Friday, May 17, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિસમુદ્રમાં ડૂબેલી સોનાની દ્વારકાના દર્શન હવે થશે શક્ય, ગુજરાત સરકારે શરૂ કરશે...

    સમુદ્રમાં ડૂબેલી સોનાની દ્વારકાના દર્શન હવે થશે શક્ય, ગુજરાત સરકારે શરૂ કરશે સબમરીનની સુવિધા: યાત્રિકોને લઇ જશે 300 ફૂટ સુધી ઊંડે

    30 વ્યક્તિઓની બેસવા માટેની સુવિધા સાથેની સબમરીનમાં 1 ગાઈડ, 2 તરવૈયા સામેલ હશે. આ ઉપરાંત સબમરીનમાં યાત્રિકોની સુરક્ષા માટે સ્કુબા ડ્રેસ, ફેસ માસ્ક અને ઓક્સિજનની પણ સુવિધા રાખવામાં આવશે.

    - Advertisement -

    હિંદુઓના ચાર પવિત્રસ્થાનોમાંથી એક એવા દ્વારકા નગરીમાં હવે શ્રદ્ધાળુઓ માટે એક ખાસ સબમરીનની સુવિધા ઉભી કરવામાં આવનાર છે. આ વાહનના માધ્યમથી ભક્તો સમુદ્રમાં ડૂબેલી ભગવાનશ્રી કૃષ્ણની દ્વારકા નગરી નિહાળી શકશે. આ સબમરીનની અંદર બે તરવૈયા અને એક ગાઈડ સહિત કુલ 30 વ્યક્તિઓ બેસી શકશે.

    મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યના પર્યટન વિભાગના પ્રમુખ સચિવ હરિત શુક્લાએ જણાવ્યું કે, આ સબમરીનની યોજના જન્માષ્ટમી કે દિવાળી સુધી શરૂ થઇ જશે. આ સબમરીન દરિયામાં 300 ફૂટ સુધી પેટાળમાં જઈ શકશે. જેમાં અંદાજે 2 કલાક જેવો સમય લાગશે. આ સબમરીનનું સંચાલન દેશની અગ્રણી શીપયાર્ડ કંપની માઝગાવ ડોક કરશે.

    આ વિષયે ભારત સરકારે કંપની સાથે MoU પણ કર્યો છે. આ અંગેની જાહેરાત 2024ના જાન્યુઆરી મહિનામાં યોજાનાર વાયબ્રન્ટ સમિટના કાર્યક્રમમાં કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે આ યોજના માટે ગુજરાત સરકાર સબસીડી પણ આપી શકે છે. સરકાર દેશમાં રહેલા સાંસ્કૃતિક અને ધાર્મિક પર્યટન સ્થળોમાં પ્રવાસનક્ષેત્રને ગતી આપવા માટે આવી વિવિધ યોજનાઓનું અમલીકરણ કરી રહી છે.

    - Advertisement -

    કેવી હશે સબમરીન ?

    સમુદ્રમાં રહેલી પ્રાચીન દ્વારકા નગરીના દર્શન કરાવવા માટે સ્પેશીયલ બનાવવામાં આવી સબમરીનનો વજન અંદાજે 35 ટન જેટલો હશે. જેમાં એરકન્ડીશનની સુવિધા પણ હશે. 30 વ્યક્તિઓની બેસવા માટેની સુવિધા સાથેની સબમરીનમાં 1 ગાઈડ, 2 તરવૈયા સામેલ હશે. આ ઉપરાંત સબમરીનમાં યાત્રિકોની સુરક્ષા માટે સ્કુબા ડ્રેસ, ફેસ માસ્ક અને ઓક્સિજનની પણ સુવિધા રાખવામાં આવશે.

    આ ઉપરાંત તત્કાલ સારવાર માટે મેડીકલ કીટ પણ સાથે હશે. આ સબમરીન અદ્યતન સુવિધાઓ સાથે સજ્જ બનાવવામાં આવશે જેમાં વિડીયો કોન્ફરન્સ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે. જેનાથી પાણીની બહાર સિસ્ટમ સાથે સંકળાયેલા રહી શકાય. સાથે કુદરતી પ્રકાશ માટેની સુવિધા પણ રાખવામાં આવશે. સબમરીનમાં રહેલી સ્ક્રિનની મદદથી યાત્રિકો સમુદ્રીજીવોને જોવાની મજા માણી શકશે.

    ભગવાન શ્રી કૃષ્ણની એ સોનાની દ્વારકા જે સમુદ્રમાં સમાઈ ગઈ

    આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત કરવામાં આવેલા ચાર મઠોમાંથી એક દ્વારકામાં છે. જેથી હિંદુઓમાં આ તીર્થનું મહત્વ અનેક ઘણું વધી જાય છે. આ ઉપરાંત દ્વારકા નગરીની કથા ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી છે. દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણએ હાલ જે જગ્યાએ સમુદ્ર છે ત્યાં સોનાની દ્વારકા બનાવી હતી. કથા અનુસાર ટોટલ 84 ચોરસ કિમીમાં ફેલાયેલી દ્વારકા નગરીમાં શ્રી કૃષ્ણએ 100 વર્ષ સુધી નિવાસ કર્યો હતો. અંતે જયારે પોતાના માનવદેહનો ત્યાગ કર્યો, ત્યારે સોનાથી દ્વારકા નગરી પાણીમાં સમાઈ ગઈ હોવાનું માનવામાં આવે છે.

    સરકાર દ્વારા ઘણીવાર સમુદ્રમાં ડૂબેલી દ્વારકા નગરીની શોધખોળ કરવાના પ્રયાસો કરવામાં આવેલા છે. જેમાં આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાને સંશોધન કરતા દ્વારકા નગરી હોવાના અનેક અવશેષો અને પુરાવાઓ પણ મળ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં