Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'લાઉડ સ્પીકરમાં 5 વાર થતી અજાન એ ધ્વનિ પ્રદૂષણ નથી': ગુજરાત હાઈકોર્ટની...

    ‘લાઉડ સ્પીકરમાં 5 વાર થતી અજાન એ ધ્વનિ પ્રદૂષણ નથી’: ગુજરાત હાઈકોર્ટની ટિપ્પણી- મંદિરની ઘંટડીઓમાંથી પણ આવે છે અવાજ

    આ સાથે જ મુખ્ય ન્યાયાધીશે સુનાવણી દરમિયાન મસ્જિદમાં થતી નમાજની તુલના મંદિરમાં થતી આરતી સાથે કરી હતી. કોર્ટમાં દલીલ દરમિયાન જયારે અરજદારના વકીલે દલીલ કરી કે નમાજમાં થતી અજાન આખો દિવસ થાય છે અને વહેલી સવારે પણ થાય છે. ત્યારે આના જવાબમાં ન્યાયાધીશે કહ્યું કે, "મંદિરમાં પણ સવારમાં જ આરતી ચાલુ થઇ જાય છે."

    - Advertisement -

    તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક યાચિકામાં મસ્જિદમાં થતી અજાન માટે વપરાતા લાઉડસ્પીકર પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી હતી. જેના જવાબમાં કોર્ટે મસ્જિદમાં 5 વાર વાગતા લાઉડસ્પીકરની તુલના મંદિરમાં થતી આરતી સાથે કરી હતી. સાથે જ મસ્જિદમાં થતી અજાનથી કોઈ પ્રદૂષણ થતું નથી એમ જણાવી યાચિકા ફગાવી દીધી હતી.

    હાલમાં ઉત્તરપ્રદેશમાં ધ્વનિપ્રદૂષણને ધ્યાને લઈને મસ્જિદમાંથી લાઉડસ્પીકરો દૂર કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી કુલ 3238 જેટલા લાઉડસ્પીકરો મસ્જિદો પરથી ઉતારી લેવામાં આવ્યા છે. સાથે જ 7288 જેટલી જગ્યાએ લાઉડસ્પીકરોનો અવાજ ઓછો કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટનું માનવું છે કે મસ્જિદમાં દિવસમાં 5 વાર લાઉડસ્પીકરમાં થતી અજાનથી પર્યાવરણને કોઈ નુકશાન નથી થતું. ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક યાચિકાની સુનાવણી દરમિયાન હાઈકોર્ટના જજે તર્ક આપતા મસ્જિદમાં થતી અજાન અને મંદિરમાં થતી આરતીની તુલના કરી હતી.

    મસ્જિદમાં થતી અજાન માટે વપરાતા લાઉડસ્પીકર પર પ્રતિબંધ માટેની એક યાચિકા ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી. ગુજરાતમાં સામાજિક કાર્યકર્તા શક્તિસિંહ ઝાલા નામની વ્યક્તિએ ગુજરાત હાઇકોર્ટમાં એક જનહિત યાચિકા દાખલ કરી હતી. જેમાં મસ્જિદમાં દિવસમાં 5 વાર થતી નમાજમાં અજાન માટે વપરાતા લાઉડસ્પીકરથી ધ્વનિપ્રદૂષણ થાય છે. જેના કારણે જાહેર જનતાને હાલાકી પડતી હોવાનું અને બાળકોના સ્વાસ્થ્યને પણ નુકશાન થતું હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે યાચિકાને ખારીજ કરતા મસ્જિદના લાઉડસ્પીકરની તુલના મંદિરની આરતી સાથે કરી હતી.

    - Advertisement -

    ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા આ કેશની સુનાવણી ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને અનિરુદ્ધ પી માયી કરી રહ્યા છે. સુનાવણી દરમિયાન ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે કહ્યું, “દિવસમાં કેટલીવાર સુધી નમાજ થાય છે? 5 મિનિટથી પણ ઓછી, તો આમાં ધ્વનિપ્રદૂષણ ક્યાંથી આવ્યું ? અમને ડેસીબલ (ધ્વનિ માપદંડ) બતાવો? પ્રેક્ટીકલ રીતે કેટલા ડેસીબલ આવે છે?”

    આ સાથે જ મુખ્ય ન્યાયાધીશે સુનાવણી દરમિયાન મસ્જિદમાં થતી નમાજની તુલના મંદિરમાં થતી આરતી સાથે કરી હતી. કોર્ટમાં દલીલ દરમિયાન જયારે અરજદારના વકીલે દલીલ કરી કે નમાજમાં થતી અજાન આખો દિવસ થાય છે અને વહેલી સવારે પણ થાય છે. ત્યારે આના જવાબમાં ન્યાયાધીશે કહ્યું કે, “મંદિરમાં પણ સવારમાં જ આરતી ચાલુ થઇ જાય છે. જેમાં સંગીત વપરાય છે. એમાં કોઈ ધ્વનિપ્રદૂષણ નથી થતું ? શું તમે એવું કહી શકો કે મંદિરમાં વાગતા ઘંટનો અવાજ ફક્ત મંદિર સુધી જ રહે છે, એ મંદિરમાંથી બહાર જતો નથી.”

    આ ઉપરાંત મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે એમ પણ કહ્યું, “અમને એ નથી સમજાઈ રહ્યું કે લાઉડસ્પીકર પર કરવામાં આવતી અજાનનો અવાજ ધ્વનિપ્રદૂષણના સ્તર સુધી પહોંચી શકે છે કે જેનાથી સ્વાસ્થ્યને નુકશાન થઇ શકે”

    અંતે કોર્ટે આવા તર્કો આપી યાચિકાને ખારીજ કરી હતી અને જણાવ્યું હતું કે અમે આ પ્રકારની યાચિકાની સુનાવણી નહીં કરીએ.

    ઉલ્લેખનીય છે કે નમાજ માટે વપરાતા લાઉડસ્પીકર પર પ્રતિબંધ માટે અવારનવાર માંગ થતી રહેતી હોય છે. દિવસમાં 5 વાર થતી નમાજના કારણે વહેલી સવારથી મોડી રાત સુધી સમયાંતરે લાઉડસ્પીકરનો અવાજ આવતો હોય છે. જેનાથી સમાન્ય જનતાને ઘણીવાર મુશ્કેલી પડતી હોઈ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં