Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાત‘આ માત્ર પ્રોપગેન્ડા છે’: શાળાઓમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ શીખવવાના નિર્ણય સામે...

    ‘આ માત્ર પ્રોપગેન્ડા છે’: શાળાઓમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ શીખવવાના નિર્ણય સામે જમિયતની અરજી પર ગુજરાત હાઇકોર્ટની મૌખિક ટિપ્પણી, કહ્યું- નૈતિક મૂલ્યો શીખવે છે ગીતા

    કોર્ટે મૌખિક ટિપ્પણી કરતાં કહ્યું કે, “ભગવદ્ ગીતામાં કોઈ ધાર્મિક શિક્ષણ નથી. ‘કર્મ કર, ફળની ઈચ્છા ન રાખ’ એ મૂળભૂત, પાયાનો અને નૈતિક સિદ્ધાંત છે. ભગવદ્ ગીતામાં કોઈ ધાર્મિક શિક્ષણ નથી. આ PIL બીજું કાંઈ નથી પણ પ્રોપગેન્ડા કે સ્ટંટ છે.”

    - Advertisement -

    ગુજરાતની શાળાઓમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના (Shrimad Bhagwad Geeta) પાઠ શીખવવાના રાજ્ય સરકારના 2022ના નિર્ણય સામે મુસ્લિમ સંગઠન જમિયત ઉલમા-એ-હિન્દ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) એક અરજી કરવામાં આવી છે, જેની ઉપર ગુરુવારે (21 નવેમ્બર) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે મૌખિક ટિપ્પણી કરતાં કહ્યું કે, ગીતામાં કોઈ ધાર્મિક નહીં પણ જીવનનાં નૈતિક મૂલ્યો શીખવે છે અને જમિયતની આ અરજી બીજું કાંઈ નહીં પણ પ્રોપગેન્ડા માત્ર છે. 

    ગુજરાત વિધાનસભાએ સર્વાનુમતિથી એક પ્રસ્તાવ પસાર કર્યા બાદ રાજ્ય સરકારે શાળાઓમાં ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ, શ્લોક અને પ્રાર્થનાઓ શીખવવાનો નિર્ણય કર્યો હતો. જેને મુસ્લિમ સંગઠને હાઈકોર્ટમાં પડકાર્યો અને દલીલ એવી આપી કે નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ વિદ્યાર્થીઓને પંથનિરપેક્ષતા શીખવવી જોઈએ અને સરકાર કોઈ એક ધર્મનું શિક્ષણ આપી શકે નહીં. 

    જોકે, કોર્ટે આ દલીલ પર મૌખિક ટિપ્પણી કરતાં કહ્યું કે, “ભગવદ્ ગીતામાં કોઈ ધાર્મિક શિક્ષણ નથી. ‘કર્મ કર, ફળની ઈચ્છા ન રાખ’ એ મૂળભૂત, પાયાનો અને નૈતિક સિદ્ધાંત છે. ભગવદ્ ગીતામાં કોઈ ધાર્મિક શિક્ષણ નથી. આ PIL બીજું કાંઈ નથી પણ પ્રોપગેન્ડા કે સ્ટંટ છે.” ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચ આ અરજી પર સુનાવણી કરી રહી છે. 

    - Advertisement -

    કોર્ટે એમ પણ કહ્યું કે, આ એક પ્રકારે મોરલ સાયન્સના પાઠ શીખવવા જેવી વાત છે. પરંતુ અરજદારના વકીલે દલીલ એવી કરી કે, મોરલ સાયન્સ પણ તટસ્થ હોવું જોઈએ. (એટલે કે કોઈ એક ધર્મનું નહીં) આગળ એમ પણ કહ્યું કે, રાજ્ય સરકારને 19 જુલાઈ, 2023 સુધીમાં જવાબ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમણે દાખલ કર્યો નથી અને પ્રસ્તાવનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. 

    ત્યારબાદ કોર્ટે મૌખિક ટિપ્પણીમાં કહ્યું કે, “આ પહેલ માત્ર શિક્ષણમાં કશુંક ઉમેરવા માટેની છે.” પરંતુ અરજદારના વકીલે નેશનલ પોલિસીનો ઉલ્લેખ કરીને કહ્યું કે, તેમાં આવું કહેવામાં આવ્યું નથી. જ્યાં કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું, “પણ એ એક પછી એક જ થશે. પોલિસી એવું તો નથી કહી રહી કે તમે કોઈ એક બાબત એક સમયે અમલ ન કરી શકો.”

    મુસ્લિમ સંગઠનના વકીલે કોર્ટમાં દલીલ કરી કે રાજ્ય સરકાર પોલિસીથી વિરુદ્ધ જઈને કામ કરી રહી છે અને જેથી તેમને આગળ વધવા દેવામાં ન આવે. રાજ્ય સરકાર આ પ્રકારના નિર્દેશો ન આપી શકે અને તેમની પાસે સત્તા નથી. અભ્યાસક્રમ માટે અલગ ઓથોરિટી હોય છે, જેને પોલિસીએ પણ માન્યતા આપી છે. આ પ્રસ્તાવ સરકારનો છે અને તેમણે જવાબ આપવો પડશે. આની ઉપર કોર્ટે કહ્યું કે, શાળાના શિક્ષણ પર રાજ્ય સરકાર નિર્દેશો આપી શકે છે અને સરકારે આ મામલામાં માત્ર સૂચન કર્યું છે, અંતિમ નિર્ણય તો જે-તે ઓથોરિટીએ જ લેવાનો છે. 

    ચર્ચાઓ બાદ કોર્ટે મામલાની સુનાવણી ડિસેમ્બરમાં મુકરર કરી હતી. નોંધવું જોઈએ કે આ માત્ર મૌખિક ચર્ચાઓ કરવામાં આવી હતી. અરજી પર કોર્ટે હજુ કોઈ નિર્ણય સંભળાવ્યો નથી અને હાલ સુનાવણીઓ ચાલી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં