Saturday, July 20, 2024
More
  હોમપેજદેશદેશમાંથી થતી કુલ નિકાસમાં ગુજરાત સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમાંકે: ચાલુ નાણાકીય...

  દેશમાંથી થતી કુલ નિકાસમાં ગુજરાત સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમાંકે: ચાલુ નાણાકીય વર્ષમાં આજ સુધીમાં ગુજરાતમાંથી ₹ 84,500 કરોડની નિકાસ કરવામાં આવી

  ગુજરાતમાંથી નિકાસ કરતા જિલ્લાઓમાં અમદાવાદનો ક્રમ પ્રથમ છે. ચાલુ વર્ષમાં અમદાવાદમાંથી ₹ 7620 કરોડની નિકાસ થઇ છે. દવાઓ, મશીનરી, સ્માર્ટસ ફોન, આભૂષણો, ચોખા, કપાસ અને કાપડ સહિતની વસ્તુઓની અધિકત્તમ નિકાસ અમદાવાદથી થઇ છે.

  - Advertisement -

  દેશમાંથી થતી નિકાસમાં ગુજરાતનો હિસ્સો ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં 29.68 ટકાએ પહોંચી ગયો છે. ચાલુ નાણાંકીય વર્ષમાં આજ સુધીમાં ગુજરાતમાંથી ₹ 84,500 કરોડની નિકાસ કરવામાં આવી છે. વિદેશમાં થતી નિકાસમાં ગુજરાતનો આ આંકડો સૌથી વધુ છે. તો બીજી અમદાવાદથી ભરૂચ સુધી ઇન્ડસ્ટ્રીઝનો એક આખો પટ્ટો ધરાવતા વડોદરામાંથી છેલ્લા ત્રણ વર્ષમાં ₹ 69,842 કરોડની નિકાસ થવા પામી છે. ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૧-૨૨માં ₹ 9,45,796 કરોડ, 2022-23માં ₹ 12,00,001 કરોડના મૂલ્યની નિકાસ થઇ હતી.

  G-20 અંતર્ગત એકતાનગર ખાતે ચાલી રહેલી ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપની બેઠકમાં સભ્ય દેશો વચ્ચે આ વિષય ઉપર સંભાવના અને તકો ઉપર મંથન કરવામાં આવી રહ્યું છે. ત્યારે, કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ ગુજરાતનું મસ્તક ગૌરવ સાથે ઉંચુ કરે એવા છે. આ આંકડાઓ દર્શાવે છે કે નિકાસ કરવામાં ગુજરાત છેલ્લા ત્રણ વર્ષથી સતત ટોચ ઉપર છે. કે જે નવા ભારતની પ્રખર વિદેશનીતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડે છે.

  વર્ષ 2021-22માં ગુજરાતમાંથી કુલ ₹ 9,45,796 કરોડની નિકાસ થઈ હતી. આ નિકાસ દેશની કુલ નિકાસના 30.05 ટકા હતી. એ વર્ષમાં મહારાષ્ટ્રનો હિસ્સો 17.32 ટકા હતો અને ત્રીજા ક્રમે 8.34 ટકા સાથે તમિલનાડુ રહ્યું છે. એ પછીના વર્ષ 2022-23માં ગુજરાતની કુલ નિકાસમાં 3 ટકાથી માતબર વૃદ્ધિ નોંધાઇ હતી. તે વર્ષમાં ગુજરાતમાંથી ₹ 12,00,001 કરોડ મૂલ્ય ધરાવતી વસ્તુઓની નિકાસ કરવામાં આવી હતી. જે દેશની કુલ નિકાસના 33.14 ટકા હિસ્સો ધરાવે છે. આ નાણાંકીય વર્ષ દરમિયાન પણ મહારાષ્ટ્ર 16 ટકા સાથે બીજા રહ્યું છે. ચાલુ નાણાંકીય વર્ષના અત્યાર સુધીમાં ₹ 84,500 કરોડની નિકાસ થઇ છે. આ આંકડો પણ દેશના તમામ રાજ્યો પૈકી સૌથી વધારે છે.

  - Advertisement -

  ગુજરાતમાં અમદાવાદ પ્રથમ ક્રમાંકે, વડોદરા પણ અગ્રેસર

  ગુજરાતમાંથી નિકાસ કરતા જિલ્લાઓમાં અમદાવાદનો ક્રમ પ્રથમ છે. ચાલુ વર્ષમાં અમદાવાદમાંથી ₹ 7620 કરોડની નિકાસ થઇ છે. દવાઓ, મશીનરી, સ્માર્ટસ ફોન, આભૂષણો, ચોખા, કપાસ અને કાપડ સહિતની વસ્તુઓની અધિકત્તમ નિકાસ અમદાવાદથી થઇ છે.

  તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રોજગારીના સર્જન માટે ઔદ્યોગિક વિકાસ માટે પ્રશસ્ત કરેલા માર્ગ ઉપર ચાલતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની નીતિ, સેક્ટરવાઇઝ પોલીસી અને કેન્દ્ર સરકારની નિકાસ પ્રોત્સાહક યોજનાઓનું પરિણામ આ આંકડાઓ દર્શાવે છે. ગુજરાતમાં નિકાસને વેગ મળવા પાછળ જરૂરી સુવિધાઓની ઉપલબ્ધી તો છે જ સાથે સાથે ગુજરાત ઇઝ ઓફ લોજીસ્ટીક, લીડ ઇન્ડેક્સ અને કાર્ગો હેન્ડલિંગમાં શીર્ષ રાજ્ય છે.

  આજ રીતે વડોદરા પણ નિકાસની બાબતોમાં ઉભરી રહ્યું છે અને અહીંથી અનેક વસ્તુઓની વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. આ નિકાસથી વિદેશી હુંડિયામણ રળી આપવામાં વડોદરા પણ આગે કદમ છે. છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષ એટલે કે, 2021-22, 2022-23 અને 2023-24 (ચાલુ) વર્ષ દરમિયાન વડોદરામાંથી થયેલી નિકાસનું મૂલ્ય અનુક્રમે જોઇએ તો ₹ 31,248 કરોડ, ₹ 35,785 કરોડ અને ₹ 2808 કરોડ છે. આમ, છેલ્લા ત્રણ વર્ષમાં ₹ 69,842 કરોડની નિકાસ થઇ છે. વડોદરામાંથી મહત્તમ કેમિકલ, દવાઓ, મશીન અને તેના પાર્ટ્સ, સ્માર્ટસ ફોન સહિતની વસ્તુઓ અને કોમોડિટીની નિકાસ થાય છે.

  આમ વ્યાપાર ક્ષેત્રે ગુજરાતે હરણફાળ પ્રગતિ કરી છે જેનું એક કારણ એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સફળ વિદેશ નીતિના કારણે સ્થાનિક કક્ષાએ નિકાસકારોને પ્રોત્સાહન મળ્યું છે. તેના પરથી સ્પષ્ટ રીતે કહી શકાય કે આ નવા ભારતની ગ્રોથ સ્ટોરી છે. આ જ એક કારણ છે કે દેશમાંથી થતી નિકાસમાં ગુજરાતનો ઉત્પાદનની દ્રષ્ટિએ પણ હિસ્સો મોખરે રહ્યો છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં