Monday, April 29, 2024
More
    હોમપેજદેશઝાલોદના ભાજપ નેતા હિરેન પટેલની હત્યા મામલે 4 વર્ષ બાદ વધુ એક...

    ઝાલોદના ભાજપ નેતા હિરેન પટેલની હત્યા મામલે 4 વર્ષ બાદ વધુ એક આરોપી પકડાયો, મોહમ્મદ ઈરફાનની ઈન્દોરથી ધરપકડ: ગુજરાત ATSએ પાર પાડ્યું ઑપરેશન

    ઘટના બાદ ઈરફાન ઈન્દોર ભાગી છૂટ્યો હતો. જ્યારે તેને જાણવા મળ્યું કે તેનું નામ પણ ખુલી ગયું છે અને પોલીસ શોધી રહી છે તો ખજરાના (ઈન્દોર પાસેનું શહેર) ભાગી છૂટ્યો, જ્યાં પત્ની સાથે નામ બદલીને રહેતો હતો. પોલીસ અનુસાર, તે એક હેર સલૂન ચલાવતો હતો.

    - Advertisement -

    ઝાલોદના ભાજપ કોર્પોરેટર હિરેન પટેલની હત્યા મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.  મોહમ્મદ ઈરફાન ઉર્ફે ઈરફાન બિશ્તી મધ્ય પ્રદેશના ઈન્દોરમાં છુપાયેલો હોવાની જાણકારી મળ્યા બાદ ગુજરાત ATSની ટીમે ઑપરેશન પાર પાડ્યું હતું અને MP જઈને તેને દબોચી લેવામાં આવ્યો હતો. આ દરમિયાન મધ્ય પ્રદેશ ATSની પણ મદદ લેવામાં આવી. 

    આ કેસ વર્ષ 2020નો છે. જ્યારે 27 સપ્ટેમ્બર, 2020ના રોજ ભારતીય જનતા પાર્ટીના નેતા અને ઝાલોદ નગરપાલિકાના કોર્પોરેટર હિરેન પટેલની હિટ એન્ડ રન દ્વારા હત્યા કરી નાખવામાં આવી હતી. પછીથી સામે આવ્યું હતું કે હત્યા રાજકીય દુશ્મનાવટના કારણે કરવામાં આવી હતી અને જેમાં પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અમિત કટારાનું જ નામ ખૂલ્યું હતું, જેની પછીથી ધરપકડ પણ કરવામાં આવી હતી. 

    ઈરફાન આ કેસમાં પકડાયેલો નવમો આરોપી છે. તેની ધરપકડ વિશે જાણકારી આપતાં DSP હર્ષ ઉપાધ્યાયે જણાવ્યું કે, “ઘટના બાદ ઈરફાન ઈન્દોર ભાગી છૂટ્યો હતો. જ્યારે તેને જાણવા મળ્યું કે તેનું નામ પણ ખુલી ગયું છે અને પોલીસ શોધી રહી છે તો ખજરાના (ઈન્દોર પાસેનું શહેર) ભાગી છૂટ્યો, જ્યાં પત્ની સાથે નામ બદલીને રહેતો હતો.” પોલીસ અનુસાર, તે એક હેર સલૂન ચલાવતો હતો.

    - Advertisement -

    MP ATS સાથે મળીને પાર પાડવામાં આવ્યું ઑપરેશન 

    ATS અધિકારીએ જણાવ્યું કે, “ગુજરાત ATSને ઈરફાન વિશે બાતમી મળી હતી, જે અંગે પછીથી મધ્ય પ્રદેશ ATSના અધિકારીઓને પણ જણાવવામાં આવ્યું. પછીથી એમપી ATSના ઈન્દોર યુનિટની મદદથી ગુજરાત ATS ઈન્સ્પેક્ટર વીએન વાઘેલા અને તેમની ટીમે પહોંચી ઈરફાનની ધરપકડ કરી લીધી હતી.” પૂછપરછ દરમિયાન તેણે પોતે હિરેન પટેલની હત્યામાં સામેલ હોવાની કબૂલાત કરી હતી. 

    જાણકારી અનુસાર, તેને ઇરફાનની હત્યા માટે ₹25,000 રૂપિયા આપવા માટે વાયદો કરવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં તેણે આ બાબત સ્વીકારી છે. ઈરફાન મૂળ ઉજ્જૈનનો છે અને તેના સાથીઓ સાથે હત્યા માટે ઝાલોદ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. નોંધવું જોઈએ કે આ કેસમાં જાન્યુઆરી, 2021માં ઝાલોદ પોલીસે આઠમાંથી 6 આરોપીઓ વિરુદ્ધ ગેરઇરાદે હત્યા, હત્યા અને ગુનાહીત ષડ્યંત્રનો આરોપ લગાવીને ચાર્જશીટ રજૂ કરી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં