Saturday, April 20, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટરોજગારી પૂરી પાડવામાં સમગ્ર દેશમાં ગુજરાત મોખરે: સરકારે છેલ્લા 5 વર્ષમાં 15.21...

  રોજગારી પૂરી પાડવામાં સમગ્ર દેશમાં ગુજરાત મોખરે: સરકારે છેલ્લા 5 વર્ષમાં 15.21 લાખથી વધુ લોકોને પૂરી પાડી રોજગારી, બજેટમાં કૌશલ્ય વિકાસ માટે ₹568 કરોડની જોગવાઈ

  શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 5 વર્ષમાં 1,086 ભરતી મેળાના આયોજન થકી 15.21 લાખથી વધુ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે.

  - Advertisement -

  વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયથી રાજ્યમાં રોજગારીની અનેક તકોનું નિર્માણ થયું હતું અને અનેક લોકોએ તેનો લાભ લીધો હતો. રોજગારીના ક્ષેત્રે ગુજરાત હંમેશાથી દેશના અન્ય રાજ્યો કરતાં અગ્રેસર રહ્યું છે. ગુજરાતના આર્થિક અને સામાજિક વિકાસના કારણે રાજ્યમાં રોજગારીની વિપુલ તકોનું નિર્માણ થયું છે. રાજ્યના યુવાધનને રોજગારી આપવામાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી રોજગાર કચેરી દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રહ્યું છે.

  શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું છે કે, રોજગારી પૂરી પાડવામાં સમગ્ર દેશમાં ગુજરાત મોખરે છે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 5 વર્ષમાં 1,086 ભરતી મેળાના આયોજન થકી 15.21 લાખથી વધુ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. રાજ્ય સરકારનું ‘અનુબંધમ પોર્ટલ’ નોકરીદાતા અને રોજગારવાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ કામગીરી કરે છે. આ પોર્ટલમાં હાલની સ્થિતિએ 3 લાખથી વધુ ઉમેદવાર તથા 47,000થી વધુ નોકરીદાતાઓ નોંધાયા છે.

  ‘ગુજરાત ભવિષ્યમાં સેમિકન્ડક્ટર હબ બનવા જઈ રહ્યું છે’

  રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે વધુમાં કહ્યું કે, “નવી ટેકનોલોજી, નવા સેવાકીય સેક્ટર અને વૈશ્વિક બજારમાં કુશળ વર્કફોર્સની માંગને પહોંચી વળવા રાજ્ય સરકારે યુવાધનને તાલીમબદ્ધ કરવાનો નિર્ધાર કર્યો છે. રાજ્યના યુવાધનનો શૈક્ષણિક સાથે કૌશલ્ય વિકાસ કરવા માટે ભવિષ્યલક્ષી આયોજન કરવું એ અમારી સરકારની નેમ છે.” તેમણે ઉમેર્યું કે, “કૌશલ્ય વિકાસ ક્ષેત્રે ગુજરાતને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ હરોળમાં લાવવા આ વર્ષે બજેટમાં કૌશલ્ય વિકાસ માટે ₹568 કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત ભવિષ્યમાં સેમિકન્ડક્ટર હબ બનવા જઈ રહ્યું છે.”

  - Advertisement -

  તેમણે વધુમાં જણાવ્યું કે, “સેમિકન્ડક્ટર ઉદ્યોગ અનુરૂપ કુશળ માનવબળ તૈયાર કરવા ‘કૌશલ્યા: ધ સ્કિલ યુનિવર્સિટી’ ખાતે વ્યાપક તાલીમ કેન્દ્રની સ્થાપના કરવા માઈક્રૉન કંપની સાથે રાજ્ય સરકારે MoU કર્યા છે. વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિથી શરૂ કરાયેલી ‘કૌશલ્યા: ધ સ્કિલ યુનિવર્સિટી’ હેઠળ ન્યુ એઈજ સ્કિલ આધારિત 6 વિદ્યા શાખા શરૂ કરવામાં આવી છે. આ વિદ્યા શાખા હેઠળ નવી શિક્ષણ નીતિ-2020ને અનુરૂપ 120 જેટલા વિવિધ અભ્યાસક્રમો અંતર્ગત વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરી રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે.”

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં