Sunday, July 14, 2024
More
  હોમપેજગુજરાતબીજા તબક્કાના મતદાનનું અવનવું: નીરસ મતદાનના દાવાઓ વચ્ચે ગુજરાતીઓએ ઉત્સાહનાં અનોખાં ઉદાહરણ...

  બીજા તબક્કાના મતદાનનું અવનવું: નીરસ મતદાનના દાવાઓ વચ્ચે ગુજરાતીઓએ ઉત્સાહનાં અનોખાં ઉદાહરણ આપ્યાં; ચાલો જાણીએ

  બીજા તબક્કાના મતદાનમાં કોઈએ પગના અંગુઠા વડે મતદાન કર્યું તો કોઈ એમ્બ્યુલન્સ સાથે મથક પાર પહોંચ્યા હતા. જેને 2 દિવસ પહેલા હૃદયરોગનો હુમલો આવ્યો તેમણે પણ મતદાન કર્યું તો વિદ્યાર્થીઓએ મથકો પર નિસ્વાર્થ સેવાઓ આપી હતી.

  - Advertisement -

  5 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું. હવે ગુજરાતની તમામ રાજકીય પાર્ટીઓનું ભવિષ્ય EVMમાં કેદ થઇ ગયું છે જે 8 ડિસેમ્બરના રોજ મતગણતરી બાદ જ ખુલશે.

  આ દરમિયાન અહેવાલો આવી રહ્યા હતા કે ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ઓછું થઇ રહ્યું છે અને લોકો વોટ આપવા પ્રત્યે નીરસતા દાખવી રહ્યા છે. પરંતુ એવા ઘણા દાખલાઓ આપણી સામે આવી રહ્યા છે જે દર્શાવે છે કે ખમીરવંતા ગુજરાતીઓએ ચૂંટણીના આ મહાપર્વમાં હોંશભેર ભાગ લીધો હતો.

  નડિયાદમાં યુવકે પગથી કર્યું મતદાન

  મતદાનના દિવસે નડિયાદથી એક ખુબ જ ઉત્સાહવર્ધક સમાચાર આવી રહ્યા હતા. નડિયાદના એક દિવ્યાંગ યુવકે, જેના બને હાથ નહોતા તો તેણે મતદાન પગ વડે કર્યું હતું.

  - Advertisement -

  નડિયાદમાં રહેતા અંકિત સોનીને 25 વર્ષ પહેલા કરંટ લાગ્ય હતો, જેથી તેમના બંને હાથ કાપવા પડ્યા હતા. ત્યારથી અંકિત સોની હિંમત હાર્યા વિના તમામ કામ પગથી કરે છે. તેથી તેઓ ગઈ કાલે વિધાનસભાની ચૂંટણીમાં પગથી મતદાન કરવા પહોંચ્યા હતા. હાથ વગર મતદાન કરતા અંકિત સોની હાજર કર્મચારીઓમાં પણ આશ્ચર્યનું કેન્દ્ર બન્યા હતા.

  ડીસામાં વેન્ટિલેટર સાથે એમ્બ્યુલન્સમાં પહોંચ્યા મત આપવા

  બનાસકાંઠા જિલ્લાના ડીસામાં વેન્ટિલેટર ઉપર રહેલા દર્દીએ મતદાન કરીને અનોખું ઉદાહરણ પુરું પાડ્યું છે. વેન્ટિલેટર ઉપર રહેલા 80 વર્ષીય દર્દી તીરથભાઈ ખત્રીએ મતદાન કરવાની જીદ કરતા તેમને એમ્બ્યુલન્સમાં મતદાન કેન્દ્ર ઉપર લવાયા હતા.

  આ કિસ્સામાં દર્દી છેલ્લા ઘણા સમયથી હોમ આઇસોલેશનમાં વેન્ટિલેટર પર હતા, છતાં મતદાન કરવાની ઇચ્છા દર્શાવતાં પરિવારે એમ્બ્યુલન્સ મતદાન મથકે લઈ જઈ મતદાન કરાવ્યું હતું.

  48 કલાક પહેલા આવ્યો હાર્ટ અટેક તો પણ વડોદરાના નાગરિકે કર્યું મતદાન

  વડોદરામાં પણ એક સુંદર કિસ્સો સામે આવ્યો હતો. માંજલપુરની અંબે શાળામાં બનેલ મતદાન મથક પર એમ્બ્યુલન્સમાં આવેલ વિજયભાઈ પવાર સૌ માટે પ્રેરણારૂપ બન્યા હતા.

  એમ્બ્યુલન્સમાં મતદાન માટે પહોંચેલા વિજયભાઈ પવાર (ફોટો: News18)

  વિજયભાઈ પવારને 4 દિવસ પહેલા હૃદય રોગના હુમલો આવતા, તેમને તાત્કાલિક બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓને એન્જીયોપ્લાસ્ટી નામની સર્જરી પણ કરવામાં આવી હતી. હાર્ટ એટેક બાદ ઓપરેશનના ફક્ત 3 દિવસ બાદ મતદાન હોવાથી, તેમણે શારીરિક અસમર્થતાને અવગણીને અને હિંમત દાખવીને અત્યંત નાજુક સ્થિતિમાં પણ મતદાન કરવાની મક્કમતા પણ અડગ રહ્યા અને પોતાની નૈતિક ફરજ ચૂક્યા નહોતા.

  વડોદરાના વિદ્યાર્થીઓએ મતદાન મથકો પર નિસ્વાર્થ સેવાઓ આપી

  ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના 93 વિદ્યાર્થીઓએ મતદાન પરિસરમાં પીડબ્લ્યુડી અને વૃદ્ધ મતદારોને મદદ કરવા અને તે લોકો સરળતાથી મતદાન કરી શકે તેના માટે સ્વૈચ્છિક સેવા આપી હતી.

  વિદ્યાર્થીઓ પોતાનો મત આપ્યા પછી તેઓ ફાળવેલ મતદાન કેન્દ્ર પર પહોંચ્યા અને મતદાન મથક પરના તમામ લોકોને શક્ય તે રીતે મદદ કરી, ખાસ કરીને પીડબ્લ્યુડી અને વૃદ્ધ મતદારોને મદદ કરવામાં પુરેપુરી જવાબદારી બજાવી. વિદ્યાર્થીઓએ એવા મતદારોને પણ મદદ કરી હતી, જેમની પાસે રસીદ નથી.

  તેઓએ વોટર હેલ્પલાઈન નામની એપ્લિકેશનની મદદથી રસીદ જનરેટ કરવામાં મદદ કરી. વિદ્યાર્થીઓએ શી ટીમની મદદ મારફતે વિકલાંગ મતદારો અને વરિષ્ઠ નાગરિક મતદારોને ઘરેથી બૂથ અને બૂથથી તેમના ઘરે લઈ જવાની સુવિધાઓ પણ પૂરી પાડી હતી.

  એશ્વર્યા મજમુદારે મતદાનની અપીલ કરતા ગીત ગાયું

  ગુજરાતના જાણીતા સિંગર એશ્વર્યા મજમુદારે અમદાવાદમાં મતદાન કર્યું હતી. ગુજરાતી સિંગર અમદાવાદની વેજલપુર વિધાનસભા બેઠકની મતદાર છે. દર વખતે ચૂંટણીમાં એશ્વર્યા મજમુદાર મુંબઈથી મતદાન કરવા માટે અહીં આવે છે. 

  તેઓએ ગઈ કાલે મતદાન કરીને એક ગીત ગાયું હતું. મતદારોને મતદાન માટે અપીલ કરતું ગીત ગાઈને લોકોને જાગૃત કર્યા હતા.

  હીરાબાને જોવા એક બાળકી 4 કલાક મતદાન મથક બહાર ઉભી રહી

  બીજા તબક્કાના મતદાન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા ગાંધીનગરના રાયસણમાં મત આપવા પહોંચ્યા હતા. ત્યારે એક નાનકડી બાકી સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ બાળકીને જોઇને સૌ કોઇ તેના સંસ્કારોને વખાણવા લાગ્યા હતા.

  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન યોજાયું તે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા શતાયુ હીરાબા રાયસણની પ્રાથમિક શાળા ખાતે પોતાનો મત આપવા બપોરે બારેક વાગ્યાના સુમારે પહોંચ્યા હતા. પરંતુ અહીં એક નાનકડી બાળકી પોતાના પિતા સાથે વહેલી સવારથી જ હીરાબાના દર્શન કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહી હતી.

  મૂળ મહેસાણાની નાનકડી આરાધ્યા પોતાના પિતા સાથે હીરાબાના દર્શન કરવા માટે ખાસ રાયસણ આવી હતી. હીરાબાના દર્શન કરવા આ નાનકડી બાળકી કલાકો સુધી રાહ જોતી રહી.

  આમ, કોઈ પણ રીતે એમ ન કહી શકાય કે બીજા તબક્કાના મતદાન માટે નાગરિકોમાં નિરાશા હતી. ગુજરાતીઓએ હોંશે હોંશે મતદાનમાં ભાગ લીધો હતો અને અન્ય લોકો માટે ઉદાહરણરૂપ બન્યા હતા.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં