Monday, September 16, 2024
More
    હોમપેજગુજરાતમતદાનના દિવસે રાજ્યમાં જાહેર રજા: ગુજરાતમાં 7 મેએ લોકસભા અને વિધાનસભાની 5...

    મતદાનના દિવસે રાજ્યમાં જાહેર રજા: ગુજરાતમાં 7 મેએ લોકસભા અને વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણી યોજાશે, સરકારે પરિપત્ર જારી કર્યો

    ગુજરાત સરકારે 7મેએ મતદાનને ધ્યાનમાં રાખીને રજા જાહેર કરી છે. તે માટે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. પરિપત્ર મુજબ રાજ્યની અંદર આવેલી ફેક્ટરીઓ, કોમર્શિયલ સેક્ટર, બેન્કિંગ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં કામ કરતાં લોકોને પેઇડ હોલીડે લાગુ પડશે.

    - Advertisement -

    લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ પણ તડામાર તૈયારી કરી રહ્યું છે. બીજી તરફ તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારો પણ પ્રચારમાં લાગી ગયા છે. લોકસભા ચૂંટણી અંતર્ગત 7 મેએ ગુજરાતની 26 લોકસભા બેઠક પર અને વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. 7 મેએ થનારા આ મતદાનને લઈને ગુજરાત સરકારે રજા જાહેર કરી છે. આ રજા પેઇડ રજા હશે. એટલે કે, દરેક કર્મચારીને તે રજાનું વેતન પણ આપવામાં આવશે. લોકપ્રતિનિધિ અધિનિયમ 1951ની કલમ 135(B)(1)ના આદેશથી સરકારે પરિપત્ર જાહેર કર્યો છે.

    ગુજરાત સરકારે 7મેએ મતદાનને ધ્યાનમાં રાખીને રજા જાહેર કરી છે. તે માટે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. પરિપત્ર મુજબ રાજ્યની અંદર આવેલી ફેક્ટરીઓ, કોમર્શિયલ સેક્ટર, બેન્કિંગ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં કામ કરતાં લોકોને પેઇડ હોલીડે લાગુ પડશે. નોટિફિકેશન અનુસાર, પેઇડ હોલીડેનો લાભ લોકસભા મતવિસ્તારમાં નોંધાયેલા મતદારોને મળશે. પછી ભલે તેઓ લોકસભા મતવિસ્તારની બહાર કામ કરતાં હોય. લોકસભાની 26 બેઠકો ઉપરાંત ગુજરાત વિધાનસભાની 26- વિજાપુર, 108- ખંભાત, 136- વાઘોડિયા, 85- માણાવદર અને 83- પોરબંદર એમ પાંચ વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણીનું મતદાન પણ 7મેના રોજ થશે.

    ગુજરાતમાં 7 મે, 2024ના રોજ ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. સરકારે તે માટે રાજ્યના તમામ મતવિસ્તારોમાં રજા પણ જાહેર કરી દીધી છે. ત્યારે એ જાણવું પણ ખૂબ જરૂરી છે કે, રાજ્યભરમાં કુલ 4.96 કરોડ મતદારો છે. જેમાંથી 18-19 વર્ષની વયના યુવા, એટલે કે પ્રથમવાર મતદાન કરવાનો અધિકાર મળ્યો છે એવા મતદારોની સંખ્યા 11,75,444 છે, જ્યારે 80 કરતાં વધુ વર્ષના મતદારોની સંખ્યા 1001448 છે. 100 વર્ષની ઉંમરના લોકો 10 હજાર જેટલા છે. આ સાથે સૌથી વધુ યુવા મતદારો બનાસકાંઠા લોકસભા બેઠક પર છે.

    - Advertisement -

    આ ઉપરાંત હાલ ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024ને લઈને પણ તૈયારીઓ તેજ થઈ ગઈ છે. તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં લાગેલા છે. તે સમયે હવે સરકાર તરફથી રજા જાહેર કરવામાં આવતા, કોઈપણ નાગરિકને મતદાન કરવા માટે કોઈ અવરોધ ઊભો થઈ શકશે નહીં. તમામ નાગરિકો વ્યવસ્થિત રીતે મતદાન કરી શકે તે માટે સરકારે બંધારણ મુજબ રજા જાહેર કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં