથીબુ મસ્જિદ પાસેની અજંતા ટોકીઝ પાસે આવેલા અજમેરી પાન પાર્લરનું ₹2221 જેટલું બિલ બાકી હોવાથી અમારી એક ટીમ ત્યાં ઉઘરાણી માટે પહોંચી હતી. આ દુકાનદાર અવારનવાર બિલ ભરવા માટે વાયદાઓ કરતા હતા અને પૈસા આપતા નહીં, એટલે ટીમે મને પણ ત્યાં બોલાવ્યો.”

    તેમણે આગળ જણાવ્યું કે, “હું ત્યાં ગયો અને એક વડીલ બેઠા હતા તેમને બિલ ભરવા કહ્યું. પરંતુ તેમણે બપોરે બિલ ભરી દેવાનો વાયદો કર્યો. પરંતુ અમે કહ્યું કે, “તમે છેલ્લા 6 મહિનાથી વાયદા કરી રહ્યા છો અને બિલ અત્યારે જ ભરવું પડશે નહીંતર વીજ કનેક્શન કપાઈ જશે.” ત્યારે તેમણે કહ્યું કે, “વાંધો નહીં, કનેક્શન કાપી નાંખો.” જેથી અમારા કર્મચારીઓએ કનેક્શન કાપી નાખ્યું. આ દરમિયાન દુકાને જે ભાઈ બેઠા હતા તેમણે ફોન પર મારી સાથે ઈરફાનની વાત કરાવી. તેણે અમને ક્યાંય ન જવાનું કહીને કહ્યું કે તે હમણાં જ પહોંચે છે.

    ‘આવીને તરત ગાળાગાળી કરીને મારા મારવા માંડ્યા હતા’

    આગળ તેમણે વધુમાં જણાવ્યું કે, “તેણે આવીને તરત જ મારી સાથે ગાળાગાળી કરીને હુમલો કરી દીધો અને પછી ત્યાં મહોમ્મદ રફીક સતાર અને હુસૈન જમાલ માલવીયા પણ આવી પહોંચ્યા અને અમારી ટીમ પર હુમલો કરી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.” આ હુમલામાં PGVCLના અન્ય કર્મચારીઓએ વચ્ચે પડીને કમલસિંહ રાઠોડને છોડાવ્યા. તેઓ ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેમણે પછીથી પોલીસ ફરિયાદ નોંધાવી.

    દરમિયાન નાયબ ઈજનેર કમલસિંહ રાઠોડે જૂનાગઢ A ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે હુસૈન માલવીયા, ઈરફાન માલવીયા અને મહમદરફીક માલવીયા સામે IPCની કલમ 323, 332, 186, 294(b), 506(2), 114 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ FIR દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારબાદ ગણતરીના કલાકોમાં ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી. સમગ્ર ઘટનામાં વધુ માહિતી મેળવવા માટે જૂનાગઢ એ ડિવિઝન પોલીસનો સંપર્ક કરવાના પ્રયાસ કરવામાં આવ્યા, પરંતુ સ્થાપિત થઈ શક્યો નહીં. પ્રત્યુત્તર મળ્યે રિપોર્ટ અપડેટ કરી દેવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં