Sunday, September 8, 2024
More
    હોમપેજગુજરાતજેને રિન્કલ સમજીને પરણ્યો હતો યુવક, તે નીકળી કૌશરબાનુ: લગ્નના 10 દિવસ...

    જેને રિન્કલ સમજીને પરણ્યો હતો યુવક, તે નીકળી કૌશરબાનુ: લગ્નના 10 દિવસ બાદ લૂંટીને રફુચક્કર થઈ ગઈ, સુત્રાપાડા પોલીસે 6ની ગેંગને ઝડપી

    લગ્ન બાદ સુખી સંસારનું સપનું જોતો યુવક હોંશે-હોંશે પોતાના ઘરે આવી ગયો હતો. જોકે ઘરે આવ્યાના થોડા જ દિવસોમાં આખું પોકળ ઉઘાડું પડી ગયું. યુવક જેને રિન્કલ સમજીને પરણીને લઈ આવ્યો હતો, તે તેના મોબાઈલ સહિત રોકડ રકમ અને અન્ય કિંમતી સમાન લઈને રફુચક્કર થઈ ગઈ હતી.

    - Advertisement -

    આમ તો લૂંટેરી દુલ્હનના અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના હિંદુ યુવક સાથે થયેલી છેતરપિંડી અચરજ પમાડે તેવી છે. અહીં લગ્નવાંચ્છુક હિંદુ યુવકને કૌશર બાનુ નામની મુસ્લિમ મહિલાએ ગેંગ સાથે મળીને ફસાવ્યો અને લગ્નના નામે લૂંટી લીધો હતો. મહિલાએ ગેંગ સાથે મળીને યુવકને લગ્નના નામે થોડા દિવસ સાથે રહી બાદમાં રૂપિયા લઇ ફરાર થઈ ગઈ હતી. આ મામલે ફરિયાદ નોંધાતાં પોલીસે ત્રણ મહિલાઓ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

    મળતી માહિતી અનુસાર, સુત્રાપાડાના હરણાસા ગામનો હિંદુ યુવક છેલ્લા ઘણા સમયથી લગ્ન કરવા યોગ્ય પાત્રની શોધમાં હતો. તેવામાં તેની મુલાકાત જુનાગઢના શમીમબેન અને દીપક સાથે થઈ હતી. આ લોકો યુવકને રાજકોટના રિયાઝ કરીમ મિર્ઝા પાસે લઈ ગયા હતા, જ્યાં તેનો સંપર્ક કોમલ ઉર્ફે મુસ્કાન રિયાઝભાઈ મિર્ઝા સાથે થયો હતો. આ તમામ લોકોએ ફરિયાદી યુવકને લગ્ન કરાવી આપવાના નામે રૂપિયાની માંગણી કરી હતી.

    હિંદુ ઓળખપત્રો આપી લગ્ન કર્યાં

    આરોપીના જણાવ્યા અનુસાર, 1 લાખ 24 હજાર રૂપિયામાં આખી ડીલ નક્કી થઈ હતી. પૈસા લીધા બાદ તેમણે તેની મુલાકાત રિન્કલ અનિલભાઇ પંડ્યા નામની યુવતી સાથે કરાવી હતી. ઓળખની ખરાઈ કરવા માટે તેમણે યુવતીનું આધારકાર્ડ અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC) પણ બતાવ્યું હતું. ડોક્યુમેન્ટ જોયા બાદ ફરિયાદી યુવકને વિશ્વાસમાં લઈ નોટરી મારફત અમરેલી જિલ્લાના બાંટવા દેવળી ગ્રામપંચાયત ખાતે લગ્નની નોંધણી કરાવી દીધી હતી.

    - Advertisement -

    લગ્ન બાદ સુખી સંસારનું સપનું જોતો યુવક હોંશે-હોંશે પોતાના ઘરે આવી ગયો હતો. જોકે ઘરે આવ્યાના થોડા જ દિવસોમાં આખું પોકળ ઉઘાડું પડી ગયું. યુવક જેને રિન્કલ સમજીને પરણીને લઈ આવ્યો હતો, તે તેના મોબાઈલ સહિત રોકડ રકમ અને અન્ય કિંમતી સમાન લઈને રફુચક્કર થઈ ગઈ હતી. પત્ની ભાગી જતાં પીડિત યુવકે વચેટિયાઓને સંપર્ક કર્યો, પરંતુ તેમણે પણ યુવકને ખોટા કેસ કરી દેવાની ધમકી આપી હતી. આ દરમિયાન યુવકને ખ્યાલ આવ્યો હતો કે જેને તે હિંદુ રિન્કલ સમજી પૈસા આપી પરણીને લાવ્યો છે તે વાસ્તવમાં મુસ્લિમ યુવતી છે અને તેનું નામ કૌશરબાનુ છે.

    પોલીસે આખી ગેંગને ઝડપી લીધી

    પોતે છેતરાયા હોવાનું માલૂમ પડતાં જ યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ ગીર સોમનાથ લૉકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) અલગ-અલગ ટુકડી બનાવી તપાસ આદરી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણ થઈ કે રિન્કલ ઉર્ફે કૌશરબાનુ નવસારીની છે. પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચીને તેની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ તેની પૂછપરછના આધારે રિયાઝ મિર્ઝા, કોમલ ઉર્ફે મુસ્કાન રિયાઝ મિર્ઝાને આણંદ ખાતેથી અને શમીમબેન ઉર્ફે સીમાબેનને જૂનાગઢ ખાતેથી તથા નરસિંગ વાજાની સુત્રાપાડાથી ધરપકડ કરવામાં આવી હતી.

    આ મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ કલમ 406, 420, 465, 467, 468, 471, 506/2 અને 120 B મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ પોલીસ તે પણ તપાસ કરી રહી છે કે કૌશરબાનુનું હિંદુ યુવતી તરીકે બનાવટી આધારકાર્ડ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કોણે બનાવી આપ્યું હતું. આ ગેંગ દ્વારા કેટલા યુવકોને આ રીતે ફસાવીને ગુનો આચરવામાં આવ્યો છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં