Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતચૂંટણીની જેમ જ આ વખતની મત ગણતરી પણ રહેશે ખાસ: પહેલીવાર મત...

    ચૂંટણીની જેમ જ આ વખતની મત ગણતરી પણ રહેશે ખાસ: પહેલીવાર મત ગણતરીની પદ્ધતિ બદલતાં પરિણામો તરત આવશે

    હમણાં સુધીની બધી જ ચૂંટણીઓમાં મત ગણતરી વખતે સૌથી પહેલા બેલેટ પેપર ખોલવામાં આવતા હતા. જે બાદ એક એક બેલેટ પેપરને ચકાસીને ગણવામાં આવતા હતા. જયારે બેલેટ પેપેરના મતની ગણતરી બાદ તેમનો આંકડો બહાર આવે તે બાદ જ EVMના મતની ગણતરી શરૂ કરવામાં આવતી હતી.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાના મતદાનની મત ગણતરી ગુરુવાર એટલે કે 8 ડિસેમ્બરે યોજાનાર છે. આ માટે દરેક જિલ્લાઓના મતગણતરી મથકો પર પૂરતી તૈયારીઓ થઇ ચુકી છે. જે રીતે આ વખતની ચૂંટણી અન્ય ચૂંટણીઓ કરતા જુદી રહી હતી તે જ રીતે આ વખતની મત ગણતરી પણ અલગ રહેવાની છે કેમ કે તેમાં નવી પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવનાર છે.

    ન્યુઝ18ના અહેવાલ અનુસાર, આ વખતે મત ગણતરીની પેટર્નમાં એક મોટો બદલાવ થઇ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે EVM અને બેલેટ પેપર બંનેની ગણતરી એક સાથે શરુ થનાર છે.

    નવી પદ્ધતિ

    અહેવાલોનું માનીએ તો ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણીના મતની ગણતરી દરમિયાન બેલેટ પેપર અને ઇવીએમ એકસાથે ખોલવામાં આવશે અને બેલેટ પેપર અને ઇવીએમના મતોની ગણતરી પણ એક સાથે કરવામાં આવશે.

    - Advertisement -

    આની તૈયારીના ભાગરૂપે દરેક માટે ગણતરી મથકો પર મત ગણતરી દરમિયાન બેલેટ પેપર માટે એક અલગ ટેબલ મૂકવામાં આવનાર છે પરંતુ મતોની ગણતરી એક જ સમયે શરૂ થશે.

    જૂની પદ્ધતિ શું હતી

    નોંધનીય છે કે હમણાં સુધીની બધી જ ચૂંટણીઓમાં મત ગણતરી વખતે સૌથી પહેલા બેલેટ પેપર ખોલવામાં આવતા હતા. જે બાદ એક એક બેલેટ પેપરને ચકાસીને ગણવામાં આવતા હતા. જયારે બેલેટ પેપેરના મતની ગણતરી બાદ તેમનો આંકડો બહાર આવે તે બાદ જ EVMના મતની ગણતરી શરૂ કરવામાં આવતી હતી.

    આ પદ્ધતિમાં ખુબ સમય જતો હતો.ક્યારેક જો બેલેટ પેપરમાં વધારે મત પડ્યા હોય અથવા તેની ગણતરી વિષે કોઈ પણ પક્ષના ઉમેદવાર કે કાર્યકર્તા કોઈ શંકા દર્શાવે તો આખી ગણતરી ફરીથી કરવી પડતી હતી.

    હવે નવી પદ્ધતિ દ્વારા મત ગણતરીનો સમય ઘટાડી શકાશે જેના પરિણામ સ્વરૂપ ચૂંટણીનું રિઝલ્ટ જલ્દી આવી શકે છે.

    અમદાવાદમાં બનાવાયા છે 3 ગણતરી કેન્દ્રો

    અમદાવાદમાં LD એન્જિનિરીંગ કોલેજ, ગુજરાત કોલેજ અને પોલિટેક્નિક કોલેજ ખાતે મત ગણતરી કેન્દ્રો બનવવામાં આવ્યા છે.

    LD એન્જીનિયરિંગ કોલેજમાં ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારણપુરા, અમરાઈવાડી, મણીનગર અને સાબરમતી એમ કુલ 8 વિધાનસભા બેઠકોની ગણતરી કરવામાં આવનાર છે.

    ગુજરાત કોલેજમાં નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, દરિયાપુર, જમાલપુર ખાડીયા, દાણીલીમડા અને અસારવા એમ કુલ 7 વિધાનસભા બેઠકોની ગણતરી કરવામાં આવનાર છે.

    અમદાવાદ ગ્રામ્યની બેઠકો જેમાં સાણંદ, વિરમગામ, નિકોલ, દસક્રોઈ, ધોળકા અને ધંધુકા મળીને 6 વિધાનસભા બેઠકોની મતગણતરી પોલીટેકનીક કોલેજ ખાતે કરવામાં આવનાર છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં