Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઑપઇન્ડિયા ઈમ્પેક્ટ: સાધુ-સંતોના અવાજને વાચા આપ્યા બાદ ગીરનારની ભવનાથ તળેટીને 'વેજ ઝોન'...

    ઑપઇન્ડિયા ઈમ્પેક્ટ: સાધુ-સંતોના અવાજને વાચા આપ્યા બાદ ગીરનારની ભવનાથ તળેટીને ‘વેજ ઝોન’ જાહેર કરવા ઠરાવ પસાર

    ભવનાથના સાધુ સંતોનો અવાજ બનીને ઑપઇન્ડિયાએ તેમની માંગને વાચા આપી હતી. ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે ભવનાથ તળેટીને વેજ ઝોન જાહેર કરવા માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ ઠરાવ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં પસાર કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    શિવરાત્રી પહેલા ગીરનારની ભવનાથ તળેટીના દત્ત ચોક ખાતે નોનવેજ બનાવતો વિડીયો વાયરલ થયો હતો. એક તરફ હિંદુઓનો મહાપર્વ આપવી રહ્યો હતો અને તેવામાં આ પ્રકારનો વિડીયો સામે આવ્યા બાદ સાધુ-સંતોમાં રોષ જોવા મળ્યો હતો. તે સમયે ઑપઇન્ડિયા ગ્રાઉન્ડ સુધી પહોંચીને ભવનાથના સાધુ-સંતોનો અવાજ બન્યું હતું. તળેટીમાં આવેલા અનેક આશ્રમોમાં મહત્વનું સ્થાન ધરાવતા ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવભારતી ભાપુએ ઑપઇન્ડિયા થકી તમામ સાધુસંતોની લાગણીને વાચા આપી હતી અને ભવનાથ તળેટીને ‘વેજ ઝોન’ જાહેર કરવાની માંગ કરી હતી.

    તે સમયે ઑપઇન્ડિયાએ આ સાધુ સંતોનો અવાજ બનીને તેમની માંગને વાચા આપી હતી. ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે ભવનાથ તળેટીને ‘વેજ ઝોન’ જાહેર કરવા માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઠરાવ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં પસાર કરવામાં આવ્યો છે. જોકે આ પહેલા પણ એક વાર આ પ્રકારનો ઠરાવ મુકવામાં આવ્યો હતો, પરંતુ કોઈ કારણોસર તે પાસ ન થઇ શક્યો. તેવામાં તાજી ઘટના બાદ ઑપઇન્ડિયાએ આપેલા અહેવાલની અસરથી ફરી એક વાર સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.

    ભવનાથને વહેલી તકે વેજ ઝોન જાહેર કરવામાં આવશે- સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણા

    આ મામલે જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ પણ કહ્યું હતું કે વહેલામાં વહેલી તકે આ ઠરાવ પાસ કરીને ભવનાથ તળેટીને વેજ ઝોન જાહેર કરવામાં આવશે. આ મામલે તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, “મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં વેજ ઝોન માટે હદ નક્કી કરવા સુધારા ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જૂનાગઢનું ભવનાથ ક્ષેત્ર એ પવિત્ર છે અને આપણા બધાની આસ્થાનું કેન્દ્ર છે એટલે આ વિસ્તારને વેજ ઝોનના હદ વિસ્તાર સાથે ઠરાવ પસર કરી કલેકટરને મોકલી આપવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ ભવનાથને વેજ ઝોન જાહેર કરી દેવામાં આવે તેવી સંભાવનાઓ છે.”

    - Advertisement -

    ઠરાવનો નિર્ણય આવકાર્ય- મહાદેવભારતી બાપુ

    બીજી તરફ આ ઠરાવ બાદ જૂનાગઢના સાધુ-સંતોમાં પણ હર્ષ જોવા મળી રહ્યો છે. ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવભારતી બાપુએ આ મામલે પ્રતિક્રિયા આપતા ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “આ બહુ જ સારી વાત છે, પાલિકાને આ બાબતે ખૂબ ખૂબ અભિનંદન. આ પગલું ખૂબ જ જરૂરી હતું કારણ કે ભવનાથ અને ગીરનાર ક્ષેત્ર એ અધ્યાત્મિક ભૂમિ છે. કરોડો લોકોની અસ્થા તેની સાથે જોડાયેલી છે. આ નિર્ણય આવકાર્ય છે. ભારતીય સંત સંઘ અને સમગ્ર સાધુ-સંત સમાજ તરફથી આમે આ નિર્ણયને આવકારીએ છીએ.”

    દરગાહના ડીમોલેશન બદલ પણ પ્રશાસનનો આભાર- મહાદેવભારતી બાપુ

    ભવનાથને વેજ ઝોન જાહેર કરવાના ઠરાવ ઉપરાંત ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવભારતી બાપુએ જૂનાગઢની વિવાદિત દરગાહના દબાણને હટાવવા બદલ પણ પ્રસન્નતા વ્યક્ત કતી હતી. તેમણે કહ્યું કે, “વેજ ઝોન માટેના ઠરાવનો હરખ તો છે જ, પણ આ સાથે જ તંત્રએ અન્ય એક બિરદાવવાલાયક કામ પણ કર્યું છે. જૂનાગઢ અને ભવનાથના મુખ્ય રસ્તા વચ્ચોવચ દરગાહ બનાવીને સરકારી જગ્યા પર દબાણ કરવામાં આવ્યું હતું. તંત્રએ માત્ર નોટીસ મોકલતા જ અમારા જૂનાગઢની શાંતિ હણી લેવામાં આવી, હજારોના મુસ્લિમ ટોળાએ ધમાલ મચાવીને અમારા પવિત્ર જૂનાગઢને બાનમાં લીધું હતું.”

    તેમણે આગળ જણાવ્યું કે, “કટ્ટરવાદી ટોળાએ અમારા પોલીસ ભાઈઓ પર હુમલો કર્યો, અમારા DYSP સાહેબ પર પણ હુમલો કર્યો હતો. જેના માટે જૂનાગઢનું આખું વાતાવરણ ડહોળી નાખવામાં આવ્યું હતું, એ જ દરગાહને રાત્રે ત્રણ વાગ્યે પ્રશાસન દ્વારા તોડી પાડવામાં આવી છે. અમે આ કામગીરી માટે પણ પ્રશાસનને સાધુવાદ પાઠવીએ છીએ.”

    આ દરમિયાન તેમણે ઑપઇન્ડિયાને પણ સાધુવાદ પાઠવતા કહ્યું હતું કે, “આમ તો અનેક મીડિયા આ મામલે લખતું હતું, પરંતુ આપ લોકોએ જે રીતે કોઈ જાતના દબાણ વગર અને ખૂલીને સાધુ-સંતોની લાગણીઓને વાચા આપી તે માટે આપ લોકોને પણ સાધુવાદ. ઑપઇન્ડિયા આ પ્રકારના કાર્યો કરતું રહે તેવી અમારી શુભકામનાઓ છે.”

    નોનવેજ બનાવવાનો વિડીયો વાયરલ થયા બાદ સંતોમાં હતો રોષ

    ઉલ્લેખનીય છે કે હિંદુ મહા પર્વ શિવરાત્રી પહેલા 2 માર્ચ 2024ના રોજ ભવનાથની તળેટીમાં નોનવેજ બનાવવામાં આવી રહ્યું હોવાનો એક વિડીયો વાયરલ થયો હતો. આ પછી શ્રદ્ધાળુઓ અને સંત સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ વિડીયોમાં ભવનાથની તળેટીમાં આવેલા દત્ત ચોકમાં નોનવેજ રસોઈ બનાવવામાં આવી રહી હોવાનું નજરે પડ્યું હતું.

    આ વિડીયો સામે આવ્યા બાદથી જ હિંદુ શ્રદ્ધાળુઓ અને સંત સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. તે સમયે ઑપઇન્ડિયાએ આ આખા મુદ્દે સ્ટેન્ડ લઈને તમામ સાધુ સમાજના અવાજને વાચા આપી હતી. આ મામલે જૂનાગઢ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવભારતી બાપુએ ઑપઇન્ડિયા સાથે ખાસ વાતચીત કરીને સમગ્ર સંત સમાજ વતી ઘટનાને લઈને રોષ ઠાલવ્યો હતો. તે સમયે મહાદેવભારતી બાપુએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “અમારા સંત સમાજ અને શ્રદ્ધાળુઓની પ્રશાસન પાસે તેવી પણ માંગ છે કે ભવનાથને ‘વેજ ઝોન’ જાહેર કરવામાં આવે.”

    આ સાથે જ સંત સમાજ વતી તેમણે જણાવ્યું હતું કે, “સંત સમાજે આ બાબતે એક બેઠક પણ કરી હતી અને સર્વસંમતિથી એક પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યો છે કે ભવનાથને વેજ ઝોન જાહેર કરવામાં આવે. ભવનાથમાં સનાતન ધર્મમાં વર્જિત કોઈ અખાદ્ય પદાર્થ કે પીણાં ન વેચાય તે માટે અમારી આ માંગ અમલમાં મૂકાય તે જરૂરી છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં