Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપોતાની આગવી શૈલીમાં કામ કરતા અમદાવાદના ટ્રાફિક જવાને લોકોના દિલ જીત્યા, ગૃહમંત્રીએ...

    પોતાની આગવી શૈલીમાં કામ કરતા અમદાવાદના ટ્રાફિક જવાને લોકોના દિલ જીત્યા, ગૃહમંત્રીએ શૅર કર્યો વિડીયો

    અમદાવાદના રાયપુર વિસ્તારમાં ટ્રાફિક હેન્ડલ કરતા એક પોલીસ જવાનનો વિડીયો વાયરલ થયો છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ વિડીયો શેર કર્યો હતો.

    - Advertisement -

    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટર પર શૅર કરેલો એક વિડીયો હાલ ચર્ચાનું કારણ બન્યો છે. જેમાં અમદાવાદના એક પોલીસ જવાન પોતાની આગવી શૈલીમાં ટ્રાફિક મેનેજ કરતા દેખાય છે.

    ગૃહમંત્રીએ પોલીસ જવાન અંગેનો આ વિડીયો શૅર કરીને લખ્યું કે, “તમારી કામ કરવાની શૈલી તમને બધા કરતાં અલગ બનાવે છે. પિન્કેશભાઈની ટ્રાફિક મેનેજ કરવાની અલગ શૈલી લોકોને ખૂબ પસંદ આવી રહી છે.” જે વાયરલ થયા બાદ અમદાવાદ પોલીસે પણ ગૃહમંત્રીનો આભાર માન્યો હતો.

    વિડીયોમાં જોવા મળતા વ્યક્તિ અમદાવાદ પોલીસના જવાન પિન્કેશભાઈ જૈન છેલ્લા 20 વર્ષથી હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે. રાયપુર ચાર રસ્તા પાસે પોતાની અનોખી શૈલીથી ટ્રાફિક મેનેજમેન્ટ કરતા પિન્કેશભાઈ લોકોમાં પણ પ્રિય બન્યા છે અને કેટલાક લોકો તો તેમની સાથે સેલ્ફી પણ લઇ જાય છે.

    - Advertisement -

    તેમણે કહ્યું કે, તેઓ બપોરે 3 થી રાત્રે 11 વાગ્યા સુધી ઓઇલની દુકાને જાય છે. તેમણે કહ્યું કે, લોકો આવીને કામના વખાણ કરે છે, કહે છે કે તમે મસ્ત કામ કરો છો ત્યારે ઘણું સારું લાગે છે. તેમણે કહ્યું કે તેમણે ટ્રાફિક મેનેજમેન્ટ અંગેની ટ્રેનિંગ લીધી હતી અને તેના આધારે કામ કરે છે. સ્થાનિકો પણ તેમના વિશે કહે છે કે તેમની કામગીરીથી સ્થાનિક લોકોને પણ ખૂબ સંતોષ છે અને તેઓ જ્યાં સુધી હોય છે ત્યાં સુધી ટ્રાફિક પણ જામ થતો નથી. 

    ગૃહમંત્રીએ વિડીયો શૅર કર્યા બાદ યુઝરો પર આ અંગે પોતાની વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. યુઝર મૌલિક મસરાનીએ લખ્યું કે, “જેઓ કામના સ્થળે હતાશા અનુભવે છે કે જેઓ પોતાના કામને માણવાનું નથી જાણતા તેવા લોકો માટે પિન્કેશભાઈ ખરા અર્થમાં પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે. તેમના માટે આદર.”

    વિજય ગુપ્તા નામના યુઝરે કહ્યું કે, “દરેક વ્યક્તિએ આ શીખવું જોઈએ. તમે જે કોઈ કામ કરો તેમાં પોતાનું શ્રેષ્ઠ આપો અને કામ કરવાનો આનંદ માણો તો તેના પરિણામો હંમેશા અદભુત હોય છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં