Friday, May 3, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિ'અત્ર-તત્ર-સર્વત્ર રામ': ગુજરાતનાં પવિત્ર ધર્મસ્થાનો પણ થયાં રામમય, જગત મંદિર દ્વારકાથી લઈને...

    ‘અત્ર-તત્ર-સર્વત્ર રામ’: ગુજરાતનાં પવિત્ર ધર્મસ્થાનો પણ થયાં રામમય, જગત મંદિર દ્વારકાથી લઈને શિવ મંદિર સોમનાથ સુધી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી

    અયોધ્યાના ભવ્ય રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ દરમિયાન હનુમાનજીને વિશેષ વાઘા પણ પહેરાવવામાં આવ્યા છે.

    - Advertisement -

    22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રભુ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું. આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં કરોડો રામભક્તો પણ સહયોગ આપી રહ્યા છે. દિવાળી કરતાં પણ વિશેષ ઉજવણી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની થઈ રહી છે. દેશની સાથે ગુજરાતના ધર્મસ્થાનો પણ રામમય બન્યા છે. ભવ્ય રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ગુજરાતના પવિત્ર મંદિરોમાં પણ કરવામાં આવી રહી છે. જેમાં સોમનાથ મંદિર, દ્વારકા જગત મંદિર, સાળંગપુર હનુમાનજી મંદિર, પવિત્ર શક્તિપીઠ અંબાજી તથા અમદાવાદ ઇસ્કોન મંદિરનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતના અનેક મંદિરો પણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.

    22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિર ખાતે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. તે સાથે સમગ્ર દેશમાં પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ રજૂ કરવામાં આવ્યું. આખો દેશ આજે રામમય બન્યો છે. ગુજરાત પણ રામભક્તિમાં તરબોળ થયું છે. કરોડો રામભક્તોની સાથે-સાથે ગુજરાતના પવિત્ર ધર્મસ્થાનો પણ રામના રંગે રંગાઈ ગયા છે. સોમનાથ મંદિર, દ્વારકા જગત મંદિર, સાળંગપુર હનુમાનજી મંદિર, ઇસ્કોન મંદિર અને સાથે પવિત્ર શક્તિપીઠ અંબાજી ખાતે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.

    દ્વારકા અને સોમનાથ મંદિરોમાં થશે ઉજવણી

    અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને દ્વારકાના જગત મંદિરે ઉજવણી કરવામાં આવી રહી છે. જગત મંદિરને રંગબેરંગી લાઇટોના ડેકોરેશનથી શણગારવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રાણપ્રતિષ્ઠા સમયે દ્વારકાધીશ જગત મંદિરમાં પૂજારી દ્વારા દ્વારકાધીશને અભિષેક કરવામાં આવ્યો. આ સિવાય મંદિરમાં શણગાર, રંગોળી, દીપ પ્રાગટ્ય તથા પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવ્યું. જગત મંદિર પરિસરમાં અયોધ્યાના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    આ ઉપરાંત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં પણ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સોમનાથ મંદિરને રંગબેરંગી લાઈટોથી અદભૂત રીતે શણગારવામાં આવ્યું હતું. પ્રાણપ્રતિષ્ઠા સમયે સોમનાથ મંદિર સ્થિત રામ મંદિરમાં વિશેષ પૂજા પણ કરવામાં આવી. સાથે સોમનાથમાં પણ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ રજૂ કરવામાં આવ્યું.

    સાળંગપુર હનુમાનજી મંદિર અને ઇસ્કોન મંદિર પણ રામમય

    અયોધ્યાના ભવ્ય રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ દરમિયાન હનુમાનજીને વિશેષ વાઘા પણ પહેરાવવામાં આવ્યા છે. એ સિવાય દાદાના સિંહાસનમાં રામ મંદિરની પ્રતિકૃતિનો શણગાર પણ કરવામાં આવ્યો છે. સાળંગપુર મંદિર પરિસરમાં ભગવા ધ્વજ પણ લગાવવામાં આવ્યા છે.

    જ્યારે અમદાવાદમાં સ્થિત ઇસ્કોન મંદિરને પણ રામમય બનાવી દેવાયું છે. ઇસ્કોન મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણને ભગવાન રામનું સ્વરૂપ પ્રદાન કરવામાં આવ્યું છે. ઇસ્કોન મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી થઈ રહી છે. તેમાં મોટી LED સ્ક્રીન પણ લગાવવામાં આવી છે. જેમાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના ભવ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. સાથે મંદિરના પ્રાંગણમાં રામજીની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી.

    આ ઉપરાંત ગુજરાતના પવિત્ર શક્તિપીઠ અંબાજી ખાતે પણ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. અંબાજી મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. મંદિરના શિખર પર દિવાની જેમ રોશની કરવામાં આવી છે. અંબાજી મંદિરને નવરાત્રિ જેવા માહોલની જેમ શણગારવામાં આવી રહ્યું છે. સાથે આજના દિવસે શક્તિપીઠ અંબાજી ખાતે હજારો લોકોના ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં