Wednesday, April 24, 2024
More
    હોમપેજગુજરાતજામનગરમાં રાતોરાત રોડ પર ઉભું કરી દેવાયુ ઇમામખાનું: મહાનગરપાલિકા દ્વારા દૂર કરવાની...

    જામનગરમાં રાતોરાત રોડ પર ઉભું કરી દેવાયુ ઇમામખાનું: મહાનગરપાલિકા દ્વારા દૂર કરવાની કાર્યવાહી થઇ

    મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ 300 ફુટ જેટલી જગ્યામાં બનેલા અનઅધિકૃત ઇમામખાનું દૂર કરવા સૂચના આપી હતી. ત્યાં સેકશન રોડ પર રેકડી અને પથારા પણ દૂર કરાવ્યા હતાં.

    - Advertisement -

    જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર ઇમામખાનું બનાવી દેવાયાની ફરિયાદ પછી મહાનગરપાલિકા દ્વારા નોટિસ પાઠવાઇ હતી, પરંતુ કોઈ દરકાર નહીં કરાતાં આખરેમંગળવારે (27 સપ્ટેમ્બર) દબાણ હટાવ શાખાની ટુકડી એ ભારે પોલીસ બંદોબસ્તની સાથે ઇમામખાનાને દૂર કરવાની કાર્યવાહી આરંભી છે. આ વેળાએ થોડીવાર માટે તંગદિલી ફેલાઈ હતી, પરંતુ પોલીસ તંત્ર એ મામલો સંભાળી લીધો છે.

    અહેવાલો મુજબ, જામનગરમાં નવાગામ ઘેડમાં રોડ પર ઇમામખાનું બની જતાં આશ્ચર્યની સાથે ચકચાર જાગી છે. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ 300 ફુટ જેટલી જગ્યામાં બનેલા અનઅધિકૃત ઇમામખાનું દૂર કરવા સૂચના આપી છે. શહેરના હોસ્પિટલ રોડ, વિરલબાગ, જોગર્સ પાર્ક, દિગ્જામથી સમર્પણ સર્કલ સુધી માર્ગ પર ગેરકાયદે લગાવેલા 60 બોર્ડ ઉતારી લેવાયા હતાં.

    જામનગરમાં દિગ્જામ મીલ મહાકાળી સર્કલ રોડ પર અનઅધિકૃત બાંધકામ એસ્ટેટ શાખાએ બંધ કરાવ્યું હતું. સેકશન રોડ પર રેકડી અને પથારા દૂર કરાવ્યા હતાં. અનઅધિકૃત બાંધકામ બંધ કરાવી 7 તગારા, 2 પાવડા, 2 ચુનાયડા, 1 ટાંકણ, 1 હથોડો, 1 રંધો એસ્ટેટ શાખાએ જપ્ત કર્યો હતો.

    - Advertisement -

    “શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં જાસોલીયા સોસાયટીમાં જાહેર માર્ગ ઉપર ઇમામખાનું બનાવામાં આવ્યું છે. જે ગેરકાયદે હોય દૂર કરવા સૂચના આપી છે. જો બે દિવસમાં ઇમામખાનું દૂર કરવામાં નહીં આવે તો પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.” સુનીલ ભાનુશાળી, દબાણ નિરીક્ષક, જામ્યુકો એસ્ટેટ શાખાએ જણાવ્યું હતું.

    નોંધનીય છે કે જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં વિનાયક પાર્કમાં આવેલી જાસોલીયા સોસાયટીમાં માર્ગ પર અંદાજે 300 ફુટ જગ્યામાં ઇમામખાનાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેની જાણ મનપાની એસ્ટેટ શાખાને થતાં સોમવારે માર્ગ પર અનઅધિકૃત રીતે બનેલું ઇમામખાનું દૂર કરવા સૂચના આપવામાં આવી છે. તદઉપરાંત શહેરમાં હોસ્પિટલ રોડ, વિરલબાગ, જોગર્સ પાર્ક, દિગ્જામથી સમર્પણ સર્કલ સુધી માર્ગ પર ગેરકાયદે લગાવેલા અને જોખમી રીતે નમી ગયેલા 60 બોર્ડ ઉતારી લેવાયા છે. બીજી બાજુ ખોડીયાર કોલોની, સુપર માર્કેટ, વિકાસ રોડ, પટેલ કોલોની પર રેકડી ન આવે તે માટે કર્મચારીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં