Thursday, December 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસદગુરુના ઈશા આઉટરિચ સાથે ગુજરાત સરકારે MOU કર્યા : ‘સેવ સોઇલ’ ચળવળમાં...

    સદગુરુના ઈશા આઉટરિચ સાથે ગુજરાત સરકારે MOU કર્યા : ‘સેવ સોઇલ’ ચળવળમાં જોડાનારું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત

    ઈશા આઉટરિચ સાથે ‘સેવ સોઇલ’ ચળવળમાં જોડાનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે તે અંગે સદગુરુ જગ્ગી વાસુદેવે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. તેમજ ગુજરાતમાંથી તેમને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. 

    - Advertisement -

    આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવના ઈશા આઉટરિચ અને ગુજરાત સરકારના ક્લાયમેટ ચેન્જ વિભાગ વચ્ચે ‘સેવ સોઇલ’ ચળવળ હેઠળ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સાથે આ વૈશ્વિક ચળવળમાં જોડાનારું ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. MOU પર હસ્તાક્ષર કરતી વેળા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવ ઉપસ્થિત રહ્યા હતા.

    ‘માટી બચાવો’ (save soil) અભિયાન માટે વિશ્વવ્યાપી જાગૃતિ કેળવવા ઇશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરૂ 100 દિવસ માટે 30 હજાર કિલોમીટરની બાઇક યાત્રા પર નીકળ્યા છે. સમગ્ર યુરોપ, મધ્ય એશિયા અને મધ્ય પૂર્વ વિસ્તારોમાં તેમણે માટી બચાવવાના તાત્કાલિક નીતિગત ફેરફારો માટે સરકારોને સજાગ કરવાના ઉદેશ્ય સાથે આ યાત્રા આરંભી છે. આ યાત્રા અંતર્ગત સદગુરૂ જગ્ગી વાસુદેવ ગુજરાત આવી પહોંચ્યા હતા અને હાલ તેઓ ગુજરાતમાં છે.  

    સરકારે ઈશા આઉટરિચ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સદગુરુએ શરૂ કરેલા આ અભિયાનમાં ગુજરાત અગ્રેસર રહી યોગદાન આપી શકવા માટે વધુમાં શું-શું કરી શકે તે દિશામાં આવનારા દિવસોમાં સક્રિયતાપૂર્વક અમે આગળ વધીશું.”

    - Advertisement -

    ઈશા આઉટરિચ સાથે ‘સેવ સોઇલ’ ચળવળમાં જોડાનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે તે અંગે સદગુરુ જગ્ગી વાસુદેવે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. તેમજ ગુજરાતમાંથી તેમને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. 

    તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “આ હેન્ડબુકમાં સરળ સિદ્ધાંતોનો સમાવેશ થાય છે, જેની મદદથી સરકારો નીતિ ઘડી શકે છે. સામાન્ય રીતે સરકારોએ પહેલાં કન્સેપ્ટ બનાવવા પડે છે અને પછી પોલિસી બને છે. પરંતુ અમે પહેલેથી કન્સેપ્ટ બનાવીને તૈયાર રાખ્યો છે. જેથી સરકારો ઝડપથી તેની ઉપર કાર્ય કરીને પોલિસી બનાવી શકે.”

    સદગુરુએ ગત માર્ચ મહિનામાં ‘સેવ સોઇલ’ ચળવળ શરૂ કરી હતી. તેમણે આ ચળવળ એવી દુનિયાભરમાંથી માટીને વિલુપ્ત થતી બચાવવા માટે શરૂ કરી છે, જે પ્રત્યે સંયુક્ત રાષ્ટ્ર એજન્સીઓએ પણ ચિંતા વ્યક્ત કરી છે. હાલમાં તેઓ યુરોપ, મધ્ય એશિયા અને મધ્ય પૂર્વના દેશોની 30,000 કિલોમીટરની 100 દિવસીય યાત્રાએ નીકળ્યા છે. જેનો ઉદ્દેશ્ય માટી બચાવવાનો અને તે માટે વૈશ્વિક સ્તરે નીતિ ઘડવાનો છે. 

    રાજ્ય સરકારે આ અંગે જણાવ્યું કે, રાજ્ય સરકારના ક્લાયમેટ ચેન્જ વિભાગ અને ઈશા આઉટરિચ વચ્ચે ગુજરાતમાં માટી બચાવવા માટેની પહેલરૂપે જુદા-જુદા પ્રયાસો હાથ ધરવા માટે જાગૃતિ અને લોકભાગીદારી ઊભી કરવાના હેતુથી આ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જેમાં માટીને રણમાં ફેરવવાથી અટકાવવા, ક્ષાર પ્રવેશ નિયંત્રિત કરવા અને વૃક્ષારોપણ તથા ચેરનાં વૃક્ષોના આવરણ થકી હરિયાળું આવરણ-ગ્રીન કવર વધારવા જેવી બાબતોનો સમાવેશ થાય છે

    આ MOU સાઇનીંગ અવસરે સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્ય સચિવ પંકજ કુમાર, ક્લાઇમેટ ચેન્જ વિભાગના અગ્ર સચિવ એસ. જે. હૈદર, વરિષ્ઠ સચિવો અને ઇશા ફાઉન્ડેશનના સભ્યો, સદગુરૂના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં