Monday, May 6, 2024
More
    હોમપેજગુજરાતફિક્સ પે કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો, દિવાળી પહેલાં ગુજરાત સરકારની ભેટ:...

    ફિક્સ પે કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો, દિવાળી પહેલાં ગુજરાત સરકારની ભેટ: 1 ઓક્ટોબરથી અમલ, સરકારને વર્ષે ₹548.64 કરોડનું ભારણ વધશે 

    સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારે (18 ઓક્ટોબર) કેબિનેટની બેઠક મળી હતી, જેમાં આ નિર્ણય પર અંતિમ મહોર મારવામાં આવી. બેઠક બાદ મંત્રી ઋષિકેશ પટેલે નિર્ણયની જાણકારી આપી હતી.

    - Advertisement -

    દિવાળીના તહેવાર પહેલાં રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે ફિક્સ પે કર્મચારીઓ માટે અગત્યનો નિર્ણય લીધો છે. જે અનુસાર, આવા 61 હજારથી વધુ કર્મચારીઓના વેતનમાં 30 ટકા જેટલો વધારો કરવામાં આવશે. 

    સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારે (18 ઓક્ટોબર, 2023) કેબિનેટની બેઠક મળી હતી, જેમાં આ નિર્ણય પર અંતિમ મહોર મારવામાં આવી. બેઠક બાદ મંત્રી ઋષિકેશ પટેલે નિર્ણયની જાણકારી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આ નિયમની અમલવારી 1 ઓક્ટોબરથી જ કરવામાં આવશે. 

    સરકારના આ નિર્ણયની અસર રાજ્યમાં ફિક્સ પે પર નોકરી કરતા કુલ 61,560 જેટલા કર્મચારીઓને થશે. આ પગાર વધારો થવાના કારણે રાજ્ય સરકારની તિજોરી પર ₹548.64 કરોડનું ભારણ વધશે તેમ જણાવવામાં આવ્યું છે. 

    - Advertisement -

    નિર્ણય જાહેર કરતાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ગુજરાતના વિકાસમાં રાજ્યના કર્મચારીઓનો ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે. દરેક સરકારી યોજનાઓના અમલીકરણ તથા તેના પર યોગ્ય દેખરેખ થકી છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભ પહોંચાડવામાં કર્મચારીઓએ હંમેશા ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. ત્યારે દિવાળી પૂર્વે લેવામાં આવેલા આ નિર્ણય રાજ્યના પ્રત્યેક ફિક્સ પગારના કર્મચારીઓ તથા તેમના પરિવારજનો માટે ખુશીની લહેર લાવશે તેવો અમને વિશ્વાસ છે. 

    રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ નિર્ણયથી વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 38,090થી વધીને રૂ. 49,600 થશે. ઉપરાંત વર્ગ-3ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો હાલનો માસિક ફિક્સ પગાર રૂ. 31,340થી વધીને રૂ. 40,800 થશે.

    આ ઉપરાંત, વર્ગ-3 ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 19,950થી વધીને રૂ. 26,000 જેટલો થશે. જ્યારે વર્ગ-4ના 1650, 1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો હાલનો માસિક ફિક્સ પગાર રૂ. 16,224થી વધીને રૂ. 21,100 પર પહોંચશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં