Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટખાનગી શાળાઓ છોડી સરકારી શાળાઓ તરફ વળવાનો નવો ટ્રેન્ડ: ગુજરાતમાં 4 વર્ષમાં...

    ખાનગી શાળાઓ છોડી સરકારી શાળાઓ તરફ વળવાનો નવો ટ્રેન્ડ: ગુજરાતમાં 4 વર્ષમાં લાખો બાળકોએ સરકારી શાળાઓમાં મેળવ્યો પ્રવેશ

    2020-21માં કુલ 2.85 લાખ વિદ્યાર્થીઓ જ્યારે વર્ષ 2021-22 માં 3.49 લાખ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં અભ્યાસ માટે આવ્યાં હતાં. જ્યારે વર્ષ

    - Advertisement -

    થોડાં વર્ષો પહેલાં ગુજરાતમાં સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓનું પ્રમાણ ઝડપથી ઘટી રહ્યું હતું, પરંતુ હવે ફરીથી નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. છેલ્લાં માત્ર 4 વર્ષમાં ગુજરાતમાં 11.3 લાખ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. જેમાંથી સૌથી વધુ બાળકો આ શૈક્ષણિક વર્ષમાં ખાનગીમાંથી સરકારી શાળાઓમાં દાખલ થયાં છે. 

    ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના એક રિપોર્ટમાં આ બાબતે જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, ચાર વર્ષમાં ગુજરાતભરમાંથી પ્રાથમિક શાળામાં ભણતા 11.3 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાખવામાં આવતી માહિતી પરથી આ બાબત પ્રકાશમાં આવી છે. 

    કોરોના મહામારી દરમિયાન વર્ષ 2020-21માં કુલ 2.85 લાખ વિદ્યાર્થીઓ જ્યારે વર્ષ 2021-22 માં 3.49 લાખ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં અભ્યાસ માટે આવ્યાં હતાં. જ્યારે વર્ષ 2022માં અત્યાર સુધીમાં 2.24 લાખ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં આવ્યાં હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. 

    - Advertisement -

    રાજ્ય સરકારના શિક્ષણ સચિવ વિનોદ રાવે આ અંગે જણાવ્યું કે, પાંચેક વર્ષ પહેલાં સરકારી શાળાઓમાં થતા રિવર્સ માઈગ્રેશનનો ટ્રેન્ડ શરૂ થયો હતો. તેઓ આગળ જણાવે છે કે, “પહેલાં સરકારી શાળાઓમાંથી બાળકો નિયમિત રીતે ખાનગી શાળામાં જતાં રહેતાં, પરંતુ હવે તેનાથી ઉલટું થઇ રહ્યું છે. વાલીઓ જે રીતે બાળકોને ખાનગી એકમોના સ્થાને સરકારી શાળાઓમાં મોકલતા થયા છે એ સરકારી શાળાઓમાં વધતી જતી શિક્ષણની ગુણવત્તાનો એક સુખદ સંકેત છે. 

    રિપોર્ટ અનુસાર, ખાનગી શાળામાંથી એડમિશન કાઢી લઇ સરકારી શાળામાં બાળકોને મોકલતા વાલીઓનું માનવું છે કે ઊંચા દરની ફી ભરવા છતાં ખાનગી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સંતોષકારક રહેતી નથી. જેથી બાળકોને સરકારી શાળામાં પ્રવેશ કરાવ્યો, જ્યાં શિક્ષણની ગુણવત્તા પણ સારી હોવાનું અને બાળકોના અભ્યાસમાં પણ ફેર પડ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. 

    પ્રાથમિક શિક્ષણ સચિવ આ બદલાયેલા ટ્રેન્ડ પાછળ શ્રેય નવીન શિક્ષણ પ્રણાલીને આપે છે. તેમના જણાવ્યા અનુસાર, શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેની ઓનલાઇન હાજરી લેવામાં આવે છે. રાજ્યમાં 60 હજાર સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યા છે, જ્યારે દરેક વિદ્યાર્થીની અઠવાડિક ટેસ્ટ લેવામાં આવે છે તેમજ વિદ્યાર્થી અને વિષયવાર રિપોર્ટ કાર્ડ પણ તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ સ્થાપવામાં આવ્યું છે. જેના કારણે વિદ્યાર્થીઓ સરકારી શાળા તરફ આકર્ષાયા હોવાનું તેમણે જણાવ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં